ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૫-૮-૨૦૨૪ થી તા. ૩૧-૮-૨૦૨૪

રવિવાર, શ્રાવણ વદ-૭, વિ. સં. ૨૦૮૦, તા. ૨૫મી ઓગસ્ટ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ભરણી સાંજે ક. ૧૬-૪૪ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં રાત્રે ક. ૨૨-૨૯ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. ભાનુસપ્તમી, આદિત્ય પૂજન, શીતળા સાતમ, ભદ્રા સમાપ્તિ ક. ૧૬-૩૦ સુધી. શુભ કાર્ય વર્જ્ય છે.

સોમવાર, શ્રાવણ વદ-૮, તા. ૨૬મી, નક્ષત્ર કૃત્તિકા બપોરે ક. ૧૫-૫૪ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. શિવમુષ્ટિ (જવ), શ્રીકૃષ્ણ જયંતી ઉપવાસ, નિશિથકાળ ક. ૨૪-૧૭ થી ક. ૨૫-૦૩. જન્માષ્ટમી, કાલાષ્ટમી, મન્વાદિ, મંગળ મિથુન પ્રવેશ ક. ૧૫-૨૩. બુધનો પૂર્વમાં ઉદય થાય છે. ભૂમિ, ખાત, વાસ્તુકળશ. શુભ દિવસ.

મંગળવાર, શ્રાવણ વદ-૯, તા. ૨૭મી, નક્ષત્ર રોહિણી બપોરે ક. ૧૫-૩૭ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૦ સુધી, (તા. ૨૮) પછી મિથુન રાશિ પર જન્માક્ષર. નંદ મહોત્સવ, જન્માષ્ટમી પારણા, ગોપાલકાલાષ્ટમી, મંગળાગૌરી પૂજન, શ્રી રામાનુજાચાર્ય જયંતી. શુભ કાર્ય વર્જ્ય છે.

બુધવાર, શ્રાવણ વદ-૧૦, તા. ૨૮મી, નક્ષત્ર મૃગશીર્ષ બપોરે ક. ૧૫-૫૨ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. ભદ્રા ક. ૧૩-૨૧થી ક. ૨૫-૧૯, બુધ પૂજન. બુધ માર્ગી થાય છે. ભૂમિ, ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. શુભ દિવસ.

ગુરુવાર, શ્રાવણ વદ-૧૧, તા. ૨૯મી, નક્ષત્ર આર્દ્રા સાંજે ક. ૧૬-૩૯ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. અજા એકાદશી (ખારેક) બૃહસ્પતી પૂજન, શુભ દિવસ.

શુક્રવાર, શ્રાવણ વદ-૧૨, તા. ૩૦મી, નક્ષત્ર પુનર્વસુ સાંજે ક. ૧૭-૫૫ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં સવારે ક. ૧૧-૩૩ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. જીવંતિકા પૂજન, તિથિવાસર ક. ૦૭-૪૬ સુધી, સૂર્ય મહાનક્ષત્ર પૂર્વાફાલ્ગુનીમાં પ્રવેશ ક. ૧૫-૪૮. (વાહન ઉંદર) (સંયોગિયું નથી.) શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, શ્રાવણ વદ-૧૩, તા. ૩૧મી, નક્ષત્ર પુષ્ય રાત્રે ક. ૧૯-૩૯ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. શનિ પ્રદોષ, પર્યુષણ પર્વારંભ, ચતુર્થી પક્ષ, અશ્ર્વત્થ મારુતિ પૂજન, કૈલાસ યાત્રા (૨ દિવસ) ભદ્રા પ્રારંભ ક. ૨૭-૪૦થી. શુભ દિવસ.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…