ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૮-૨-૨૦૨૪ થી તા. ૨૪-૨-૨૦૨૪

રવિવાર, માઘ સુદ-૯, વિ. સં. ૨૦૮૦, તા. ૧૮મી ફેબ્ર્ાુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રોહિણી સવારે ક. ૦૯-૨૨ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં રાત્રે ક. ૨૧-૫૩ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર.શ્રી હરિજયંતી (સ્વામિનારાયણ મંદિરોમાં) લગ્ન, ઉપનયન. સામાન્ય દિવસ.

સોમવાર, માઘ સુદ-૧૦, તા. ૧૯મી, નક્ષત્ર મૃગશીર્ષ સવારે ક. ૧૦-૩૨ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. ભક્ત પુંડલિક મહોત્સવ (પંઢરપુર), છ. શિવાજી જયંતી (તારીખ મુજબ), સૂર્ય સાયન મીનમાં સવારે ક. ૦૯-૪૪. સૌર વસંતૠતુ પ્રારંભ. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૧૮. બુધ કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૩૦-૦૨ (તા. ૨૦), સૂર્ય શતતારામાં મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૧ (તા. ૨૦). લગ્ન, ઉપનયન, ભૂમિ ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. શુભ દિવસ.

મંગળવાર, માઘ સુદ-૧૧, તા. ૨૦મી, નક્ષત્ર આર્દ્રા બપોરે ક. ૧૨-૧૨ સુધી. પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. જયા એકાદશી (શેરડી), ભારતીય ફાલ્ગુન માસારંભ, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૫૫. ઉપનયન. શુભ દિવસ.

બુધવાર, માઘ સુદ-૧૨, તા. ૨૧મી, નક્ષત્ર પુનર્વસુ બપોરે ક. ૧૪-૧૭ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં સવારે ક. ૦૭-૪૩ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. ભીષ્મ દ્વાદશી, પ્રદોષ. ઉપનયન, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. શુભ દિવસ.

ગુરુવાર, માઘ સુદ-૧૩, તા. ૨૨મી, નક્ષત્ર પુષ્ય સાંજે ક. ૧૬-૪૨ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. વિશ્ર્વકર્મા જયંતી, કલ્પાદિ, મોઢેશ્ર્વરી માતાનો પાટોત્સવ (મોઢેરા), ડેઝર્ટ ઉત્સવ – ત્રણ દિવસ (જેસલમેર), ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ સૂર્યોદયથી સાંજે ક. ૧૬-૪૨ (વિવાહે વર્જ્ય). ભૂમિ ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.

શુક્રવાર, માઘ સુદ-૧૪, તા. ૨૩મી, નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૧૯-૨૪ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૧૯-૨૪ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. વ્રતની પૂનમ, કુલધર્મ, અગ્નિ ઉત્સવ (ઓરિસ્સા), ભદ્રા બપોરે ક. ૧૫-૩૩થી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૪ (તા. ૨૪). શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, માઘ સુદ-૧૫, તા. ૨૪મી, નક્ષત્ર મઘા રાત્રે ક. ૨૨-૨૦ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. માઘી પૂર્ણિમા, માઘસ્નાન સમાપ્તિ, ગુરુ રવિદાસ જયંતી, અન્વાધાન, માઘી માસમ (દક્ષિણ ભારત). લગ્ન, ભૂમિ ખાત. શુભ દિવસ.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”