ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૪-૪-૨૦૨૪ થી તા. ૨૦-૪-૨૦૨૪

રવિવાર, ચૈત્ર સુદ-૬, વિ. સં. ૨૦૮૦, તા. ૧૪મી એપ્રિલ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૪ સુધી (તા. ૧૫મી), પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. સૂર્ય છઠ્ઠ, સ્કંદ છઠ્ઠ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી. યમુના જયંતી, શુભ દિવસ.

સોમવાર, ચૈત્ર સુદ-૭, તા. ૧૫મી, નક્ષત્ર પુનર્વસુ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૪ સુધી (તા. ૧૬), પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં રાત્રે ક. ૨૦-૩૮ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. અશોકકલિકા પ્રાશન, જૈન શાશ્ર્વતી આયંબિલ ઓળી, અઠ્ઠાઈ પ્રારંભ, વિષ્ટિ ક. ૧૨-૧૧ થી ૨૪-૪૧. સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા. (બપોરે ક. ૧૨-૧૨ સુધી શુભ).

મંગળવાર, ચૈત્ર સુદ-૮, તા. ૧૬મી, નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ૨૯-૧૫ સુધી (તા. ૧૭મી) પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, ભવાની ઉત્ત્પતિ, અશોકાષ્ટમી. શ્રી અન્નપૂર્ણા અષ્ટમી. શુભ દિવસ.

બુધવાર, ચૈત્ર સુદ-૯, તા. ૧૭મી, નક્ષત્ર આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. શ્રી રામનવમી, શ્રી સ્વામીનારાયણ જયંતી, ચૈત્રી નવરાત્રિ સમાપ્તિ. સામાન્ય દિવસ.

ગુરુવાર, ચૈત્ર સુદ-૧૦, તા. ૧૮મી, નક્ષત્ર આશ્ર્લેષા સવારે ક. ૦૭-૫૬ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં સવારે ક. ૦૭-૫૬ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. ધર્મરાજ દસમી. લગ્ન, વાસ્તુકળશ, ભૂમિ ખાત. શુભ દિવસ.

શુક્રવાર, ચૈત્ર સુદ-૧૧, તા. ૧૯મી, નક્ષત્ર મઘા સવારે ક. ૧૦-૫૬ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. કામિકા એકાદશી, શ્રી કૃષ્ણ ડોલોત્સવ, સૂર્ય સાર્યન વૃષભ રાશિ પ્રવેશ, સૌર ગ્રીષ્મૠતુ પ્રારંભ.વિષ્ટિ ક. ૦૬-૪૬ થી ૨૦-૦૪. વાસ્તુકળશ, શુભ દિવસ.

શનિવાર, ચૈત્ર સુદ-૧૨, તા. ૨૦મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની બપોરે ક. ૧૪-૦૩ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં રાત્રે ક. ૨૦-૫૦ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. વામન દ્વાદશી, મદન દ્વાદશી વિષ્ણુ દમનોત્સવ. લગ્ન, શુભ દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી