ક્રેઝી કિયા રે
વ્યંગ -ભરત વૈષ્ણવ
નરીમાન પોઇન્ટ . મુંબઈનો કોહીનૂર હીરો સમજો. એક તરફ ચોવીસ કલાક ભરતી-છલકાતો સમુદ્ર.સમુદ્રના પણ પળે પળે બદલાતા રંગ, રૂપ, નિનાદ, લાસ્ય, તાંડવ , હાસ્ય ,અટ્ટહાસ્ય!!ઓટ સમયે દરિયો ઘરવાળી જેવો ગરીબડો હોવાનો ભ્રમ નિષ્પન્ન થાય.ભરતી સમયે સ્વચ્છંદી, ઉચ્છૃંખલ, સ્વૈરવિહારી ગર્વિષ્ઠ રૂપ સામ્રાજ્ઞી જેવો ઠસ્સાદાર અને જાદલ્યમાન દીસે!!કયું રૂપ સાચું માનવું તે સવાલ. બીજી તરફ ગગનચુંબી ઇમારતો. ભારતની ધમધમતી આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર એટલે માયાવી મહાનગરી મુંબઇ. મુંબઈનું ચુંબકીય આકર્ષણથી કોઇ ઉદ્યમી બાકાત રહી શકે નહીં.
નરીમાન પોઇન્ટ પરની એક બિલ્ડીંગના ટોપ પર પ્લેનની પ્રતિકૃતિ લગાવી છે .તે એર ઇન્ડિયાની કોર્પોરેટ ઓફિસ છે. આ બિલ્ડીંગના એકવીસમા ફલોર પર ઇન્ટરનેશનલ સ્પેસ ક્ધસ્ટ્રકશન લિમિટેડ નામની કંપનીની પણ હેડ ઓફિસ છે!! આ કેપનીના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર તસ્દી તેજા ગુજરાતી પારસી છે. રિસેપ્શનનિસ્ટ તરીકે કંપનીમાં જોડાયેલ તસ્દી તેજા ચાલીસની ઉંમરે સૌથી મોટા પદે પહોંચી હતી. તસ્દી બ્રેઇન વિથ બ્યુટી હતી. તસ્દી આવડત, અનુભવ અને રૂપના કાતિલ હથિયારના જોરે સફળતાની એસ્કેલેટર્સ સજસડાડ ચડી હતી. આ ઉંમરે પણ પાપારાઝી ફોટોગ્રાફર તેને ફોલો કરે છે!!. તસ્દીના હુસ્નનો દુર્ગ હજુ પણ અકબંધ હતો!! અબોટ રૂપના કિલ્લો એકપણ કાંગરો ખરવાનું તો બાજુએ રહ્યું. પરંતુ એક પણ કંકર ચસક્યો ન હતો. વ્હોટ અ સિઝલીંગ એડોરેબલ બ્યુટી શી ઇઝ.તસ્દી લેપટોપ પર મેઇલ ચેક કરી રહી હતી. સ્ટાફે તૈયાર કરેલ લેટર, બોર્ડ મિટિંગની મિનિટસ, કેપનીના ફાયનાન્શિલ એકાઉન્ટ પર ઓડીટરનો અહેવાલ જોઈ રહી હતી!! બપોરના બે વાગેલા!!
મે , આઇ કમ ઇન મેડમ??ડોર નોક કરી પ્રવિણે ચેમ્બરની અંદર આવવા રિસ્પેકટથી પરમિશન માંગી.
યેસ, કમ ઇન. તસ્દીએ કહ્યું.
મેડમ . ગુડ આફર નુન.પ્રવિણે કોર્પોરેચ કર્ટસી કરી એક ચિઠી આપી. તસ્દીએ ચિઠી ખોલી વાંચી . !ડોકટર ક્રેઝી ક્રેક , સ્પેસ એકસપર્ટ!’ તસ્દીએ ઇન્ટરકોમ પર કોઇ ક્રેઝી સાથે એપોઇન્ટમેન્ટ ફિકસ કરેલ છે કે કેમ તેની પૃચ્છા કરી.
નો મેમ! જુલી ક્રિશ્ચિયને જવાબ આપ્યો .થેંકસ જુલી કહી ઇન્ટરકોમનું રિસિવર ક્રેડલ પર મુકયું .તસ્દીએ એપલની સ્માર્ટ વોચમાં ટાઇમ જોઇ પ્રવિણને કહ્યું , સેન્ડ હીમ ફોર ફાઇવ મિનિટસ!
