કોડનેમ: નંબરની દુનિયામાં છુપાયેલો ખજાનો
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
ટેકનોલોજીનો સમુદ્ર ખૂબ જ વિશાળ છે. આ સમુદ્રમાં અનેક ડિવાઈસ અને સર્વિસનો સમાવેશ થાય છે. મોબાઈલ ફોનમાં આવેલા વૈવિધ્યથી દુનિયાની માહિતી હાથવગી થઈ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. સ્વિચ કે બટનવાળા ફોનથી લઈને ટચ સ્ક્રિન સુધી મોબાઈલની દુનિયામાં આવેલું પરિવર્તન એક આખી પેઢીએ જોયું છે. એક સમય ‘બ્લેકબેરી’ ફોન જેની પાસે હોય એનું સ્ટેટસ ઊચું ગણાતું.
‘આઈફોન’ની એન્ટ્રી હવે જમાનો એ છે કે, ‘આઈફોનને’ કોઈ સામાન્ય ફોન નથી માનવામાં આવતો. ‘નોકિયા’ની મોનોપોલી સામે ‘સેમસંગ’ જેવી કંપનીઓએ રીતસરની આખી
માર્કેટ પલટી નાખી. એ પછી તો ‘વનપ્લસ’ અને ‘પોકો’ જેવી કંપનીએ ભારતમાં પોતાની કોઠી (કચેરી) સ્થાપીને વેપારને
વિસ્તાર્યો.
દફતરથી લઈને ડિવાઈસ સુધીની તમામ વસ્તુ એક ચોક્કસ નંબર પર સચવાયેલી છે. આ નંબરને લોકો ‘મોડેલ’ નંબરથી ઓળખે છે. કાર ખરીદો કે કેદારનાથની ટિકિટ, બધી જ વસ્તુમાં એક ચોક્કસ નંબરથી એ જુદી પડે છે. મોબાઈલ ખરીદનારા પણ મોડેલ નંબરની પૂરતી જાણકારી લઈને પછી સોદો કરે છે. મોબાઈલના મોડેલ નંબરમાં અંગ્રેજીના આલ્ફાબેટ સાથે કેટલાક નંબર હોય છે. આ સિવાય ઘણા નંબર કોડનેમ પણ હોય છે, જેમાં અનેક એવી માહિતી સ્ટોર હોય છે.
આપણા દેશમાં ‘સેમસંગ’ મોબાઈલ વાપરનારાઓનો આંકડો મોટો છે. એવું એક રિ-સર્ચ કહે છે. આ પાછળનું એક કારણ ફિચરની સરળતા અને સાદગી છે. દાદાજી જેવા લોકોને પણ સરળતાથી સમજાય જાય અને વાપરી પણ શકે.
આ મોબાઈલનો મોડેલ નંબર યાદ ન હોય તો મોબાઈલમાં *૧૨૩૪ કરીને ચેક કરી શકો છો. આ પરથી એનો ખરો મોડેલ નંબર મળશે.
નંબરના કોડનેમની યાત્રાને આગળ વધારીએ. ૦ આટલું કર્યા બાદ ફોનની ડિસપ્લેથી લઈ સ્પિકર સુધી દરેક ફંક્શન વ્યવસ્થિત કામ કરે છે કે નથી કરતા એની મસ્ત જાણકારી મળી રહેશે. એટલું જ નહીં, સેન્સર્સ કામ કરે છે કે નહીં એની પણ માહિતી મળશે. સ્ક્રિન પર આપેલા દરેક ફંક્શનને સરળતાથી ટેસ્ટ પણ કરી
શકાય છે.
આઉટ ઓફ ધ બોક્સ:
જ્યારે કોઈ કામ નિ:સ્વાર્થ ભાવે કરવામાં આવે ત્યારે કુદરત પણ ટેકો આપતી હોય છે.
