ઉત્સવ

ચીપ કહેશે: ક્યા હાલ હૈ, જનાબ કા…!

મગજમાં બેસાડેલી ઈલેકટ્રોનિક ચીપ જાહેર કરશે મન કી બાત…!

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

માત્ર તમે વિચાર કરો અને આખું ડિવાઈસ કંટ્રોલ થઈ જાય તો? એકબાજુ એઆઈ (AI-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની અદ્રશ્ય ક્ષિતિજો વચ્ચે જોખમને જવાબ આપતો આવિષ્કાર થયો છે. ટૅકનોલૉજીના દરિયામાં કેટલી મોટી અને ઊંડી ઊથલપાથલ થવાની છે એના એંધાણ ખુદ મહાસત્તા અમેરિકાએ આપી દીધા છે. આમ તો ટૅકનોલૉજીનું કેન્દ્ર અમેરિકા અને રશિયા બંને ગણાય છે ,પણ જે રીતે અવકાશી અખતરા અને ગ્રીન એનર્જીની મદદથી અસાધારણ ડગલાં ભરવામાં ઈલોન મસ્ક જેટલા પાવરધા છે એટલા અત્યારે બીજા કોઈ નથી એ હકીકત છે વિશ્ર્વનો સૌથી વધુ શ્રીમંત અને ઢગલાબંધ કંપનીના માલિક એવા ઈલોન મસ્કની ‘ન્યૂરાલિંક’ કંપનીએ માણસના દિમાગમાં ચીપ બેસાડીને નેનો ટૅકનોલૉજીની દુનિયામાં માઈલસ્ટોન – એક એવું સીમાચિન્હ ઊભું કરી દીધું છે, જેના પર નામ લખાયું છે: ‘ન્યૂરાલિંક-એલોન મસ્ક…’
‘હવે આ કેવી રીતે અને કેટલું અસરકાર?’ એવી શક્યતાઓને પાંખ આપીને આંખોથી આ રોમાંચક સફર માટે તૈયાર થઈ જાવ… લેટ્સ ગો ટુવર્ડસ ધ ફ્યુચર સાયન્સ…
ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ની સિરીઝ ફિલ્મ જોઈ હોય તો એમાં ફ્યુુચર બતાવતા મશીનની વાત થઈ છે, પણ હીરો ઘડીના છઠ્ઠા ભાગમાં જે રીતે ભાવિને એડિટ કરી નાખે છે એમાં પણ ફ્યુચર સાયન્સ ટૅકનોલૉજી છે.

બસ, એવી જ આ નેનો ટૅકનોલૉજીની ચીપસેટ પદ્ધતિથી માણસના મગજમાં ચીપ ફીટ કરીને વિચારોને વેવલેન્થ અને સ્ટ્રેન્થથી કોમ્પ્યુટરથી લઈને સ્માર્ટફોનને કંટ્રોલ કરવાની વાત છે. એક ચીપ માણસના વિચારોને સમજવા લાગે એ વાત થોડી ગળે ઊતરે એવી નથી, પણ હકીકતમાં પ્રયોગ સફળ થયો છે, જેમાં એક આખો મોબાઈલ ગેમ રમવા સુધીનો કંટ્રોલ થયો છે. ટૅકનોલૉજીના ઈતિહાસમાં પ્રથમ એવી ઘટના છે, જેમાં ચીપનું ઑપરેશન માણસના શરીરમાં સફળ થયું. માણસના ડીલમાં (શરીરમાં) આવા ડેવલપમેન્ટ કરવા કંપનીએ અમેરિકન સરકાર પાસેથી ગત વર્ષે જ પરવાનગી મેળવી લીધી હતી. માણસના દિમાગથી એક ડિવાઈસ કંટ્રોલ થાય એ કંપનીનો ટાર્ગેટ હતો, જેને ‘બ્રેન કોમ્પ્યુટર ઈન્ટરફેસ સિસ્ટમ’ કહેવામાં આવે છે. પ્રાણીઓમાં ચીપનો પ્રયોગ સફળ થયા બાદ માનવજીવનો વારો આવ્યો. હવે કોમ્પ્યુટર કે મોબાઈલ તો કંટ્રોલ થઈ ગયો, પણ આગળનું શું?

આગળ એ છે કે, એમાં વિચાર માત્રથી મોબાઈલના ટેક્સ્ટ લખી શકાય. કોમ્પ્યુટરને શટડાઉન કરી શકાય. વિન્ડો મિનિમાઈસ કરી શકાય. દિમાગમાં જેના આધારે કામ થાય છે એ ‘ન્યૂરોન્સ’ તરીખે ઓળખાય છે. એના આદેશ બાદ શરીરના અન્ય અંગ એ કમાન્ડને ફોલો કરે છે- અનુસર્તે છે. અહીં બટન કરતાં પણ નાની એવી આ ચીપે માણસના દિમાંગમાં જગ્યા બનાવીને ન્યૂરોન્સના વેગની સાથે જ કદમતાલ મિલાવીને ડિવાઈસ કંટ્રોલ કર્યા એટલે સફળતાની ગગનગામી ઉડાન ભરવામાં આવી. ચીપ તો તૈયાર હતી, પણ વાંદરાના દિમાગમાંથી સફળતાની નદી નીકળ્યા બાદ માનવ ખોપડીમાં એ ફીટ તો થઈ, પણ એ પ્રોજેક્ટમાં મોટી બ્રેક એટલા માટે લાગી હતી કે, ચીપ જે વાનરમાં ફીટ કરવામાં આવી હતી એ કપિરાજને યમરાજ અકાળે તેડી ગયા.

