ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૪-૧-૨૦૨૪ થી તા. ૨૦-૧-૨૦૨૪

રવિવાર, પોષ સુદ-૩, વિ. સં. ૨૦૮૦, તા. ૧૪મી જાન્યુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૧૦-૨૧ સુધી, પછી શતભિષા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, ચતુર્થી ક્ષયતિથિ છે. પંચક, ભદ્રા સાંજે ક. ૧૮-૨૭થી ૨૮-૫૯. સૂર્ય મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૪. મુ. ૧૫ મહર્ઘ, ભોગી (દક્ષિણ ભારત). શુભ કાર્ય વર્જ્ય છે.

સોમવાર, પોષ સુદ-૫, તા. ૧૫મી, નક્ષત્ર શતભિષા સવારે ક. ૦૮-૦૬ સુધી, પછી પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૦૯ સુધી (તા. ૧૬), પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૪-૩૬ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. મકરસંક્રાંતિ, પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત, ધનુર્માસ સમાપ્તિ, મકરાદિ સ્નાન, તૈલ સંક્રાંતિ, માઘબિહુ (આસામ), તૈપોંગલ-પોંગલ (દક્ષિણ ભારત), પંચક. શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, પોષ સુદ-૬, તા. ૧૬મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૭ સુધી (તા. ૧૭મી), પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. કરિદિન, અનરુપા ષષ્ઠી (બંગાળ), મત્તુ પોંગલ (દક્ષિણ ભારત), પંચક. શુભ કાર્ય વર્જ્ય છે.

બુધવાર, પોષ સુદ-૭, તા. ૧૭મી, નક્ષત્ર રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૩ સુધી (તા. ૧૮મી) પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૩ સુધી (તા. ૧૮મી), પછી મેષ રાશિ પર જન્માક્ષર. ગુરુ ગોવિંદસિંહ જયંતી, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૨-૦૮. પંચક સમાપ્તિ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૪. ભૂમિ-ખાત, શુભ દિવસ. ભૂમિ-ખાત, લગ્ન, વાસ્તુ-કળશ.

ગુરુવાર, પોષ સુદ-૮, તા. ૧૮મી, નક્ષત્ર અશ્ર્વિની મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૭ સુધી (તા. ૧૯મી), પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, શાકંભરી નવરાત્રારંભ, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૨૧. શુક્ર ધનમાં રાત્રે ક. ૨૦-૫૭. ભૂમિ-ખાત, ભૂમિ-ખાત, વાસ્તુ-કળશ, શુભ દિવસ.

શુક્રવાર, પોષ સુદ-૯, તા. ૧૯મી, નક્ષત્ર ભરણી મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૯ સુધી (તા. ૨૦મી), પછી કૃત્તિકા. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. શ્રી હરિજયંતી, શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, પોષ સુદ-૧૦, તા. ૨૦મી, નક્ષત્ર કૃત્તિકા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૮ સુધી (તા. ૨૧) પછી રોહિણી. ચંદ્ર મેષમાં સવારે ક. ૦૮-૫૨ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. શાંબ દસમી – સૂર્યપૂજા (ઓરિસ્સા), સૂર્ય સાયન કુંભમાં રાત્રે ક. ૧૯-૩૮. શનિ રોહિણી અમૃતસિદ્ધિયોગ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૦થી સૂર્યોદય (પ્રયાણે વર્જ્ય). ભૂમિ-ખાત, શુભ દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો…