ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૬-૫-૨૦૨૪ થી તા. ૧-૬-૨૦૨૪

રવિવાર, વૈશાખ વદ-૩, વિ. સં. ૨૦૮૦, તા. ૨૬મી મે, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મૂળ સવારે ક. ૧૦-૩૫ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૨-૧૪, વિષ્ટિ ક. ૦૬-૩૪ થી ૧૮-૦૬. સામાન્ય દિવસ.

સોમવાર, વૈશાખ વદ-૪, તા. ૨૭મી, નક્ષત્ર પૂર્વાષાઢા સવારે ક. ૧૦-૧૩ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં સાંજે ક. ૧૬-૦૪ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. – શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, વૈશાખ વદ-૫, તા. ૨૮મી, નક્ષત્ર ઉત્તરાષાઢા સવારે ક. ૦૯-૩૨ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. ભુવનેશ્ર્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ). શુભ દિવસ.

બુધવાર, વૈશાખ વદ-૬, તા. ૨૯મી મે, નક્ષત્ર શ્રવણ સવારે ક. ૦૮-૩૭ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં રાત્રે ક. ૨૦-૦૫ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. ઘનિષ્ઠા નવક પ્રારંભ ક. ૦૮-૩૮. પંચક પ્રારંભ ક. ૨૦-૦૫. ભદ્રા ક. ૧૩-૩૯ થી ક. ૨૪-૪૨. સિદ્ધાંચલજી મહાતીર્થ વર્ષગાંઠ સંવત ૧૫૮૭. (બપોરે ક. ૧૩-૩૯ સુધી શુભ)

ગુરુવાર, વૈશાખ વદ-૭, તા. ૩૦મી નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૦૭-૩૦ સુધી, પછી શતભિષા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી, પંચક. શુભ કાર્ય વર્જ્ય છે.

શુક્રવાર, વૈશાખ વદ-૮, તા. ૩૧મી નક્ષત્ર શતભિષા સવારે ક. ૦૬-૧૩ સુધી, પછી પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૭ સુધી (તા. ૧લી), પછી ઉત્તરાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં રાત્રે ક. ૨૩-૦૯ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. ત્રિલોકનાથ અષ્ટમી (બંગાળ), પંચક, બુધ વૃષભમાં ક. ૧૨-૧૪. શુભ દિવસ.

શનિવાર, વૈશાખ વદ-૯, તા. ૧લી જૂન, નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૫ સુધી (તા. ૨જી), પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. દશમનો ક્ષય છે. મંગળ મેષમાં ક. ૧૫-૩૭, પંચક, હર્ષલ વૃષભમાં ક. ૧૩-૦૨. ગુરુ પૂર્વમાં ઉદય. વિષ્ટિ ક. ૧૮-૧૫ થી ૨૯-૦૪. શુભ કાર્ય વર્જ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button