આ ટેસ્ટ માટેનું એક સિક્રેટ કહી શકાય એવું મેનું છે. *૦૨૨ આ કોડથી વોલ્ટેજ, બેટરી કયા પ્રકારના ચાર્જરથી ફોન ચાર્જ કરી શકાય એ તમામ માહિતી તમારા સ્ક્રિન પર મળશે. *૧૨૫૮૦*૩૬૯ કોડથી હાર્ડવેર અને સોફ્ટવેરની તમામ વિગત મળી રહેશે. સોફ્ટવેર અપડેટ નહીં હોય તો પણ એની સ્પષ્ટતા અહીં દેખાશે. વર્ઝન સહિતની વિગત અહીં કોઈ જ ચાર્જ વગર જોવા મળશે. મોબાઈલને રિપર કરતા લોકો અને પ્રોગ્રામ ડેવલપ કરતા લોકો માટે આ ડેટા એક મહત્ત્વના સોર્સ
સમાન છે.
*૦૮૦૮ આનાથી ઞજઇ સેટિંગ કરી શકાશે. જેમાં પહેલું ઓપ્શન ખઝઙ હશે અર્થાત્ મીડિયા ટ્રાંસફર પ્રોટોકોલ. આ ઓપ્શન સિલેક્ટ હશે તો કોમ્પ્યુટર કે લેપટોપ સાથે જ્યારે પણ ફોન ક્નેક્ટ કરશો તો મીડિયા ફાઈલને ટ્રાંસફર કરવામાં સરળતા રહેશે. હા, એટલું પણ જાણી લો કે આ તમામ કોડ માત્ર ‘સેમસંગ’ ફોન પૂરતા જ મર્યાદિત છે. ઓપો- વીવો- રિયલ મી અને વન પ્લસ જેવી બ્રાંડ હોય તો પણ એની પાસે કેટલાક આવા પોતાના ડેવલપ નંબર નેમકોડ છે. સારી વાત એ છે કે, આ તમામના કોડ એકસમાન છે. એક જ ચાવીથી બધાં તાળાં ખૂલશે એના જેવું.
*૦૭ આ કોડથી કોઈ પણ ફોન પર એની જઅછ વેલ્યુ જાણી શકાય છે. મોબાઈલ ફોન કેવા રેડિએશનનો ઉપયોગ કરે છે એની વિગત મળે છે. આ રેડિએશન ૧.૬થી ઓછા હોવા જોઈએ. *૨૧ કોડથી ચેક કરી શકાય છે કે, ફોનમાંથી પસાર થતા વોઈસનોટસ્ કોઈ બીજા મોબાઈલ નંબર પર તો નથી
જઈ રહ્યા ને? જો એ થતા હોય તો ૨૧થી એને બંધ કરી શકાય છે.
હવે તો આવા કોડને લોક કરીને જ કંપનીઓ આપે છે. અમુક એવી કંપનીઓ ગ્રાહકો સાથે પારદર્શિતા જાળવવા કોડલોક કરતી નથી. એટલે આપણે આ તમામને સરળતાથી ઉપયોગ
કરી શકીએ.
આટલું જાણ્યા બાદ એક સવાલ થાય કે, એક જ
સરખા મોડેલના તો કેટલાય મોબાઈલ હોય છે તે એમાં
શું નવું છે?
વેલ , આ બધા એક સરખા મોડેલ નંબરવાળા મોબાઈલ એના ઈંખઊઈં નંબરથી અલગ પડે છે. કંપની એક સાથે મોટી સંખ્યામાં એક જ સરખા ફિચરને ધ્યાને રાખીને મોબાઈલ પ્રોડક્શન કરે છે. એ સમયે સિરીઝ, નંબર, વર્ઝન અને પ્રોગ્રામ પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવે છે, જેમ કે ‘સેમસંગ’ આલ્ફાબેટ પહેલા અને પછી નંબર રાખે છે. જ્યારે ‘આઈફોન’ જેવી કંપની પહેલા તેનું નામ અને છેલ્લે નંબર રાખે છે. કંપનીઓ આવા અંગ્રેજી આલ્ફાબેટનો મનફાવે એમ ઉપયોગ નથી કરી શકતી. આ ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન ડિવાઈસ સ્ટાન્ડર્ડ છે.