ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૭-૩-૨૦૨૪ થી તા. ૨૩-૩-૨૦૨૪

રવિવાર, ફાલ્ગુન સુદ-૮, વિ. સં. ૨૦૮૦, તા. ૧૭મી માર્ચ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મૃગશીર્ષ સાંજે ક. ૧૬-૪૬ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૪૧, સૂર્ય ઉત્તરા ભાદ્રપદામાં રાત્રે ક. ૨૦-૫૬. સવારે ક.૯-૪૧ પછી શુભ

સોમવાર, ફાલ્ગુન સુદ-૯, તા. ૧૮મી, નક્ષત્ર આર્દ્રા સાંજે ક. ૧૮-૧૦ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. શ્રી હરિજયંતી. શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, ફાલ્ગુન સુદ-૧૦, તા. ૧૯મી, નક્ષત્ર પુનર્વસુ રાત્રે ક. ૨૦-૦૯ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં બપોરે ક. ૧૩-૩૬ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. ફાગુદશમી (ઓરિસ્સા), શુભ દિવસ.

બુધવાર, ફાલ્ગુન સુદ-૧૧, તા. ૨૦મી, નક્ષત્ર પુષ્ય રાત્રે ક. ૨૨-૩૭ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. આમલકી એકાદશી (આમલા), શનિ પૂર્વમાં ઉદય થાય છે. સૂર્ય સાયન મેષમાં સવારે ક. ૦૮-૩૮. ઉત્તર ગોલારંભ, વિષુવદિન, ભદ્રા બપોરે ક. ૧૩-૨૦થી ક. ૨૬-૨૨. શુભ દિવસ.

ગુરુવાર, ફાલ્ગુન સુદ-૧૨, તા. ૨૧મી, નક્ષત્ર આશ્ર્લેષા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૬ સુધી (તા. ૨૨મી), પછી મઘા. ચંદ્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૬ સુધી (તા. ૨૨મી), પછી સિંહ રાશિ પર જન્માક્ષર. તિથિવાસર સવારે ક. ૦૮-૫૯ સુધી, ગોવિંદ દ્વાદશી, ભારતીય ચૈત્ર માસારંભ, ભારતીય નવું વર્ષ ૧૯૪૬ પ્રારંભ, પારસી જમશેદી નવરોઝ. શુભ દિવસ.

શુક્રવાર, ફાલ્ગુન સુદ-૧૩, તા. ૨૨મી, નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૭ સુધી (તા. ૨૩મી) પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. પ્રદોષ, ત્રયોદશી વૃદ્ધિતિથિ છે.શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, ફાલ્ગુન સુદ-૧૩, તા. ૨૩મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. શુભ દિવસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button