સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૫-૯-૨૦૨૪ થી તા.૨૧-૯-૨૦૨૪
રવિવાર, ભાદ્રપદ સુદ-૧૨, વિ. સં. ૨૦૮૦, તા. ૧૫મી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર શ્રવણ સાંજે ક. ૧૮-૪૮ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૪ સુધી (તા. ૧૬મી) પછી કુંભ રાશિ પર જન્માક્ષર. વામન જયંતી, વિષ્ણુ પરિવર્તનોત્સવ, પ્રદોષ, કલ્કી દ્વાદશી, ક્ષીરદાન, પંચક પ્રારંભ ક. ૨૯-૪૪. ગોત્રી રાત્રિ વ્રતારંભ. સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
સોમવાર, ભાદ્રપદ સુદ-૧૩, તા. ૧૬મી, નક્ષત્ર ઘનિષ્ઠા સાંજે ક. ૧૬-૩૨ સુધી, પછી શતભિષા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. સૂર્ય ક્ધયા રાશિ ક. ૧૯-૪૧. સંક્રાંતિ પુણ્યકાળ ક. ૧૨-૩૪ થી સૂર્યાસ્ત. ઈદે મિલાદ. સર્વદેવ પ્રતિષ્ઠા. પંચક, શુભ દિવસ.
મંગળવાર, ભાદ્રપદ સુદ-૧૪, તા. ૧૭મી, નક્ષત્ર શતભિષા રાત્રે ક. ૧૩-૫૨ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૩ સુધી (તા. ૧૮મી) પછી મીન રાશિ પર જન્માક્ષર. અનંત ચતુર્દશી, પાર્થિવ ગણેશ વિસર્જન, વ્રતની પૂનમ, પૌષ્ઠપદી પૂનમ, અન્વાધાન, વિષ્ટિ ક. ૧૧-૪૫થી ૨૧-૫૫. શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, ભાદ્રપદ સુદ-૧૫, તા. ૧૮મી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સવારે ક. ૧૦-૫૯ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. અંબાજીનો મેળો, ભાદરવી પૂનમ, ભાગવત સપ્તાહ સમાપ્તિ, સંન્યાસીના ચાતુર્માસ સમાપ્તિ, મહાલય પ્રારંભ, પ્રતિપદાનું શ્રાદ્ધ, ગોત્રીરાત્રિ વ્રત સમાપ્તિ, એકમનો ક્ષય છે. શુક્ર તુલામાં બપોરે ક. ૧૩-૫૫. આજથી તા.૨ ઑક્ટોબર સુધીનાં શ્રાદ્ધ પર્વમાં શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, ભાદ્રપદ વદ-૨, તા. ૧૯મી નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા સવારે ક. ૦૮-૦૩ સુધી, પછી રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૪ (તા. ૨૦મી) સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૪ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. ભાદ્રપદ કૃષ્ણ પક્ષ પ્રારંભ, દ્વિતીયાનું શ્રાદ્ધ, ગ્રહણ કરિદિન, પંચક સમાપ્તિ ક. ૧૯-૧૫.
શુક્રવાર, ભાદ્રપદ વદ-૩, તા. ૨૦મી નક્ષત્ર અશ્ર્વિની મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૨ સુધી (તા. ૨૧મી) પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. તૃતીયા શ્રાદ્ધ, વિષ્ટિ ક. ૧૦-૫૪ થી ૨૧-૧૫.
શનિવાર, ભાદ્રપદ વદ-૪, તા. ૨૧મી, નક્ષત્ર ભરણી મધ્યરાત્રે ક. ૨૪-૩૫ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. ચતુર્થીનું શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૧-૦૩, ભરણી શ્રાદ્ધ.