ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૨-૧૧-૨૦૨૩ થી તા. ૧૮-૧૧-૨૦૨૩

રવિવાર, આસો વદ-૧૪, તા. ૧૨મી, ૨૦૨૩. નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૦ સુધી (તા. ૧૩મી) પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. નરક ચતુર્દશી, ચંદ્રોદય પ્રાત: ૦૫-૩૩, અભ્યંગ સ્નાન, લક્ષ્મી વ ઈન્દ્ર પૂજન, દિવાળી, મહાવીર નિર્વાણ દિન (જૈન) મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતીની પૂજા દ્વારા આવનારા વર્ષના વધામણાં લેવાનો પવિત્ર દીપોત્સવી પર્વ છે. કંપનીના, વ્યક્તિગત હિસાબનાં ચોપડા તથા ઉપયોગી વાંચનના પુસ્તકો, એકાઉન્ટિંગ માટે વપરાતા કોમ્પ્યુટરનું પૂજન તથા સ્ટેશનરીનું પૂજન,ધનપૂજન આજના દિવાળીના પવિત્ર પર્વમાં,પ્રદોષકાળ અને નિષીધકાળ વ્યાપિની અમાસ હોવાથી બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ચોપડાપૂજન કરવું. ચોપડાપૂજનનાં મુહૂર્તો આ પ્રમાણે છે: (૧) સવારે ક. ૦૮-૦૯ થી ક. ૦૯-૩૪ (ચલ) (૨) સવારે ક. ૦૯-૩૪ થી ક. ૧૦-૫૮ (લાભ) (૩) બપોરે ક. ૧૦-૫૮ થી ક. ૧૨-૨૨ (અમૃત) (૪) બપોરે ક. ૧૩-૪૭ થી ક. ૧૫-૧૧ (શુભ) (૫) સાંજે ક. ૧૮-૦૦ થી ક. ૧૯-૩૫ (શુભ) (૬) સાંજે ક. ૧૯-૩૫ થી ક. ૨૧-૧૧ (અમૃત) (૭) રાત્રે ક. ૨૧-૧૧ થી ક. ૨૨-૪૭ (ચલ) (૮) મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૮ થી ક. ૦૩-૩૩ (તા.૧૩) (લાભ) (૯) મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૯ થી ક. ૦૬-૪૫ (તા.૧૩) (શુભ) (૧૦) પ્રદોષકાળ સાંજે ક. ૧૮-૦૦ થી રાત્રે ક. ૧૯-૪૨ (૧૧) નિશિથકાળ રાત્રે ક. ૨૩-૫૮ થી મધ્યરાત્રે ક. ૨૪-૪૮ સ્થિર લગ્નો: (૧) સવારે ક. ૦૭-૧૦ થી ક.૦૯-૨૪ (વૃશ્ર્ચિક) (૨) બપોરે ક. ૧૩-૨૦ થી ક. ૧૪-૫૭ (કુંભ) (૩) સાંજે ક. ૧૮-૧૫ થી રાત્રે ક. ૨૦-૧૫ (વૃષભ) (૪)મધ્યરાત્રે ક. ૦૦-૪૩ થી ક. ૦૨-૫૨ (તા. ૧૩) (સિંહ) (૫) વૃષભ સ્થિર લગ્ન, કુંભ નવમાંશ ક.૧૮-૨૭ થી ક.૧૮-૪૦ (૬) વૃષભ સ્થિર લગ્ન, વૃષભ નવમાંશ ક. ૧૯-૦૬ થી ક. ૧૯-૧૯ (૭)વૃષભ સ્થિર લગ્ન સિંહ નવમાંશ ક. ૧૯-૪૬ થી ક. ૨૦-૦૦ (૮)સિંહ સ્થિર લગ્ન, વૃષભ નવમાંશ ક. ૦૦-૫૭ થી ક. ૦૧-૧૨. (તા. ૧૩મી) (૯) સિંહ સ્થિર લગ્ન, સિંહ નવમાંશ ક. ૦૧-૪૦ થી ક. ૦૧-૫૪ (તા. ૧૩મી) (૧૦) સિંહ સ્થિર લગ્ન ,વૃશ્ર્ચિક નવમાંશ ક. ૦૨-૨૩ થી ક. ૦૨-૩૭ (તા. ૧૩મી) (૧૧) કુંભ સ્થિર લગ્ન, વૃશ્ર્ચિક નવમાંશ ક. ૧૩-૩૧ થી ક. ૧૩-૪૨ (૧૨) કુંભ સ્થિર લગ્ન, કુંભ નવમાંશ ક. ૧૪-૧૫ થી ક. ૧૪-૨૫ (૧૩) કુંભ સ્થિર લગ્ન વૃષભ નવમાંશ ક. ૧૪-૪૭ થી ક. ૧૪-૫૭