ગુડ આફટરનુન ઇધર મિસ ઓર મિસેસ તસ્દી! આમ કહી ક્રેઝી ક્રેક શેઇકહેન્ડ કરવા હાથ લંબાવ્યો.
ઓફ કોર્સ ,મિસ તસ્દી તેજા! ગુડ આફટર નુન જેન્ટલમેન. પ્લીઝ હેવ એ સીટ. બી કંમ્ફર્ટેબલ! પ્રોફેશનલ પ્લાસ્ટિકીયા મેનર પૂરી કરી.
લોટસ ઓફ થેંકસ હર મેજેસ્ટી એમ કહી ક્રેઝીએ ડ્રામેટિક અંદાજમાં લળીને અભિવાદન કર્યું!
વોટ કેન આઇ ડુ ફોર યુ ?? અગેઇન પ્રોફેશનલ મેનર!!
ઇફ યુ રીયલી ફેવર ટુ મી, પ્લીઝ મેરી વીથ મી! ક્રેઝીએ નામ સાર્થક કર્યું! અલબત, તેના ચહેરા પર સપ્તરંગી શરારતનો સમુદ્ર લહેરાતો હતો.
મસ્ટર હાલમાં કોઇ એવો ઇન્ટેશન નથી. વેલ, આટલું કહેવા તમે અહીં આવ્યા નહીં હો!! તસ્દીએ તિરછી નજરે મસ્કયુલર મોચોમેનને સંમોહિત સ્વરે પૂછયું.
ઓફ કોર્સ નોટ!! ધીસ વોઝ બાય પ્રોડકટ ઓફ અવર મિટિંગ ! ક્રેઝીએ બંને હાથના આંગળાના ટાચકા ફોડતાં ફરમાવ્યું.!!
મિસ્ટર, ક્રેઝી . કમ ઓન મેઇન પોઇન્ટ. નો બકવાસ. નો મુખવાસ. ઓન્લી સીધી વાત!! બનાવટી કડકાઇ સાથે તસ્દીએ કહ્યું.
તસ્દી. મારી સાથે કારમાં લોંગ ડ્રાઇવરમાં મુન એટલે ચંદ્ર પર આવવાનું ફાવશે?? ક્રેઝીએ તસ્દીના કાનમાં બોમ્બ ફોડ્યો!!
વ્હોટ ? વ્હોટ? વ્હોટ યુ હેવ બીન સ્ટેટેડ?? તસ્દી લકઝુરિયસ રિવોલ્વિંગ ચેરમાથી ઉભી થઇ હક્કાહક્કા થઇ પૂછયું.
યેસ મોમ તમારા કાને સાચું સાંભળ્યું છે! ભગવાન કૃષ્ણની જેમ મરક મરક મરકતા ક્રેઝીએ કહ્યું.
ઇટ ઇઝ જસ્ટ ઇમ્પોસિબલ!! યુ આર રિયલી ક્રેઝી?? ઇટલ ફૂલીશ સ્ટેટમેન્ટ. હાઇ ઇઝ પોસિબલ?? તસ્દીએ એકસાઇટ થઇ આશંકા વ્યક્ત કરી.
આઇ નો. બી સીટેડ. બી કામ. બી કુલ. મને ખબર છે કે આ પ્રોજેકટ પર રશિયા સાંઠ વરસથી ધૂળ ફાંકી રહ્યું છે અને જર્મની સિતેર વરસથી દિવસ રાત એક કરી રહ્યું છે. બટ, આઇ કેન ડુ ઇન થ્રી મન્થસ! ક્રેઝીએ ટાઢકથી જવાબ આપ્યો. કેવો માણસ છે?? પાદવાની પહોંચ નથી અને તોપખાનામાં નામ નોંધાવે છે!! તસ્દી વિચારતી હતી.
યુ આર થિકિંગ એબાઉટ માય કલેઇમ એન્ડ માય એબીલીટી?? ઇઝન્ટ ઇટ ? ક્રેઝીએ તસ્દીનું મન મિરર હોય તેમ રીડ કરીને પૂછયું!!માય ગ્ગોડ! માય ગુડનેસ !! મેન છે કે મેજિશ્યન ?? મનની વાત વાંચી લે છે. વાતચીતમાં સાવચેત રહેવું પડશે!!
નો નો જેન્ટલમેન . પ્લીઝ કેરી ઓન !! તસ્દીએ મનની ગડમથલ કોરાણે મુકી !
