સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૮-૮-૨૦૨૪ થી તા. ૨૪-૮-૨૦૨૪
રવિવાર, શ્રાવણ સુદ-૧૪, વિ. સં. ૨૦૮૦, તા. ૧૮મી ઑગસ્ટ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ઉત્તરાષાઢા સવારે ક. ૧૦-૧૪ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. આદિત્ય પૂજન, શિવપવિત્રારોપણ (ઓરિસ્સા) ભદ્રા ક. ૨૭-૦૪થી. શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, શ્રાવણ સુદ-૧૫, તા. ૧૯મી, નક્ષત્ર શ્રવણ સવારે ક. ૦૮-૦૯ સુધી, પછી ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૪ સુધી (તા. ૨૦) પછી શતભિષા. ચંદ્ર મકરમાં સાંજે ક. ૧૮-૫૨ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. શિવપૂજન (શિવમુષ્ટિ મગ) વ્રતની પૂજન, શ્રાવણી પૂનમ, નારિયેળી પૂનમ, રક્ષાબંધન, ૠજુ અથર્વ તૈતરીય હિરણ્યકેશી તૈતરીય શ્રાવણી, કોકિલા વ્રત સમાપ્તિ, કુલધર્મ, હયગ્રીવ જયંતી, ઝુલનયાત્રા સમાપ્ત, અમરનાથ યાત્રા સમાપ્ત, બલભદ્રા પૂજા (ઓરિસ્સા), અવની જયંતી (દક્ષિણ ભારત) અન્વાધાન. પંચક પ્રારંભ ક. ૧૮-૫૨. ભદ્રા સમાપ્તિ ક. ૧૩-૩૨. સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. શુભ દિવસ.
મંગળવાર, શ્રાવણ વદ-૧, તા. ૨૦મી, નક્ષત્ર શતભિષા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૯ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. શ્રાવણ વદ શરૂ, ઈષ્ટિ, હિંડોળા સમાપ્ત, મંગલાગૌરી વ્રત, ગાયત્રી પુરશ્ર્ચરણ પ્રારંભ, નારાયણગુરુ જયંતી (કેરાલા), પારસી ખોરદાદ સાલ, પંચક, શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, શ્રાવણ વદ-૨, તા. ૨૧મી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રે ક. ૨૪-૩૨ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં રાત્રે ક. ૧૯-૧૧ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. બુધપૂજન, ભદ્રા ક. ૨૭-૨૪ થી. પંચક. ભૂમિ, ખાત. શુભ દિવસ.
ગુરુવાર, શ્રાવણ વદ-૩, તા. ૨૨મી, નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા રાત્રે ક. ૨૨-૦૫ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી (ચંદ્રોદય ક. ૨૧-૦૨), બોળચોથ, બહુલા ચોથ (મધ્ય પ્રદેશ) બૃહસ્પતિ પૂજન, પંચક, સૂર્ય સાયન ક્ધયા રાશિમાં ક. ૨૦-૨૫, સૌર શરદૠતુ પ્રારંભ, ફૂલકાજલી વ્રત. ભદ્રા સમાપ્તિ ક. ૧૯-૫૩. વક્રી બુધ કર્કમાં. શુભ દિવસ.
શુક્રવાર, શ્રાવણ વદ-૪, તા. ૨૩મી, નક્ષત્ર રેવતી રાત્રે ક. ૧૯-૫૩ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં રાત્રે ક. ૧૯-૫૩ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. જીવંતિકા પૂજન, નાગપંચમી, રક્ષા પંચમી (ઓરિસ્સા), ભારતીય ભાદ્રપદ માસારંભ, પંચક સમાપ્ત ક. ૧૯-૫૩. ભૂમિ, ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, શુભ કાર્ય વર્જ્ય છે.
શનિવાર, શ્રાવણ વદ-૫, તા. ૨૪મી, નક્ષત્ર અશ્ર્વિની સાંજે ક. ૧૮-૦૫ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. અશ્ર્વત્થ મારુતિ પૂજન, રાંધણ છઠ, હળ છઠ, છઠ્ઠનો ક્ષય છે. માધવદેવ તિથિ (આસામ), શુક્ર ક્ધયા રાશિમાં ક. ૨૫-૧૫, ભદ્રા ક. ૨૯-૩૦થી. શુભ કાર્ય વર્જ્ય છે.