ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૧-૪-૨૦૨૪ થી તા. ૨૭-૪-૨૦૨૪

રવિવાર, ચૈત્ર સુદ-૧૩, વિ. સં. ૨૦૮૦, તા. ૨૧મી એપ્રિલ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સાંજે ક. ૧૭-૦૭ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. અનંગ ત્રયોદશી, શ્રી મહાવીર જયંતી (જૈન), પ્રદોષ, ભારતીય વૈશાખ માસ પ્રારંભ. પારસી આદરનું પર્વ. શુભ દિવસ.

સોમવાર, ચૈત્ર સુદ-૧૪, તા. ૨૨મી, નક્ષત્ર હસ્ત રાત્રે ક. ૧૯-૫૯ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. શિવ દમનક ચતુર્દશી, શ્રી હાટકેશ્ર્વર જયંતી, નૃસિંહ ડોલોત્સવ, ભદ્રા ક. ૨૭-૨૬ થી. સામાન્ય દિવસ.

મંગળવાર, ચૈત્ર સુદ-૧૫, તા. ૨૩મી, નક્ષત્ર ચિત્રા રાત્રે ક. ૨૨-૩૧ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં ૦૯-૧૮ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. ચૈત્રી પૂનમ, શ્રી હનુમાન જયંતી, વૈશાખ સ્નાનારંભ, મન્વાદિ, બહુચરાજીનો મેળો. (સાંજે ક. ૧૬-૨૪ સુધી શુભ કાર્ય વર્જ્ય છે.)

બુધવાર, ચૈત્ર વદ-૧ તા. ૨૪મી, નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રે ક. ૨૪-૪૦ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. ચૈત્ર કૃષ્ણપક્ષ પ્રારંભ, ઈષ્ટિ, પ્રતિપદા વૃદ્ધિ તિથિ, શુક્ર મેષમાં ક. ૨૩-૫૯. ભગવાન શ્રી એકલિંગજી મહારાજનો પાટોત્સવ. શુભ કાર્ય વર્જ્ય છે.

ગુરુવાર, ચૈત્ર વદ-૧ તા. ૨૫મી, નક્ષત્ર વિશાખા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૩ સુધી (તા. ૨૬મી) પછી અનુરાધા. ચંદ્ર તુલામાં રાત્રે ક. ૨૦-૦૦ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિંછુડો પ્રારંભ ક. ૨૦-૦૦. શુભ કાર્ય વર્જ્ય છે.

શુક્રવાર, ચૈત્ર વદ-૨ તા. ૨૬મી, નક્ષત્ર અનુરાધા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૯ સુધી (તા. ૨૭મી) પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિંછુડો, વિષ્ટિ ક. ૨૦-૦૪ થી. બુધ માર્ગી. શુભ દિવસ.

શનિવાર, ચૈત્ર વદ-૩ તા. ૨૭મી, નક્ષત્ર જયેષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૭ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૭ સુધી (તા. ૨૮મી), પછી ધનુ રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ક. ૨૨-૨૪. વિંછુડો સમાપ્તિ ક. ૨૮-૨૭. સૂર્ય ભરણી નક્ષત્રમાં ક. ૧૨-૫૬. વિષ્ટિ ક. ૦૮-૧૮ સુધી, શ્રી દુર્ગાદેવી રથોત્સવ અંજરાલે (રત્નાગિરિ). સામાન્ય દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress