ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૭-૧-૨૦૨૪ થી તા. ૧૩-૧-૨૦૨૪

રવિવાર, માર્ગશીર્ષ વદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૭મી જાન્યુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર વિશાખા રાત્રે ક. ૨૨-૦૭ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં સાંજે ક. ૧૬-૦૧ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. સફલા એકાદશી (તલ), અન્નપૂર્ણા વ્રત સમાપ્ત, વિંછુડો પ્રારંભ સાંજે ક. ૧૬-૦૧ બુધ ધનુમાં રાત્રે ક. ૨૦-૫૩. સામાન્ય દિવસ

સોમવાર, માર્ગશીર્ષ વદ-૧૨, તા. ૮મી, નક્ષત્ર અનુરાધા રાત્રે ક. ૨૨-૦૨ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિંછુડો. લગ્ન, ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુ કળશ. શુભ દિવસ.

મંગળવાર, માર્ગશીર્ષ વદ-૧૩, તા. ૯મી, નક્ષત્ર જયેષ્ઠા રાત્રે ક. ૨૧-૧૦ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં રાત્રે ક. ૨૧-૧૦ સુધી પછી ધનુ રાશિ પર જન્માક્ષર. ભોમ પ્રદોષ, શિવરાત્રિ, વિંછુડો સમાપ્તિ રાત્રે ક. ૨૧-૧૦. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૨-૨૪. શુભ દિવસ.

બુધવાર, માર્ગશીર્ષ વદ-૧૪, તા. ૧૦મી, નક્ષત્ર મૂળ રાત્રે ક. ૧૯-૩૯ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૨૧. શુભ કાર્ય વર્જ્ય છે.

ગુરુવાર, માર્ગશીર્ષ વદ-૩૦, તા. ૧૧મી, નક્ષત્ર પૂર્વાષાઢા સાંજે ક. ૧૭-૩૮ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૨૩-૦૪ સુધી પછી મકર રાશિ પર જન્માક્ષર. દર્શઅમાવસ્યા, પાવાગઢ યાત્રા, કાલબાદેવી યાત્રા (મુંબઈ), અન્વાધાન, વાકુલા અમાવસ્યા (ઓરિસ્સા), મંગળ પૂર્વમાં ઉદય, સૂર્ય ઉત્તરાષાઢામાં ૨૦-૧૪. શુભ કાર્ય વર્જ્ય છે.

શુક્રવાર, પૌષ સુદ-૧, તા. ૧૨મી, નક્ષત્ર ઉત્તરાષાઢા બપોરે ક. ૧૫-૧૭ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, ચંદ્રદર્શન, મું. ૩૦, સામ્યાર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ, ૩૩ અંશ, સ્વામી વિવેકાનંદ જયંતી. શુભ દિવસ.

શનિવાર, પૌષ સુદ-૨, તા. ૧૩મી, નક્ષત્ર શ્રવણ બપોરે ક. ૧૨-૪૮ સુધી, પછી ધનિષ્ઠા. ચંદ્ર મકરમાં રાત્રે ક. ૨૩-૩૪ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. લોહરી (કાશ્મીર), મુસ્લિમ ૭મો રજજબ માસારંભ, પારસી ૬ઠ્ઠો શહેરેવર માસારંભ, પંચક પ્રારંભ રાત્રે ક. ૨૩-૩૪. ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. શુભ દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…