ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૧-૨-૨૦૨૪ થી તા. ૧૭-૨-૨૦૨૪

રવિવાર, માઘ સુદ-૨, વિ. સં. ૨૦૮૦, તા. ૧૧મી ફેબ્ર્ાુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર શતભિષા સાંજે
ક. ૧૭-૩૮ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. ચંદ્રદર્શન મુ. ૩૦, સામ્યાર્ઘ, ઉત્તર
શૃંગોન્નતિ ૯ અંશ, પંચક, શુક્ર મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૫૪. શુભ દિવસ. ઉપનયન,સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ.

સોમવાર, માઘ સુદ-૩, તા. ૧૨મી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા બપોરે ક. ૧૪-૫૬ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં સવારે ક. ૦૯-૩૫ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. તિલકુંદ ચતુર્થી, મુસ્લિમ ૮મો શાબાન, પારસી ૭મો મહેર માસારંભ, પંચક, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૧. શુભ દિવસ. લગ્ન, ઉપનયન, ભૂમિ-ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા વાસ્તુકળશ

મંગળવાર, માઘ સુદ-૪, તા. ૧૩મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા બપોરે ક. ૧૨-૩૪ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી – અંગારક યોગ, શ્રી ગણેશ જયંતી, વરદ્ ચતુર્થી, પંચક, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૪-૪૩, સૂર્ય કુંભમાં બપોરે ક. ૧૫-૪૪. મું. ૩૦, સામ્યાર્ઘ, સંક્રાંતિ પુણ્યકાળ ૦૯-૨૦ થી ૧૫-૪૪. સામાન્ય દિવસ.લગ્ન.

બુધવાર, માઘ સુદ-૫, તા. ૧૪મી, નક્ષત્ર રેવતી સવારે ક. ૧૦-૪૨ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં
સવારે ક. ૧૦-૪૨ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. વસંત પંચમી, સરસ્વતી પૂજા, શ્રી પંચમી, આચાર્ય સુંદર સાહેબ જયંતી (સચ્ચિદાનંદ સંપ્રદાય),પંચક સમાપ્તિ ૧૦-૪૪. શુભ દિવસ.લગ્ન,ઉપનયન,ભૂમિ-ખાત, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા.

ગુરુવાર, માઘ સુદ-૬, તા. ૧૫મી, નક્ષત્ર અશ્ર્વિની સવારે ક. ૦૯-૨૫ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. મન્વાદિ, શીતલા ષષ્ઠી (બંગાળ), શનિ પશ્ર્ચિમમાં અસ્ત થાય છે. સામાન્ય દિવસ.ભૂમિ-ખાત, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા.

શુક્રવાર, માઘ સુદ-૭, તા. ૧૬મી, નક્ષત્ર ભરણી સવારે ક. ૦૮-૪૬ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં
બપોરે ક. ૧૪-૪૨ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી, વિધાન સપ્તમી, ચંદ્રભાગા સપ્તમી, (ઓરિસ્સા), ભીમાષ્ટમી, ભદ્રા સવારે ક. ૦૮-૫૫થી રાત્રે ક. ૨૦-૩૧. શુભ દિવસ.ભૂમિ-ખાત, વાસ્તુકળશ.

શનિવાર, માઘ સુદ-૮, તા. ૧૭મી, નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૦૮-૪૫ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, ખોડિયારમા જયંતી, શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ ૦૮-૪૬થી સૂર્યોદય (પ્રયાણે વર્જ્ય). શુભ દિવસ. લગ્ન,ભૂમિ, ખાત, વાસ્તુકળશ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…