ઉત્સવ

સોશિયલ મીડિયામાંથી સંપત્તિ સર્જન: યહા બનેગી અપની બાત…

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

એક સર્વે એવું કહે છે કે, દૈનિક ધોરણે ૩ બિલિયન લોકો ‘ફેસબુક’ પર ૪૦ મિનિટથી વધારે સમય સુધી ઓનલાઈન રહે છે. સર્ફ કરે છે-કોમેન્ટ લાઈક ને શેર કરે છે, જેમાંથી ૧ બિલિયન લોકો શોર્ટ વિડિયો જુવે છે. જ્યારે એ આંકના ૭૦ ટકા લોકોને લોંગ વિડિયો વધારે પસંદ છે. આ તો થઈ દુનિયાની વાત. હવે આવીએ ભારતમાં….

ભારતમાં દૈનિક ધોરણ પર ‘ફેસબુક’માં લોંગ વિડિયો એટલે કે, ક્લિપ, ફિલ્મની ક્લિપિંગ, ડાયલોગ્સ, હેલ્થ ટિપ્સ, લાઈફસ્ટાઈલ, ટ્રાવેલ્સ વિડિયો, ફૂડ અને છેલ્લે બિઝનેસ ટિપ્સ અંગેની રીલ્સ કે ક્લિપ સૌથી વધારે જોવાય છે.

સિકકાની બીજી બાજુ જોઈએ તો જેટલા ફ્રેન્ડ્સ હોય છે એમાંથી બધાની અપડેટ્સ આવતી નથી. એક સર્વે અનુસાર ૨૦ ટકા સિબલિંગ્સ કે ફ્રેન્ડ અપડેટ્સ હોય છે બાકીની પ્રોમો અને એડ હોય છે. આ પ્રમાણે ૯૫ ટકા લોકોના ‘ફેસબુક’ વોલ અપડેટ રહેલા હોય છે. એક અલગરિધમ અનુસાર ‘ફેસબુક’ રિજીયન અનુસાર એક સ્ટ્રેટજી ફોલો કરે છે, જેમાં લોકલ બિઝનેસથી લઈને એ પ્રદેશમાં લોકોને ગમતી વસ્તુનું સજેશન હોય છે. ‘ફેસબુકે’ તાજેતરમાં જ એક માર્કેટ રિસર્ચ ટીમ હાયર કરી છે. એનું કામ જે તે એકાઉન્ટ પર યુઝરને ગમતી વસ્તુને એના રસના વિષયો સાથે જોડી બન્ને બાજુથી રોકડી કરવાનું છે. આમા પણ ટાર્ગેટ આપેલા હોય છે. હવે રવિવારની હળવાશમાં આવા માથાના વાળ સાથે દિમાગી તાર ખેંચાય એવું ક્યાં વાંચી નાંખ્યું? એવું થતું હશે, પણ રોકડા કમાવવાનું ડિજિટલ પ્લેટફોર્મ ‘ફેસબુક’ અને ‘ઈન્સ્ટાગ્રામ’ કેવું ગજબનું માઈન્ડ વાપરીને પૈસા કમાય છે એની વાત કરવી છે.

ગ્રોથ ઈઝ મસ્ટ… લેટ્સ ટોક ઓન ધ મેઇન પોઈન્ટ- મૂળ વાત પર આવીએ
આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલના એક રિપોર્ટ અનુસાર ‘ફેસબુક’ પછી ‘ઈન્સ્ટાગ્રામ’ અને મેસેન્જરમાં સૌથી વધારે ટ્રાફિક રહે છે. ગમે તેવો વિવાદ હોય કે, વિવાદીત પોસ્ટથી કોઈનું ડિજિટલ માધ્યમ પર વસ્ત્રાહરણ થયું હોય, વાત વાયરલની હોય કે, વિખવાદની. હર ચીઝ પર પૈસા કમાતા હૈ ‘ફેસબુક’ . વાત માત્ર કમાણીથી અટકતી નથી. ‘ગ્રોથ વીથ પ્રોપર ગાઈડ એન્ડ ગેન વીથ ગુડ રેવન્યૂ’ ની ટેગલાઈન પર ચાલે છે ‘ફેસબુક’ ઓફિસ.

