ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૧-૧-૨૦૨૪ થી તા. ૨૭-૧-૨૦૨૪

રવિવાર, પૌષ સુદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨૧મી જાન્યુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રોહિણી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૫૧ સુધી (તા. ૨૨મી) પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. પુત્રદા એકાદશી (છાશ), મન્વાદિ, ભારતીય માઘ માસારંભ, ભદ્રા સવારે ક. ૦૭-૨૭ થી રાત્રે ક. ૧૯-૨૭. શુભ દિવસ.લગ્ન,સર્વદેવ પ્રતિષ્ઠા.

સોમવાર, પૌષ સુદ-૧૨, તા. ૨૨મી, નક્ષત્ર મૃગશીર્ષ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૫૭ સુધી (તા. ૨૩મી) પછી આર્દ્રા. ચંદ્ર વૃષભમાં સાંજે ક. ૧૬-૨૨ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. લગ્ન,ભૂમી-ખાત સર્વદેવ પ્રતિષ્ઠા.વાસ્તુ-કળશ,શુભ દિવસ.

મંગળવાર, પૌષ સુદ-૧૩, તા. ૨૩મી, નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૨૫ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. ભોમ પ્રદોષ, નેતાજી જયંતી. શુભ કાર્ય વર્જ્ય છે.

બુધવાર, પૌષ સુદ-૧૪, તા. ૨૪મી, નક્ષત્ર પુનર્વસુ. ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૬ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૪૯. સૂર્ય શ્રવણમાં રાત્રે ક. ૨૨-૩૨. શુભ કાર્ય વર્જ્ય છે.

ગુરુવાર, પૌષ સુદ-૧૫, તા. ૨૫મી, નક્ષત્ર પુનર્વસુ સવારે ક. ૦૮-૧૫ સુધી, પછી પુષ્ય. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. વ્રતની પૂનમ, પૌષી પૂનમ, શાકંભરી પૂર્ણિમા, માઘ સ્નાનારંભ, અંબાજીનો પ્રાગ્ટયોત્સવ, અન્વાધાન, પુષ્યાભિષેક યાત્રા, હઝરતઅલી જન્મદિન (મુસ્લિમ). ગુરુપુષ્યામૃતસિદ્ધિયોગ સવારે ક. ૦૮-૧૭થી સૂર્યોદય (વિવાહે વર્જ્ય), ભદ્રા સમાપ્તિ સવારે ક. ૧૦-૩૩. શુભ દિવસ.

શુક્રવાર, પૌષ વદ-૧, તા. ૨૬મી, નક્ષત્ર પુષ્ય સવારે ક. ૧૦-૨૭ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, ગણરાજ્ય દિન, ફ્લોટીંગ ફેસ્ટિવલ, થૈ પુષ્પમ્ (દક્ષિણ ભારત). (સવારે ક. ૧૦-૨૭ સુધી શુભ )

શનિવાર, પૌષ વદ-૨, તા. ૨૭મી, નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૩-૦૦ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં બપોરે ક. ૧૩-૦૦ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. હર્ષલ માર્ગી . લગ્ન,સામાન્ય દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…