સાપ્તાહિક દૈનંદિની
તા. ૭-૭-૨૦૨૪ થી તા. ૧૩-૭-૨૦૨૪
રવિવાર, અષાઢ સુદ-૨, વિ. સં. ૨૦૮૦, તા. ૭મી જુલાઈ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૩૦-૦૨ સુધી (તા. ૮મી) પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. જગન્નાથ યાત્રા, અષાઢી બીજ, ચંદ્રદર્શન, ઉત્તર શૃંગોન્નતિ. શુભ દિવસ.
સોમવાર, અષાઢ સુદ-૩, તા. ૮મી, નક્ષત્ર આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. મુસ્લિમ ૧લો મોહર્રમ માસારંભ, હિજરી સન ૧૪૪૬ પ્રારંભ. શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, અષાઢ સુદ-૪, તા. ૯મી, નક્ષત્ર આશ્ર્લેષા સવારે ક. ૦૭-૫૨ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં સવારે ક. ૦૭-૫૨ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, ભદ્રા પ્રારંભ ક. ૧૮-૫૫ થી. લગ્ન, શુભ દિવસ.
બુધવાર, અષાઢ સુદ-૪, તા. ૧૦મી, નક્ષત્ર મઘા સવારે ક. ૧૦-૧૪ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. ભદ્રા સમાપ્તિ ક. ૦૭-૫૧. શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, અષાઢ સુદ-૫, તા. ૧૧મી નક્ષત્ર પૂર્વાફાલ્ગુની બપોરે ક. ૧૩-૦૩ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં રાત્રે ક. ૧૯-૪૮ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. સ્કંદ પંચમી, શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠગમન, અષાઢી પાંચમ, દ્વારકાધીશ પાટોત્સવ (કાંકરોલી), કુમાર છઠ, પારસી ૧૨મો સ્પેન્દાર્મદ માસારંભ. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
શુક્રવાર, અષાઢ સુદ-૬, તા. ૧૨મી નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સાંજે ક. ૧૬-૦૮ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. કસુંબા છઠ્ઠ, અર્નમ છઠ્ઠ (બંગાળ), વિવસ્ત સપ્તમી, મંગળ વૃષભ રાશિમાં ક. ૧૮-૫૬. લગ્ન, શુભ દિવસ.
શનિવાર, અષાઢ સુદ-૭, તા. ૧૩મી, નક્ષત્ર હસ્ત રાત્રે ક. ૧૯-૧૪ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. મત્યર ડે (કાશ્મીર), ભદ્રા ક. ૧૫-૦૫થી ક. ૨૮-૧૭. લગ્ન, શુભ કાર્ય વર્જ્ય છે.