ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૯-૬-૨૦૨૪ થી તા. ૧૫-૬-૨૦૨૪

રવિવાર, જયેષ્ઠ સુદ-૩, વિ. સં. ૨૦૮૦, તા. ૯મી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પુનર્વસુ રાત્રે ક. ૨૦-૧૯ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં બપોરે ક. ૧૪-૦૬ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. ભદ્રા ક. ૨૭-૫૩થી, મહારાણા પ્રતાપ જયંતી (રાજસ્થાન), હલદી ઘાટી મેળો. શુભ દિવસ.

સોમવાર,જયેષ્ઠ સુદ-૪, તા. ૧૦મી, નક્ષત્ર પુષ્ય રાત્રે ક. ૨૧-૩૯ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, ઉમા ચતુર્થી (બંગાળ-ઓરિસ્સા), ગુરુ અર્જુનદેવ પુણ્યતિથિ (શીખ) ભદ્રા સમાપ્તિ ક ૧૬-૧૪. શુભ કાર્ય
વર્જ્ય છે.

મંગળવાર, જયેષ્ઠ સુદ-૫, તા. ૧૧મી, નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૩-૩૮ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૩-૩૮ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. પારસી ૧૧મો બેહમન શરૂ. મહાદેવ વિવાહ (ઓરિસ્સા) સામાન્ય દિવસ.

બુધવાર, જયેષ્ઠ સુદ-૬, તા. ૧૨મી, નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૧ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. સ્કંદ છઠ્ઠ, અરણ્ય છઠ્ઠ, આરોગ્ય ષષ્ઠી, વિંધ્યવાસિની પૂજા, જામાત્રા છઠ (બંગાળ), શીતળા ષષ્ઠી યાત્રા (ઓરિસ્સા), અરણ્ય ગૌરી વ્રત, મહારાણી લક્ષ્મીબાઈ નિર્વાણ દિન (ઝાંસી) શુક્ર મિથુનમાં ક. ૧૮-૩૦. ભૂમિ, ખાતમુહૂર્ત શુભ દિવસ.

ગુરુવાર, જયેષ્ઠ સુદ-૭, તા. ૧૩મી નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૭ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. ભદ્રા ક. ૨૧-૩૩થી. ખાતમુહૂર્ત શુભ દિવસ.
શુક્રવાર,જયેષ્ઠ સુદ-૮, તા. ૧૪મી નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં સવારે ક. ૧૧-૫૪ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, મેલાક્ષીર ભવાની (કાશ્મીર), સૂર્ય મિથુનમાં ક. ૨૪-૨૫, બુધ મિથુનમાં ક. ૨૩-૦૭, ભદ્રા સમાપ્તિ ક. ૧૦-૪૬. લગ્ન, ખાત મુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. સામાન્ય દિવસ.

શનિવાર, જયેષ્ઠ સુદ-૯, તા. ૧૫મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સવારે ક. ૦૮-૧૩ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. સીતા નવમી, શ્રી હરિનવમી, કુમારી પૂજન, રાજસ સંક્રાંતિ (ઓરિસ્સા). સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી ક. ૧૨-૩૯. લગ્ન, સામાન્ય દિવસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker