ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૦-૧૨-૨૦૨૩ થી તા. ૧૬-૧૨-૨૦૨૩

રવિવાર, કાર્તિક વદ-૧૨, તા. ૧૦મી ડિસેમ્બર, ૨૦૨૩. નક્ષત્ર સ્વાતિ સવારે ક. ૧૧-૪૯ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. પ્રદોષ. શુભ દિવસ.

સોમવાર, કાર્તિક વદ-૧૩, તા. ૧૧મી, નક્ષત્ર વિશાખા બપોરે ક. ૧૨-૧૩ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં સવારે ક. ૦૬-૧૧ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. શિવરાત્રિ, ચતુર્દશી ક્ષય તિથિ છે. શ્રી જ્ઞાનેશ્ર્વર મહારાજ પુણ્યતિથિ, વિંછુડો, ભદ્રા સવારે ક. ૦૭-૧૦થી સાંજે ક. ૧૮-૫૧. વિંછુડો પ્રારંભ સવારે ક. ૦૬-૧૧. શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, કાર્તિક વદ-૩૦, તા. ૧૨મી, નક્ષત્ર અનુરાધા સવારે ક. ૧૧-૫૬ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. દર્શ અમાવસ્યા, અન્વાધાન, શ્રી રંગઅવધૂત પુણ્યતિથિ (નારેશ્ર્વર), વિંછુડો. શુભ કાર્ય વર્જ્ય છે.

બુધવાર, માર્ગશીર્ષ સુદ-૧, તા. ૧૩મી, નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૧૧-૦૪ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં સવારે ક. ૧૧-૦૪ સુધી પછી ધનુ રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, માર્તંડ ભૈરવષડ્રાત્રૌત્સવારંભ, વિંછુડો સમાપ્તિ સવારે ક. ૧૧-૦૪. બુધ વક્રી બપોરે ક. ૧૨-૪૦. સામાન્ય દિવસ.

ગુરુવાર, માર્ગશીર્ષ સુદ-૨, તા. ૧૪મી, નક્ષત્ર મૂળ સવારે ક. ૦૯-૪૬ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. ચંદ્રદર્શન મું. ૩૦ સામ્યાર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ ૪૧ અંશ, પારસી ૫મો અમરદાદ માસારંભ. લગ્ન મુહૂર્ત, ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ શુભ દિવસ.

શુક્રવાર, માર્ગશીર્ષ સુદ-૩, તા. ૧૫મી, નક્ષત્ર પૂર્વાષાઢા સવારે ક. ૦૮-૦૯ સુધી, પછી ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૨૪ સુધી (તા. ૧૬મી), પછી શ્રવણ. ચંદ્ર ધનુમાં બપોરે ક. ૧૩-૪૪ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. મુસ્લિમ (૬ઠ્ઠો) જમાદુસ્સાની પ્રારંભ. લગ્ન મુહૂર્ત,ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. શુભ દિવસ.

શનિવાર, માર્ગશીર્ષ સુદ-૪, તા. ૧૬મી, નક્ષત્ર શ્રવણ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૬ સુધી (તા. ૧૭મી), પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, ભદ્રા સવારે ક. ૦૯-૧૫થી રાત્રે ક. ૨૦-૦૦. સૂર્ય મૂળ અને ધનુમાં ૧૫-૫૭. મુહુર્ત ૩૦ સામ્યાર્ઘ, સંક્રાંતિ પુણ્યકાળ બપોરે ક. ૧૫-૫૭થી સૂર્યાસ્ત. ધનુર્માસારંભ, વાસ્તુકળશ. શુભ કાર્ય વર્જ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button