મિસ તસ્દી તમને ખબર છે કે નાસા પીપલ આર ફૂલ્લી ફૂલ્સ એટલે કે ઇડિયટ છે. એક,બે, થ્રી ઇડીયેટસ નહી પણ બન્ચ ઓફ ઇડિયેટસ !રશિયાએ સ્પુટનિક ઉપગ્રહ છોડી અવકાશક્ષેત્રે હરણફાળ નહીં પણ અવકાશફાળ ભરેલી. રશિયા અમેરિકા વચ્ચે કોલ્ડવોર ચાલતું હતું. રશિયાની સ્પેસ સુપ્રિમસીને ધોબી પછાડ શિકસ્ત આપવા અમેરિકા ગમે તેટલા ડોલરનો ખર્ચ કરવા તત્પર હતું.એપોલો મુન મિશન-૧ મંજૂર કરવાની નાસાની ૧.૬ મિલિયન ડોલરની ટાઇપ કરેલ પ્રપોઝલમાં નાસાના હેડે ૧.૮ મિલિયન ડોલર એકમ હાથેથી લખી સુધારો કરેલ. અમેરિકન પ્રેસિડેન્ટે કાગળો જોયા સિવાય હસ્તાક્ષર કરી દીધેલા. ત્યારે નાસા હેડને ૧.૬ મિલિયન ડોલરને બદલે ૧૬ મિલિયન ડોલર ન લખવાનો અફસોસ રહી ગયેલો!!વન આ મિશનમાં ત્રણ અવકાશયાત્રીને અવરાશયાનમાં ઓકસિજનની ચેમ્બર ભરીને મોકલેલા. ક્શેક શોર્ટ સર્કિટ થતા ઓકસિજન ચેમ્બર ત્રણ અવકીશયાત્રી માટે ડેથ ચેન્બર બનેલ. કોઇના હાડકા પણ મળેલા નહીં! ક્રેઝીએ ભયાનક વાત કરી. તસ્દીના શરીરમાં ભયનો કરંટ ફરી વળ્યો.હાઇ મિઝરેબલ!!
મિસ્ટર બાય ધી વે તમારું
કવોલીફિકેશન જાણી શકું??
તસ્દીએ પૂછયું.
ઇટ વિલ બી માઇન પ્લેઝર. મેં સ્પેસમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૯૯૮માં ગ્રેજયુએશન કરેલ. મે મારું પોસ્ટ ગ્રેજયુએશન ઇન્ટરનેશનલ સ્પેસ એન્ડ રિસર્ચ યુનિવર્સિટી ફ્રાંન્સથી કરેલ છે. આ યુનિવર્સિટી પીએચડી કરવા દસ હજાર ડોલર દર મહિને સ્ટાઇપેન્ડ આપતી હતી. દુનિયાના સો એસ્ટ્રોનટ પૈકી એંશીને મારા સ્ટડી દરમિયાન મળી ચુકયો છું અને તેની સાથે ડાઇન-ડ્રિંક કરી ચૂક્યો છું. હું ચુમ્માલીસ વરસનો મોસ્ટ એલિજેબલ ડિવોર્સી બેચલર છું. અમદાવાદ સાયન્સ સિટીમાં એકઝીકયુટીવ તરીકે ચૌદ વરસ નોકરી કર્યા પછી એક દિવસ સાપ કાંચળી ઉતારે તેમ નોકરીમાંથી રિઝાઈને કરી દીધેલું. મેરિયેટમાં લંચ-ડિનર કરનાર એવા મે કેન્ટિન માલિક પાસેથી વધેલી ચટણીની ભીખ માંગી બ્રેડ પર લગાવી દિવસો પસાર કર્યા છે!! હું ચેઇન ચુડેલ ચૂસર છું! સિગારેટ એ ચૂડેલ છે . તેને પીધા-ચુસ્યા વિના રહી શકતો નથી!!આઇ એમ ચેઇન સ્મોકર!! હાલ એલજેમાં ડિપાર્ટમેન્ડલ હેડ છું!! ક્રેઝીએ લાંબું બોલી તસ્દીની ચેમ્બરમાં રોથમેન્સ સિગારેટ સળગાવી.
મિસ્ટર ક્રેઝી તમે ઓવર કોન્ફિડન્સ હોય તેવું નથી લાગતું?? તસ્દીએ ડાયરેકટ હિટ કરી!!
