ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૯-૧૦-૨૦૨૩ થી તા. ૪-૧૧-૨૦૨૩

રવિવાર, આસો વદ-૧, તા. ૨૯મી ૨૦૨૩. નક્ષત્ર ભરણી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૧ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, ગ્રહણ કરિદીન. શુભ કાર્ય વર્જ્ય છે.

સોમવાર, આસો વદ-૨, તા. ૩૦મી, નક્ષત્ર કૃત્તિકા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૦ (તા. ૩૧મી), પછી રોહિણી. ચંદ્ર મેષમાં સવારે ક. ૧૦-૨૭ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. મધ્યમ રાહુ મીનમાં સાંજે ક. ૧૭-૦૦, અને કેતુ ક્ધયામાં ક. ૧૭-૦૦. શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, આસો વદ-૩, તા. ૩૧મી, નક્ષત્ર રોહિણી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૫૭ સુધી (તા. ૧લી), પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. સરદાર પટેલ જયંતી, ભદ્રા સવારે ક. ૦૯-૫૧ થી ૨૧-૩૦. શુભ દિવસ.

બુધવાર, આસો વદ-૪, તા. ૧લી નવેમ્બર, નક્ષત્ર મૃગશીર્ષ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૫ સુધી (તા. ૨), પછી આર્દ્રા. ચંદ્ર વૃષભમાં સાંજે ક. ૧૬-૧૧ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૦-૫૭, કરક ચતુર્થી, કરવા ચોથ, દાશરથી ચતુર્થી, હરિયાણા-પંજાબ દિન. શુભ કાર્ય વર્જ્ય છે.

ગુરુવાર, આસો વદ-૫, તા. ૨જી, નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૫૬ સુધી (તા. ૩જી), પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. શુક્ર ક્ધયામાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૫. સામાન્ય દિવસ.

શુક્રવાર, આસો વદ-૬, તા. ૩જી, નક્ષત્ર પુનર્વસુ. ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૩ સુધી (તા. ૪થી), પછી કર્ક રાશિ પર જન્માક્ષર. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૩-૦૮. શુભ દિવસ.

શનિવાર, આસો વદ-૭, તા. ૪થી, નક્ષત્ર પુનર્વસુ સવારે ક. ૦૭-૫૬ સુધી, પછી પુષ્ય. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૨-૦૦, શનિ માર્ગી . (બપોરે ક. ૧૨-૦૦ સુધી શુભ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button