ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૨-૫-૨૦૨૪ થી તા. ૧૮-૫-૨૦૨૪

રવિવાર, વૈશાખ સુદ-૫, વિ. સં. ૨૦૮૦, તા. ૧૨મી મે, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર આર્દ્રા સવારે ક. ૧૦-૨૬ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૪ સુધી પછી કર્ક રાશિ પર જન્માક્ષર. શ્રી રામાનુજાચાર્ય જયંતી (દક્ષિણ ભારત) શ્રી આદ્યશંકરાચાર્ય જયંતી, પારસી ૧૦મો દએ માસારંભ. શુભ દિવસ.

સોમવાર, વૈશાખ સુદ-૬, તા. ૧૩મી, નક્ષત્ર પુનર્વસુ સવારે ક. ૧૧-૨૩ સુધી, પછી પુષ્ય. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. ચંદન છઠ્ઠ, બહુસ્મરણા માતાજીનો પાટોત્સવ. શુભ દિવસ.

મંગળવાર, વૈશાખ સુદ-૭, તા. ૧૪મી, નક્ષત્ર પુષ્ય બપોરે ક. ૧૩-૦૪ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. ગંગાસપ્તમી, ગંગોત્પતિ, સૂર્ય વૃષભ રાશિ પ્રવેશ ક. ૧૭-૫૪, સંક્રાંતિ પુણ્યકાળ ક. ૧૩-૩૦ થી ૧૭-૫૪, વિષ્ટિ ક. ૨૮-૧૯થી પ્રારંભ. (સવારે ક. ૧૧.૨૬ થી સાંજે ક. ૧૭.૫૨ સુધી શુભ કાર્ય વર્જ્ય છે.)

બુધવાર, વૈશાખ સુદ-૮, તા. ૧૫મી મે, નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૫-૨૪ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં બપોરે ક. ૧૫-૨૪ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી, આઠમ વૃદ્ધિ તિથિ છે. વિષ્ટિ ક. ૧૭-૧૬ સુધી. અગસ્તય અસ્ત. શુભ કાર્ય વર્જ્ય છે.

ગુરુવાર, વૈશાખ સુદ-૮, તા. ૧૬મી નક્ષત્ર મઘા સાંજે ક. ૧૮-૧૩ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. સીતા નવમી. સામાન્ય દિવસ.

શુક્રવાર, વૈશાખ સુદ-૯, તા. ૧૭મી નક્ષત્ર પૂર્વાફાલ્ગુની રાત્રે ક. ૨૧-૧૭ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૪ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. શ્રી હરિ જયંતી, શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, વૈશાખ સુદ-૧૦, તા. ૧૮મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની મધ્યરાત્રે ક. ૨૪-૨૨ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. વિષ્ટિ ક. ૨૪-૩૭ પ્રારંભ. શુભ દિવસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button