નોટ એટ ઓલ. હું કોલેજની ટેસ્ટમાં પેપર લખવાનું શરૂ થયાની પાંચમી મિનિટે આન્સરશીટ સુપરવાઇઝરને આપી દેતો હતો. સાહેબ વહેલા આન્સરશીટ આપવા માટે કારણ પૂછતા. હું તેમને પાસિંગ માર્ક કેટલા જોઇએ એવો સવાલ કરતો હતો. સુપરવાઇઝરે જ પેપર ચેક કરવાનું હોય. એટલે સુપરવાઇઝર ત્રણ પરીક્ષામાં કેટલા માર્ક મળેલા તેમ પૂછતો. સુપરવાઇઝર કહે કે આ પેપરમાં તને બાર માર્કસ મળી જશે!! બારમા બોર્ડની પરીક્ષામાં કવેશ્ચન પેપરમાં પૂછેલ તમામ પ્રશ્રનોના જવાબ લખી ચેક એની ફાઇવ કવેશ્ચન એમ લખતો!! ક્રેઝીએ ખુલાસો કર્યો.
તમારા પ્રોજેકટ ડિટેઇલ જણાવશો ?? તસ્દીએ પહેલી વાર મૂળ મુદા પર ફોકસ કર્યું!!
જો તમે આ પ્રોજેકટ પૂરો કરવા સાતસો કરોડનું ફાયનાન્સ આપશો તો હું તમને સાત હજાર કમાઇ આપીશ. મારી પાસે ચંદ્ર પર લઇ જવાની કારનું ડ્રોઇંગ, ડિઝાઇન ઇવન કયાં કેવો અને કંઇ સાઇઝનો નટ-બોલ્ટની જરૂર પડશે તે અંગે વિઝયુલાઝ કરી છે! પૃથ્વી પરથી એક એક ઇંટ અવકાશમાં લઇ જઇ હાઉસ ક્ધસ્ટ્રકશન કરી શકીશ. પૃથ્વીની અડધા કલાકમાં પ્રદક્ષિણા કરીશ. નો મોર ડીટેઇલ્સ બીફોર ફાઇનલાઇઝેશન ઘી ડિલ આઇ કન નેોટ શેર મોર ડિટેઇલ્સ.,કારણ કે મારા માટે ડેન્જરસ બની જશે!!! ક્રેઝીએ તેની મજબુરી જણાવી!!
હી ઇઝ ઇધર સુપર ઇન્ટેલિજન્સ ઓર ફૂલ મેડ. નાસા નિષ્ફળ હોય તે મેટર વન મેન આર્મી એચિવ કેવી રીતે કરી શકે?? તસ્દી મકબેથની જેમ ટુ બી ઓર નોટ ટુ બી ના ઝૂલે ઝૂલતી હતી. ગૌર મુખારવિંદ પર અસંમજસ્યના ભાવો લાંબી કર્લી લટની માફક લહેરાતા હતી
મિસ તસ્દી તમને રોકેટ લોન્ચર કેવી રીતે ફંકશનલ હોય તેના વિશે કાંઇ આઇડિયા છે??મેં વધુ એક સવાલ પૂછ્યો !!
થોડો થોડો આઇડિયા છે. પીએસએલવી કે જીએસએલવી રોકેટ લોન્ચર વાપરવામાં આવે છે. શ્રી હરિકોટા ખાતેથી ઉપગ્રહો અવકાશમાં છોડવામાં આવે છે. તસ્દીએ માહિતીનો દાબડો ખોલ્યો!!
