ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૭-૧૨-૨૦૨૩ થી તા. ૨૩-૧૨-૨૦૨૩

રવિવાર, માર્ગશીર્ષ સુદ-૫, વિક્રમ સંવત. ૨૦૮૦, તા. ૧૭મી ડિસેમ્બર, ઈ.સ. ૨૦૨૩. નક્ષત્ર ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૩ સુધી (તા. ૧૮મી), પછી શતભિષા. ચંદ્ર મકરમાં બપોરે ક. ૧૫-૪૪ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. નાગપંચમી, બુધ પશ્ર્ચિમમાં અસ્ત થાય છે. પંચક પ્રારંભ બપોરે ક. ૧૫-૪૪. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. શુભ દિવસ.

સોમવાર, માર્ગશીર્ષ સુદ-૬, તા. ૧૮થી, નક્ષત્ર શતભિષા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૧ સુધી (તા. ૧૯મી) પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. સ્કંદષષ્ઠી, ચંપાષષ્ઠી, માર્તંડભૈરવોત્થાપન, અન્નપૂર્ણા વ્રતારંભ, સુબ્ર્ાણ્યમ્ ષષ્ઠી (દક્ષિણ ભારત), મિત્ર સપ્તમી, પંચક, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. શુભ દિવસ.

મંગળવાર, માર્ગશીર્ષ સુદ-૭, તા. ૧૯મી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રે ક. ૨૪-૦૧ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં સાંજે ક. ૧૮-૨૦ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. પંચક, ભદ્રા બપોરે ક. ૧૩-૦૬ થી મધ્યરાત્રે ક. ૨૪-૦૮, વાસ્તુકળશ. સામાન્ય દિવસ.

બુધવાર, માર્ગશીર્ષ સુદ-૮, તા. ૨૦મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રાત્રે ક. ૨૨-૫૭ સુધી, પછી રેવતી. ચંદ્ર પર મીન રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી, કલ્પાદિ, પંચક, લગ્ન, શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, માર્ગશીર્ષ સુદ-૬, તા. ૨૧મી, નક્ષત્ર રેવતી રાત્રે ક. ૨૨-૦૮ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં રાત્રે ક. ૨૨-૦૮ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. શ્રી હરિ જયંતી, પંચક સમાપ્તિ રાત્રે ક. ૨૨-૦૯, લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. શુભ કાર્ય વર્જ્ય છે.

શુક્રવાર, માર્ગશીર્ષ સુદ-૧૦, તા. ૨૨મી, નક્ષત્ર અશ્ર્વિની રાત્રે ક. ૨૧-૩૫ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. મોક્ષદા સ્માર્ત એકાદશી (રાજગરો), ગીતાજયંતી, ભારતીય પૌષ માસારંભ. સૂર્ય સાયન મકરમાં ૦૮-૫૮, ઉત્તરાયણ સૌર શિશિરૠતુ પ્રારંભ., ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૪૧, ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. શુભ દિવસ.

શનિવાર, માર્ગશીર્ષ સુદ-૧૧, તા. ૨૩મી, નક્ષત્ર ભરણી રાત્રે ક. ૨૧-૧૮ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૬ સુધી (તા. ૨૪મી), પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. મોક્ષદા ભાગવત એકાદશી (રાજગરો), વૈકુંઠ એકાદશી (દક્ષિણ ભારત), દ્વાદશી ક્ષય તિથિ છે. અખંડ દ્વાદશી, દાન દ્વાદશી (ઓરિસ્સા), ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૭-૨૪. શુભ કાર્ય વર્જ્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…