સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૮-૭-૨૦૨૪ થી તા. ૩-૮-૨૦૨૪
રવિવાર, આષાઢ વદ-૮, વિ. સં. ૨૦૮૦, તા. ૨૮મી જુલાઈ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર અશ્ર્વિની સવારે ક. ૧૧-૪૭ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી. શુભ દિવસ.
સોમવાર, આષાઢ વદ-૯, તા. ૨૯મી, નક્ષત્ર ભરણી સવારે ક. ૧૦-૫૪ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં સાંજે ક. ૧૬-૪૪ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. વિષ્ટિ ક. ૨૯-૧૭થી. શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, આષાઢ વદ-૧૦, તા. ૩૦મી, નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૧૦-૨૨ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. વિષ્ટિ ક. ૧૬-૪૪ સુધી. સામાન્ય દિવસ.
બુધવાર, આષાઢ વદ-૧૧, તા. ૩૧મી, નક્ષત્ર રોહિણી સવારે ક. ૧૦-૧૨ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૦૨-૧૫ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. કામિકા એકાદશી(ગૌદૂધ), શુક્ર સિંહમાં બપોરે ક. ૧૪-૩૫. શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, આષાઢ વદ-૧૨, તા. ૧લી ઑગસ્ટ, નક્ષત્ર મૃગશીર્ષ સવારે ક. ૧૦-૨૩ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. પ્રદોષ, લોકમાન્ય ટિળક પુણ્યતિથિ. (સવારે ક. ૧૦-૨૩ પછી શુભ).
શુક્રવાર, આષાઢ વદ-૧૩, તા. ૨જી, નક્ષત્ર આર્દ્રા સવારે ક. ૧૦-૫૮ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૦ સુધી (તા. ૩જી), પછી કર્ક રાશિ પર જન્માક્ષર. શિવરાત્રિ, સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષામાં ક. ૨૨-૦૮, વાહન ગધેડો. (સંયોગિયુ નથી) વિષ્ટિ બપોરે ક.૧૫.૨૬ થી ક. ૨૭-૩૪. શુભ દિવસ.
શનિવાર, આષાઢ વદ-૧૪, તા. ૩જી, નક્ષત્ર પુનર્વસુ સવારે ક. ૧૧-૫૮ સુધી, પછી પુષ્ય. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. – શુભ કાર્ય વર્જ્ય છે.