અવકાશમાં ઉપગ્રહ છોડવા કે અવકાશયાન છોડવા માટે પોલાર ઓરબીટ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ એટલે પીએસએલવી કે જીયો ઓરબીટ સેટેલાઇટ લોન્ચિંગ હીકલ એટલે જીએસએલવીનો ઉપયોગ કરવામાં આવે છે.,સાયન્સ ફિકસન રાઇટર આર્થર સી ક્લાર્કે તેમની સ્પેસ ઓડિસી-૨૦૦૦ નામની સાયન્સ ફિકસન સ્ટોરીમાં જીઓ સિન્ક્રોનસ ઓરબીટની શોધ કરેલી.ક્લાર્કે બારીકાઇથી ગણતરી કરેલી.પરંતું , ક્લાર્કે સંશોધન સતત ચાલતી પ્રક્રિયા છે અને અન્યો તેને લાભ લઇ વધુ સુધારા કરી શકે તે માટે તેની પેટન્ટ લીધી ન હતી તેમ જ તેનેમ નોબેલ જેવા એવોર્ડની ખેવના કે તમા ન હતી. ક્લાર્ક નિસ્પૃહી અને અનાસક્ત હતા.પૃથ્વીથી અવકાશ વચ્ચેનું અંતર ધ્યાને લઇને રોકેટ લોન્ચરનો વપરાશ કરવામાં આવે છે. પૃથ્વીથી ત્રણ સો કિલોમીટર સુધી લીઓ અર્થબીટ, વીસ હજાર કિલોમીટર સુધી મીડીયમ અર્થબીટ, છત્રીસ હજાર કિલોમીટર સુધી જીઓ અર્થબીટ કહેવાય. પૃથ્વીથી અવકાશના લેયર સુધી રોકેટને ઓકસિજન મળી રહે છે એટલે સોલિડ ફયુઅલનો ઉપયોગ કરવામાં આવે છે. દિવાળી સમયે રોકેટ છોડવામાં આવે છે . જેમાં સલ્ફર, ફોસ્ફેટ વાપરવામાં આવે છે. રોકેટના લિેફટિંગ માટે ઓકસિજન સહિત સોલિડ ફયુઅલ જરૂરી છે.જેની આગથી રોકેટને આગળ જવા માટે ધક્કો એટલે કે થર્સ્ટ મળે છે. અવકાશમાં છોડવાના રોક્ટમાં પણ બે કે ચાર સોલિડ ફયુઅલ વાપરવામાં આવે છે. આ પધ્ધતિમાં કોન્સ્ટન્ટ પ્રેશર કમ્બશન કાર્યરત હોય છે.સતત આગને લીધે રોકેટ બનાવવા હેવી મેટલનો ઉપયોગ કરવામાં આવે છે. ઉડયન સમયે અનકાશયાનની એક ટાઇલ્સ ડેમેજ હતું. જેની અવગણના કરી અવકાશયાન છોડવાના પરિણામે કલ્પના ચાવવા સહિત અવકાશયાત્રી માટે અવકાશયાન એ બર્નિંગ લાઇવ કોફિન બની ગયેલ.!! ક્રેઝીએ પ્રોફેસરની જેમ છટાદાર રીતે સરળ ભાષામાં સમજૂતી આપી. તસ્દી આશર્યચકિત અને સ્પીચલેસ હતી.
તમારું મોડેલ કેવી રીતે વર્ક કરશે ?? તસ્દીએ ટેકનિકલ સવાલ કર્યો!!
હું કોન્સ્ટન્ટ પ્રેશર કમ્બશનનો ઉપયોગ કરવાના બદલે કોન્સ્ટન્ટ એકસપ્લોઝન પધ્ધતિનો ઇસ્તેમાલ કરીશ., ધડાકા સમયે હાઇ ટેમ્પરેચર હશે. જે ચંદ સેક્ધડ માટે જ હશે. સતત હાઇ હીટીંગ ન હોવાના કારણે રોકેટ બનાવવા માટે હેવી મેટલની આવશ્યકતા રહેશે નહીં.આ ટેકનિકથી ન્યુનતમ ફયુઅલમાં અવકાશયાન જઇ અને પરત આવી શકશે .કોન્સ્ટન્ટ એકસપ્લોઝનનું ક્ધટ્રોલ મારી પાસે હશે!! ક્રેઝીએ છાતી સરસા રાખેલ કાર્ડમાંથી એક કાર્ડ ઓપન કર્યું!!
કોઇ તમારી સાથે ચિટિંગ કરશે તો તમારી સ્ટ્રેટેજી શું હશે?? તસ્દીએ અઘરો પ્રશ્ર કર્યો.
આઇ વીલ શૂટ માય બ્રેઇન ચાઇલ્ડ વિધાઉટ એની ડીલે!! ક્રેઝીએ નિશ્ચયાત્મક અવાજે કહ્યું!!
ગ્રેટ ઇનોવેટીવ આઇડિયા ! વન્ડરફૂલ !!તસ્દીએ તાળી પાડી. તસ્દી ક્રેઝીના ક્રેઝીનેસથી ક્રેઝી થઇ ગઇ!?
કહેવાની જરૂર છે કે તસ્દીએ ક્રેઝીના પ્રોજેકટ માટે અનક્ધડશલી ફાયનાન્સ કરવાનો નિર્ણય કર્યો. સાથોસાથ મિસ તસ્દીએ મિસિસ તસ્દી ક્રેઝી ક્રેક બનવાનો ફેંસલો લીધો!!
અને તસ્દીની ચેમ્બર સવાલના શટલકોકમાંથી સ્પેસ શટલ બની ગઇ!!!