ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૦-૧૧-૨૦૨૪ થી તા. ૧૬-૧૧-૨૦૨૪

રવિવાર, કાર્તિક સુદ-૯, વિ. સં. ૨૦૮૦, તા. ૧૦મી નવેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૧૦-૫૯ સુધી, પછી શતભિષા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. દુર્ગાનવમી, હરિનવમી, અક્ષય નવમી, આમળા નોમ, ગૌરી વ્રત, શ્રી રંગ અવધૂત જયંતી (નારેશ્ર્વર), સત્યુગાદિ, કુષ્માંડ નવમી, પંચક. શુભ કાર્ય વર્જ્ય છે.

સોમવાર, કાર્તિક સુદ-૧૦, તા. ૧૧મી નક્ષત્ર શતભિષા સવારે ક. ૦૯-૩૯ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૧ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. ભીષ્મ પંચક વ્રતારંભ, વિષ્ટિ ક. ૨૯-૨૮થી, પંચક. ખાત, વાસ્તુમુહૂર્ત. શુભ દિવસ.

મંગળવાર, કાર્તિક સુદ-૧૧, તા. ૧૨મી, નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા સવારે ક. ૦૭-૫૧ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૦ સુધી (તા. ૧૩) પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. પ્રબોધિની એકાદશી, ભીષ્મ પંચક વ્રત, વિષ્ણુ પ્રબોધન ઉત્સવ, વિષ્ટિ ક. ૧૬-૦૪ સુધી, પંચક. સામાન્ય દિવસ.

બુધવાર, કાર્તિક સુદ-૧૨, તા. ૧૩મી, નક્ષત્ર રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૦ સુધી (તા. ૧૪) પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં ક. ૨૭-૧૦ સુધી (તા. ૧૪) પછી મેષ રાશિ પર જન્માક્ષર. તુલસી વિવાહ પ્રારંભ, પ્રદોષ, મન્વાદિ પંચક સમાપ્તિ ક. ૨૭-૧૦ પારસી ૪થો તીર માસારંભ. ખાત, વાસ્તુમુહૂર્ત. શુભ દિવસ.

ગુરુવાર, કાર્તિક સુદ-૧૩, તા. ૧૪મી, નક્ષત્ર અશ્ર્વિની મધ્યરાત્રે ક. ૨૪-૩૨ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. વૈકુંઠ ચતુર્દશી, જૈન ચૌમાસી ચૌદસ, વિષ્ટિ પ્રારંભ ક. ૩૦-૨૦. શુભ કાર્ય વર્જ્ય છે.

શુક્રવાર, કાર્તિક સુદ-૧૫, તા. ૧૫મી, નક્ષત્ર ભરણી રાત્રે ક. ૨૧-૫૪ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૬ સુધી (તા. ૧૬) પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. દેવદિવાળી, ત્રિપુરારી પૂર્ણિમા, કાર્તિક પૂર્ણિમા, મન્વાદિ, પુષ્કર મેળો, ભીષ્મ પંચક વ્રત સમાપ્તિ, તુલસી વિવાહ સમાપ્તિ, ગુરુ નાનક જયંતી, શનિ માર્ગી. સામાન્ય દિવસ.

શનિવાર, કાર્તિક વદ-૧, તા. ૧૬મી નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૧૯-૨૭ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. સૂર્ય વૃશ્ર્ચિક રાશિ પ્રવેશ ક. ૦૭-૩૨, પુણ્યકાળ ક. ૦૬-૫૫ થી ૧૩-૩૩. ઈષ્ટિ. મહાલય સમાપ્તિ, શનિ-રોહિણી અમૃતસિદ્ધિ યોગ રાત્રે ક. ૧૯-૨૭થી સૂર્યોદય. લગ્ન, (બપોરે ક. ૧૩-૩૩ પછી શુભ.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button