ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૫-૧૦-૨૦૨૩ થી તા. ૨૧-૧૦-૨૦૨૩

રવિવાર, આસો સુદ-૧, તા. ૧૫મી, ૨૦૨૩. નક્ષત્ર ચિત્રા સાંજે ક. ૧૮-૧૧ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, શારદીય નવરાત્રારંભ, ઘટસ્થાપન (ઘટ સ્થાપના સવારે ક. ૦૮-૦૨ થી ૧૨-૨૫. બપોરે ક. ૧૩-૫૩ થી ૧૫-૨૦. સાંજે ક. ૧૮-૧૬ થી રાત્રે ક. ૨૧-૨૦.) માતામહ શ્રાદ્ધ, પારસી ૩જો ખોરદાદ માસારંભ. (સવારે ક. ૧૦-૨૩ પછી શુભ.)

સોમવાર, આસો સુદ-૨, તા. ૧૬મી, નક્ષત્ર સ્વાતિ રાત્રે ક. ૧૯-૩૪ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. ચંદ્રદર્શન, મું. ૧૫, મહર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ ૪૯ અંશ. શુભ દિવસ.

મંગળવાર, આસો સુદ-૩, તા. ૧૭મી, નક્ષત્ર વિશાખા રાત્રે ક. ૨૦-૩૦ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં બપોરે ક. ૧૪-૧૯ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. મુસ્લિમ ૪થો રબી ઉલ આખર પ્રારંભ. વિંછુડો પ્રારંભ બપોરે ક. ૧૪-૧૯. સૂર્ય તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૮ (તા. ૧૮મી), મું. ૩૦. સામ્યાર્ઘ. સામાન્ય દિવસ.

બુધવાર, આસો સુદ-૪, તા. ૧૮મી, નક્ષત્ર અનુરાધા રાત્રે ક. ૨૦-૫૯ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, માનાચતુર્થી (બંગાલ-ઓરિસ્સા), સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી બપોરે ક. ૧૨-૨૪, કાવેરી સંક્રમણ સ્નાન, વિંછુડો, ભદ્રા બપોરે ક. ૧૩-૨૩થી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૨. (તા. ૧૯મી), બુધ તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૬. શુભ કાર્ય વર્જ્ય છે.

ગુરુવાર, આસો સુદ-૫, તા. ૧૯મી, નક્ષત્ર જયેષ્ઠા રાત્રે ક. ૨૧-૦૩ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં ૨૧-૦૩ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. લલિતા પંચમી, નતપંચમી (ઓરિસ્સા), વિંછુડો સમાપ્તિ રાત્રે ક. ૨૧-૦૩. શુભ દિવસ.

શુક્રવાર, આસો સુદ-૬, તા. ૨૦મી, નક્ષત્ર મૂળ રાત્રે ક. ૨૦-૪૦ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. સરસ્વતી આવાહન રાત્રે ક. ૨૦-૪૦ સુધી, તપષષ્ઠી (ઓરિસ્સા). શુભ દિવસ.

શનિવાર, આસો સુદ-૭, તા. ૨૧મી, નક્ષત્ર પૂર્વાષાઢા રાત્રે ક. ૧૯-૫૩ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૭ સુધી (તા. ૨૨મી) પછી મકર રાશિ પર જન્માક્ષર. સરસ્વતી પૂજન, મહાલક્ષ્મી પૂજન, દુર્ગાપૂજા પ્રારંભ (બંગાળ), ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૫૩. સામાન્ય દિવસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button