સાપ્તાહિક દૈનંદિની
તા. ૧-૧૦-૨૦૨૩ થી તા. ૭-૧૦-૨૦૨૩
રવિવાર, ભાદ્રપદ વદ-૨, તા. ૧લી, ૨૦૨૩. નક્ષત્ર અશ્ર્વિની રાત્રે ક. ૧૯-૨૭ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. તૃતીયા શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૦-૩૪, બુધ ક્ધયામાં રાત્રે ક. ૨૦-૩૪. શુક્ર માર્ગી થઈને સિંહમાં ક. ૨૪-૫૮ (તા. ૨)
સોમવાર, ભાદ્રપદ વદ-૩, તા. ૨જી, નક્ષત્ર ભરણી સાંજે ક. ૧૮-૨૩ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં મધ્યરાત્રે ક. ૨૪-૧૪ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. ચતુર્થી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય રાત્રે ક. ૨૦-૩૮. ચતુર્થી ક્ષય તિથિ છે. મહાત્મા ગાંધી જયંતી, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૭-૩૬.
મંગળવાર, ભાદ્રપદ વદ-૫, તા. ૩જી, નક્ષત્ર કૃત્તિકા સાંજે ક. ૧૮-૦૩ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. પંચમી શ્રાદ્ધ, કૃત્તિકા શ્રાદ્ધ, ઈદે મૌલુદ (મુસ્લિમ), મંગળ તુલામાં સાંજે ક. ૧૭-૫૬.
બુધવાર, ભાદ્રપદ વદ-૬, તા. ૪થી, નક્ષત્ર રોહિણી સાંજે ક. ૧૮-૨૮ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. ષષ્ઠી શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૧
ગુરુવાર, ભાદ્રપદ વદ-૭, તા. ૫મી, નક્ષત્ર મૃગશીર્ષ રાત્રે ક. ૧૯-૩૯ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર વૃષભમાં સવારે ક. ૦૬-૫૮ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. સપ્તમી શ્રાદ્ધ, સપ્તમી વૃદ્ધિતિથિ છે. ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૮-૦૧.
શુક્રવાર, ભાદ્રપદ વદ-૭, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર આર્દ્રા રાત્રે ક. ૨૧-૩૦ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. અષ્ટમી શ્રાદ્ધ, કાલાષ્ટમી, મહાલક્ષ્મી વ્રત સમાપન, બુધ પૂર્વમાં અસ્ત
થાય છે.
શનિવાર, ભાદ્રપદ વદ-૮, તા. ૭મી, નક્ષત્ર પુનર્વસુ રાત્રે ક. ૨૩-૫૬ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં સાંજે ક. ૧૭-૧૭ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. નવમી શ્રાદ્ધ, સૌભાગ્યવતીનું શ્રાદ્ધ. ઉ