વર્ષ ૨૦૨૮માં જ્યારે ‘ફેસબુક’ રેવન્યૂ ૫૫.૮ યુએસ બિલિયન ડોલર સુધી પહોંચી ત્યારે કોઈ જ પાર્ટી-શાર્ટીના પદારા વગર એની ટીમને મસ્ત ઈન્ક્રિમેન્ટ આપીને કંપનીએ એના મેન પાવરને એ મેઇન પાવર છે એવો ખુશી ખુશી મખમલી અહેસાસ કરાવી દીધો હતો. ધીસ ઈઝ માર્ક ઝુકરબર્ગ…. એક સમયે આ ભાઈ પર કાળી ટિલ્લી એ લાગી હતી કે, એની કંપની યુઝરની પર્સનલ વિગત જે તે રાજકીય પાર્ટી કે મહાકાય કંપનીઓને વેચીને વેપલો કરે છે. ભરી કોર્ટમાં એના બિઝનેલ મોડેલને જાહેર કરવા દબાણ કરાયું હતું. એ સમયે આ ચાલાક અમેરિકને કહ્યું હતું ‘વી રન એડ્સ. …અમે જાહેરાત રન કરીને પૈસા કમાઈએ છીએ’ હવે સીધો ને સરળ સવાલ એ થાય કે, ‘ફેસબુક’ માં લોગઈનથી લઈ પેજ બનાવવા સુધી બધુ ફ્રી છે તો આને એડના પૈસા કેમ મળતા હૈશે? અમેરિકામાં માર્કેટિંગ કરનાર એક વિદ્યાર્થીએ રિપોર્ટ લખ્યો હતો કે, મોટા કદની કંપનીઓ ફેસબુક’ને પ્રોમો કરવાના પૈસા આપે છે. એડ સજેશન માટે એને ડોલરમાં રકમ મળે છે, જે કરોડોમાં હોય છે.

એડનો આંક વર્ષ પહેલાની વાત છે એટલે કે, વર્ષ ૨૦૨૩માં ૧૦ મિલિયન જેટલી ‘ફેસબુક’ પાસે એડ રજીસ્ટર્ડ થયેલી હતી. હવે આટલું વાંચ્યા બાદ સવાલ થશે કે, એડ આવે છે ક્યાં? સીધો જવાબ છે વિડિયોમાં. ‘ફેસબુક’ કંપની વિડિયો
એડનું વેરિફિકેશન કરે છે. પછી જે તે રિજીયનના સોર્સ તપાસે છે. પછી વિડિયો એડ હોય તો જ એને લે છે. કારણ કે, સ્ટ્રિમિંગ પ્લેટફોર્મનું એક પોતે પણ રેન્ટલ ચૂકવે છે. જ્યારે આપણે કોઈ રિલ્સ, ક્લિપિંગ કે વીડિયો જોઈએ છીએ ત્યારે એક ચોક્કસ સમયના વચ્ચગાળામાં એ પ્લે થાય છે. ૨૭ મિનિટના વિડિયોમાં તે ૩ મિનિટ બાદ ઓટોમેટિક એડ પ્લે કરી દે છે. આ એવી જાહેરખબર હોય છે જેને કોઈ જ યુઝર્સ સ્કિપ કરી શકતો નથી. વિડિયો આખો સ્કિપ કરી દો તો એમાં પણ એ જ એડ આવે છે બસ, વિષય જુદો પડે છે. જો કોઈ એવું કહેતું હોય કે ટ્રાફિક પરથી ‘ફેસબુક’ કોન્ટેટ જોવે છે તો એ વાત અહીં ખોટી પડે, કારણ કે, ‘ફેસબુક’ની ટીમનો એક વ્યક્તિ જ ઓળખ આપ્યા વગર આંતરરાષ્ટ્રીય મીડિયામાં કહી ચૂક્યો છે કે, કોન્ટેટમાં જ્યાં સુધી કોઈ વિવાદ ન થાય ત્યાં સુધી કોઈ પડતું નથી. બસ, વિડિયોમાં કોઈ હિંસા કે અશ્લીલતા ન હોવી જોઈએ. દુષ્પ્રેરણા થાય એવા ન હોવા જોઈએ. ટીવી કરતાં અલગ છીએ. સર્વેનો રિપોર્ટ એવું કહે છે કે, ટીવીમાં જે બિબાઢાળ એડ આવે છે એવી કોઈ જ એડ કંપની લેતી નથી. જે જોઈને યુઝર્સ ચોંકી જાય અને એની પસંદગીની વસ્તુ સસ્તી થઈ છે એ અહેસાસ થાય એ પ્રકારની હાઈ ક્વોલિટીવાળી એડ લે છે. જેમ કે, ક્લોથની એડ વિડિયોમાં કોઈ મોડલની જરૂર નથી. માત્ર પેન્ટ કે, ટીશર્ટ બતાવીને પણ તે વિડિયો પ્લે કરાવી શકે છે.

હવે તમે એ જાણીને ચોંકી જશો કે, જ્યારે એ એડ પર ક્લિક કરતા ખરીદી સુધીની જે પ્રોસેસ થાય છે એમાં પાંચ ક્લિકે કંપનીને પૈસા મળે છે. વળી તે એડ આપનાર પાસેથી પૈસા લે એ અલગ હો. આવા પેજ, એકાઉન્ટ, બુસ્ટ, વિડિયો, પ્રોમો, સજેસ્ટ, સ્પોન્સર્સ દરેક પાસાની એક વેલ પ્લાનિંગથી ‘ફેસબુક’ પૈસા કમાય છે. આઉટ ઓફ ધ બોક્સ ડિજિટલ પ્લેટફોર્મ પરથી ભલે કરોડો રૂપિયા કમાઈ લો પણ નીતિ સારી ને સાચી હશે તો ગ્રોથને ગોતવા નહીં જવું પડે. મોડો તો મોડો આવશે ખરો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button