ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૧-૭-૨૦૨૪ થી તા. ૨૭-૭-૨૦૨૪

રવિવાર, અષાઢ સુદ-૧૫, વિ. સં. ૨૦૮૦, તા. ૨૧મી જુલાઈ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રે ક. ૨૪-૧૩ સુધી, પછી શ્રવણ. ચંદ્ર ધનુમાં સવારે ક. ૦૭-૨૬ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. ગુરુપૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, સંન્યાસીના ચાતુર્માસ પ્રારંભ, કોકિલા વ્રતારંભ, મન્વાદિ, અન્વાધાન. શુભ દિવસ.સર્વદેવ પ્રતિષ્ઠા.

સોમવાર, અષાઢ વદ-૧, તા. ૨૨મી, નક્ષત્ર શ્રવણ રાત્રે ક. ૨૨-૨૦ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. હિંડોળા પ્રારંભ, અશૂન્ય શયન વ્રત, સૌરાષ્ટ્રમાં ગૌરી વ્રતના પારણાં, સૂર્ય સાયન સિંહમાં ક. ૧૩-૧૫. શુભ દિવસ.સર્વદેવ પ્રતિષ્ઠા.

મંંગળવાર, અષાઢ વદ-૨, તા. ૨૩મી, નક્ષત્ર ઘનિષ્ઠા રાત્રે ક. ૨૦-૧૭ સુધી, પછી શતભિષા. ચંદ્ર મકરમાં સવારે ક. ૦૯-૧૯ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. પંચક પ્રારંભ ક. ૦૯-૧૯, જયાપાર્વતી વ્રત સમાપ્તિ જાગરણ, ભારતીય શ્રાવણ માસારંભ, વિષ્ટિ ક. ૨૦-૫૬થી. શુભ દિવસ.

બુધવાર, અષાઢ વદ-૩, તા. ૨૪મી, નક્ષત્ર શતભિષા સાંજે ક. ૧૮-૧૩ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૪૮, જયાપાર્વતી વ્રતના પારણાં, ચતુર્થીનો ક્ષય છે. સૂર્ય મહાનક્ષત્ર પુનર્વષુ પ્રવેશ ક.૧૭-૨૮.વિષ્ટિ સવારે ક. ૦૭-૨૩ સુધી. શુભ કાર્ય વર્જ્ય છે.

ગુરુવાર, અષાઢ વદ-૫, તા. ૨૫મી નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સાંજે ક. ૧૬-૧૫ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં સવારે ક. ૧૦-૪૪ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર.પંચક સામાન્ય દિવસ.

શુક્રવાર, અષાઢ વદ-૬, તા. ૨૬મી નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા બપોરે ક. ૧૪-૨૯ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. વિષ્ટિ ક. ૨૩-૩૦થી સૂર્યોદય. શુભ દિવસ.સર્વદેવ પ્રતિષ્ઠા

શનિવાર, અષાઢ વદ-૭, તા. ૨૭મી, નક્ષત્ર રેવતી બપોરે ક. ૧૨-૫૯ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં બપોરે ક. ૧૨-૫૯ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. વિષ્ટિ ક. ૧૦-૨૨ સુધી. (સવારે ક. ૧૦-૨૨ સુધી શુભ.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button