હવે જેની અંદરની ચામડી ચીપને ન સ્વીકારે તો આ તો માણસનું મગજ હતું. અમેરિકાની FDAની લીલીઝંડી બાદ આ શક્ય બન્યું. ચીપસેટ તૈયાર કરવા પાછળનો હેતું હૈયુ જીતનારો છે. ઈલોન મસ્ક ઈચ્છે છે કે, જે દિવ્યાંગો છે એ કેટલાંક કામ કરી શકતા નથી એટલે માત્ર વિચારથી એ ડિવાઈસનું કામ થઈ જાય. વસ્તુ કંટ્રોલ થઈ જાય તો કોઈ અગવડતા ન રહે. મહાન વિજ્ઞાની સ્ટિફન હોકિંગને જેવી બીમારી હોય તો અડધી જિંદગી ખુરશીમાં કાઢવી પડે. આવી ખુરશી પાછી દરેકના ખિસ્સાને પોસાય એમ નથી. જો કે ઈલોનની કંપનીએ આ તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ માટેની બટન જેવડી વસ્તુ શોધી કાઢી. એમાં સફળ પણ થયા. સૌથી મોટી અને સારી વાત તો એ છે કે, અલ્ઝાઈમર જેવા દર્દી માટે આ ચીપ રામબાણ પુરવાર થશે. એથી પણ આગળ દિમાગની ઈસીજી-ઈલેક્ટ્રોનિક કાર્ડિયોગ્રામ કાઢી શકાશે.

ટૂંકમાં કહીએ તો માત્ર દિમાગ જ હલાવવાનું… બાકીનું કામ ડિવાઈસ કરશે. અગાઉ મગજના આદેશ પર શરીર કામ કરતું. હવે ડિવાઈસ કામ કરશે. ‘ન્યૂરાલિંક’ કંપનીએ માત્ર કોમ્પ્યુટર અને સ્માર્ટફોન ઉપર જ અખતરો કર્યો છે. એનાથી આગળની એપ્લિકેશન હજું હવે આવી રહી છે.

હવે વિચારો કે તમે આનંદ ને ઉત્સાહના ફૂવારા ઊડે એવા મૂડમાં છો તો… ચીપનું કામ એ વિચારોને ડિકોડ કરીને (વેવને ટૅકનોલૉજીની ભાષામાં ફેરવીને) સ્ક્રિન પર રજૂ કરવાનું છે. ચીપ માણસના દિમાગમાં રહેલા એક નાનકડા છીદ્ર પર ફીટ કરવામાં આવી હતી. પછી વિચારોના વેવને ઝીલીને એને ઈલેક્ટ્રો પ્રક્રિયાથી પાસ કરીને સ્ક્રિન પર મેસેજ આપતા. માંસ-ચામડા અને લોહીના સતત પરિભ્રમણ વચ્ચે ટકી શકે એ પ્રકારથી ચીપ તૈયાર કરવામાં આવી હતી. એ વાયરલેસ હતી અને બેટરીબેક પર ચાલતી હતી. બટન કરતાં પણ નાની ચીપ મૂકવા માટે ખાસ પ્રકારના રોબોએ મદદ કરી હતી, કારણ કે માણસનું દિમાગ ખોલો તો કેટલુંય નીકળે ને! આ પ્રયોગમાં કેટલા માણસો સંકળાયેલા હતા એ વિગત હજુ બહાર આવી નથી, પણ પરિસ્થિતિનો પલટાતો પવન પારખી જઈને એક ઉકેલ રૂપે તૈયાર કરેલાં બટને (ચીપ) સાચા પરિણામ આપ્યાં, પણ હવે પડકાર એ છે કે, માણસના વાળ કરતા પણ પાતળા અને અતિ નાના એવા ઈલેક્ટ્રોડને માણસના માથાની પાછળની બાજુએ ફીટ કરવાના
છે એટલે મૂવમેન્ટ કે લોડ વખતે શું થાય એ વિશે હજુ અંધારૂ છે.

આશા રાખીએ કે હવે પછીની રિસર્ચમાં સફળતા પ્રાપ્ત થાય. રોમાંચના વાવાઝોડામાં આનાં પરિણામ ખરા અર્થમાં ક્રાંતિ સર્જી શકે છે જો કોઈ અણધારા અવરોધ ના આવે તો …ચીપ સાથે સંકળાયેલી એપ્લિકેશન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, પોતાના વિચારોથી કર્સરથી લઈ મોબાઈલની સ્ક્રિન ફેરવી શકે અને એને એપ સાથે એક ડિવાઈસની સમસ્ત સિસ્ટમ જોડી દેવામાં આવી હતી.

ભવિષ્યમા જો કાયદાકીય મંજૂરી મળે તો ન્યૂરોલોજી સંબંધીત બીમારીનો સચોટ ઉપચાર જાણવા આવી બીજી ઘણી ચીપ બની શકે. અલબત્ત , આવી ચીપ વત્તા ઉપકરણની કિંમત શરૂઆતમાં કરોડોમાં હશે એ સમજી શકાય.

આઉટ ઓફ ધ બોક્સ
ખુદમાં અને દિમાગમાં કંઈક નવું ઉમેરવા અંદર ખાલી જગ્યાઓ હોવી અનિવાર્ય છે, કારણ કે મગજમાં લીલની જેમ જામી ગયેલા પિત્તળ રૂપી વિચારો હશે તો જ્ઞાનની ગંગા પણ ગટરના પાણી જેવી બની જશે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