સોમવાર, આસો વદ-૩૦, તા. ૧૩મી, નક્ષત્ર વિશાખા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૨ સુધી (તા. ૧૪મી) પછી અનુરાધા. ચંદ્ર તુલામાં રાત્રે ક. ૨૧-૧૭ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. દર્શ અમાવસ્યા, સોમવતી અમાવસ્યા બપોરે ક. ૧૪-૫૮ સુધી, અન્વાધાન, કેદાર ગૌરી વ્રત (દક્ષિણ ભારત), બલિપૂજા, ગોવર્ધનપૂજા, ગૌક્રીડા, અન્નકૂટ, વિંછુડો પ્રારંભ રાત્રે ક. ૨૧-૧૮.

મંગળવાર, કાર્તિક સુદ-૧, તા. ૧૪મી, નક્ષત્ર અનુરાધા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૩ સુધી (તા. ૧૫મી), પછી જયેષ્ઠા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સા રંભ, મહાવીર જૈન સંવત્સારંભ ૨૫૫૦, દિવાળી પડવો, કાર્તિક શુક્લાદિ, અભ્યંગ સ્નાન, ચંદ્રદર્શન મુ. ૩૦ સામ્યાર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ ૫૩ અંશ, બાલદિન – નહેરુ જયંતી, પારસી ૪થો તીર માસારંભ. વિંછુડો. કુલાચાર પ્રમાણે મિતિ નાખવી – કાંટો બાંધવો – નવા વર્ષના વેપારનો પ્રારંભ કરવો. મુર્હૂત સમય: (૧) સવારે ક. ૦૯-૩૪ થી ક. ૧૦-૫૮ (ચલ) (૨) સવારે ક. ૧૦-૫૮ થી ક. ૧૨-૨૨ (લાભ) (૩) બપોરે ક. ૧૨-૨૨ થી ક. ૧૩-૪૬ (અમૃત) (૪) બપોરે ક. ૧૫-૧૧ થી ક. ૧૬-૩૫ (શુભ)

બુધવાર, કાર્તિક સુદ-૨, તા. ૧૫મી, નક્ષત્ર જયેષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૦ સુધી (તા. ૧૬) પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૦ સુધી (તા. ૧૬) પછી ધનુ રાશિ પર જન્માક્ષર. વિશ્ર્વકર્મા ડે, ભાઈબીજ, યમદ્વિતીયા, ભરત દ્વિતીયા, મુસ્લિમ ૫મો જમાદુલ અવ્વલ માસારંભ, વિંછુડો સમાપ્તિ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૧.

ગુરુવાર, કાર્તિક સુદ-૩, તા. ૧૬મી, નક્ષત્ર મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૬ સુધી (તા. ૧૭મી) પછી પૂર્વાષાઢા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, મંગલ વૃશ્ર્ચિકમાં સવારે ક. ૧૦-૪૫, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૩-૫૨. સૂર્ય વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૭. મુ. ૩૦. સામ્યાર્ઘ, મહાલય સમાપ્તિ.

શુક્રવાર, કાર્તિક સુદ-૪, તા. ૧૭મી, નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૬ સુધી (તા. ૧૮મી), પછી ઉત્તરાષાઢા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. લાલા લજપતરાય પુણ્યતિથિ, સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી ૧૨-૨૪, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૧૧-૦૫

શનિવાર, કાર્તિક સુદ-૫, તા. ૧૮મી, નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૪-૦૬ સુધી, પછી શ્રવણ. ચંદ્ર ધનુમાં ૦૬-૫૯ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. લાભપાંચમ, પાંડવ પંચમી. કુલાચાર પ્રમાણે આજનાં પવિત્ર પર્વયોગમાં મિતિ નાખવી, કાંટો બાંધી નવા વર્ષનો વેપાર પ્રારંભી શકાય છે. મુહૂર્ત સમય: (૧) સવારે ક. ૦૮-૧૨ થી ક. ૦૯-૩૬ (શુભ) (૨) બપોરે ક. ૧૨-૨૩ થી ક. ૧૩-૪૭ (ચલ) (૩) બપોરે ક. ૧૩-૪૭ થી ક. ૧૫-૧૧ (લાભ) (૪) બપોરે ક. ૧૫-૧૧ થી સાંજે ક. ૧૬-૩૫ (અમૃત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button