ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૫-૧૧-૨૦૨૩ થી તા.૧૧-૧૧-૨૦૨૩

રવિવાર, આસો વદ-૮, તા. ૫મી, ૨૦૨૩. નક્ષત્ર પુષ્ય સવારે ક. ૧૦-૨૮ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી, કરાષ્ટમી. શુભ દિવસ.

સોમવાર, આસો વદ-૯, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૩-૨૧ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં બપોરે ક. ૧૩-૨૧ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. બુધ વૃશ્ર્ચિકમાં સાંજે ક. ૧૬-૨૫, . સૂર્ય વિશાખામાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૩૮ (તા. ૭). શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, આસો વદ-૧૦, તા. ૭મી, નક્ષત્ર મઘા સાંજે ક. ૧૬-૨૩ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. દસમી વૃદ્ધિ તિથિ છે. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૦૮. શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, આસો વદ-૧૦, તા. ૮મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની રાત્રે ક. ૧૯-૧૮ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૦ સુધી (તા. ૯મી), પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૨૪. સામાન્ય દિવસ.

ગુરુવાર, આસો વદ-૧૧, તા. ૯મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રાત્રે ક. ૨૧-૫૬ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. રમા એકાદશી (કેળા). વાઘબારસ, ગોવત્સ દ્વાદશી. શુભ દિવસ.

શુક્રવાર, આસો વદ-૧૨, તા. ૧૦મી, નક્ષત્ર હસ્ત મધ્યરાત્રે ક. ૨૪-૦૭ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. ગુરુ દ્વાદશી, ધનતેરસ, યમદીપદાન, ધન્વંતરી જયંતી, પ્રદોષ. પર્વ શુભ દિવસ. પ્રદોષકાળ વ્યાપિની તેરસ હોવાથી આજ રોજ ધનપૂજન કરવું. ધન્વંતરી ભગવાનનું પૂજન, સુવર્ણ – રજત સિક્કા, આભૂષણ – રત્નો આદિ ધનનું પૂજન કરવું. શ્રી યંત્ર – લક્ષ્મીયંત્ર, સ્વ. હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત રિદ્ધિ સિદ્ધિ દાયક શ્રી ગણેશયંત્ર આદિની સ્થાપના પૂજા, ઈષ્ટદેવના મંત્રાદિ અનુષ્ઠાનનું માહાત્મ્ય છે. મુહૂર્ત સમય આ પ્રમાણે છે:(૧)સવારે ક.૦૬-૪૪થીક. ૦૮-૦૮(ચલ),(૨) સવારે ક. ૦૮-૦૮થી ક. ૦૯-૩૩ (લાભ) (૩) સવારે ક.૦૯-૩૩ થી ક. ૧૦-૫૮ (અમૃત)(૪) બપોરેક. ૧૨-૨૨થી ક. ૧૩-૪૭(શુભ)(૫) સાંજે ક.૧૬-૩૬ થી ક. ૧૮-૦૧ (ચલ) (૬) રાત્રે ક.૨૧-૧૨થી ક. ૨૨-૪૭ (લાભ) (૭) મધ્યરાત્રે ક. ૦૦-૨૨ થી ક. ૦૧-૫૮ (તા. ૧૧) (શુભ) (૮) મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૮ થી ક. ૦૩-૩૩ (તા.૧૧) (અમૃત) (૯) મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૨ થી ક. ૦૫-૦૮ (તા.૧૧) (ચલ).
ધનતેરસ પર્વના સ્થિર લગ્નો (૧) સવારે ક. ૦૭-૧૫ થી ક. ૦૯-૨૮ (વૃશ્ર્ચિક),(૨) બપોરે ક. ૧૩-૨૪ થી ક. ૧૫-૦૧ (કુંભ),(૩) સાંજે ક. ૧૮-૨૩ થી રાત્રે ક. ૨૦-૨૨ (વૃષભ).(૪) મધ્યરાત્રિ પછી ક. ૦૦-૫૧ થી ક. ૦૩-૦૦ (તા. ૧૧) (સિંહ).

શનિવાર, આસો વદ-૧૩, તા. ૧૧મી, નક્ષત્ર ચિત્રા મધ્યરાત્રે ક. ૨૫-૪૬ સુધી, સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં બપોરે ક. ૧૩-૦૧ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. કાલી ચૌદસ, શિવરાત્રિ, બુધ પશ્ર્ચિમમાં અસ્ત, ભદ્રા બપોરે ક. ૧૩-૫૮ થી મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૭ (તા. ૧૨).પર્વ શુભ દિવસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button