ઉત્સવ

ચિનાબ રેલ્વે બ્રિજ: જ્યાં વાદળોની વચ્ચે દોડશે વંદે ભારત

ચિનાબ રેલવે બ્રિજની ઊંચાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે એફિલ ટાવર, કુતુબ મિનાર અને સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી તેમજ સ્ટેચ્યૂ ઑફ યુનિટી કરતાં પણ ઊંચો છે.

ફોકસ -વીણા ગૌતમ

ભલે ચીને વિશ્ર્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ બનાવવાની કળામાં મહારત હાંસલ કરી લીધી હોય, પણ આજ સુધી આપણો ચિનાબ રેલ્વે બ્રિજ તેના દ્વારા બાંધવામાં આવેલા નવ સૌથી ઊંચા રેલવે પુલ કરતાં ચડિયાતો છે, કારણ કે તે ચીન દ્વારા બાંધવામાં આવેલા તમામ પુલ કરતા ઊંચો છે. ચિનાબ રેલવે બ્રિજ, ઉચ્ચ ગુણવત્તાની સ્ટીલ અને કોંક્રીટનો બનેલો, એ ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ વિભાગના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે ચિનાબ નદી પર સ્થિત એક કમાન પુલ છે. આ રેલવે બ્રિજની ઊંચાઈ ૩૫૯ મીટર છે, જે વિશ્ર્વના કોઈપણ રેલવે બ્રિજ કરતાં સૌથી વધુ છે. આ પછી, બીજાથી દસમા સુધીના તમામ સૌથી ઊંચા રેલવે બ્રિજ ચીન દ્વારા બનાવવામાં આવ્યા છે. વિશ્ર્વનો બીજો સૌથી ઊંચો રેલવે બ્રિજ ચીનનો નજીહે રેલવે બ્રિજ છે, જેની ઊંચાઈ ૩૧૦ મીટર છે.

ચિનાબ રેલવે બ્રિજની ઊંચાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે એફિલ ટાવર, કુતુબ મિનાર અને સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી તેમજ સ્ટેચ્યૂ ઑફ યુનિટી કરતાં પણ ઊંચો છે. એફિલ ટાવરની કુલ ઊંચાઈ ૩૦૦ મીટર છે અને જો તેના પર લગાવેલા એન્ટેનાને પણ સામેલ કરવામાં આવે તો તેની ઊંચાઈ ૩૩૪ મીટર સુધી પહોંચી જાય છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત કુતુબ મિનારની ઊંચાઈ ૭૩ મીટર એટલે કે ૨૩૯.૫ ફૂટ છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ૯૨.૯૬ મીટર કે ૩૦૫ ફૂટ છે. આ જ ક્રમમાં નર્મદા નદી પર બનેલ સરદાર સરોવર ડેમ પાસે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે, જેની ઊંચાઈ પણ ૧૮૨ મીટર છે. કલ્પના કરો, જ્યારે ભારતની હાલમાં સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત આ પુલ પરથી પસાર થશે, ત્યારે મુસાફરોને એવું લાગશે કે જાણે તેઓ વાદળોમાંથી પસાર થઈ રહ્યાં હોય.

વાસ્તવમાં, વર્ષ ૨૦૦૨માં, ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ નજીક ઉધમપુર અને કાશ્મીર ખીણના ઉત્તર-પશ્ર્ચિમ છેડે આવેલા બારામુલા શહેર વચ્ચે રેલવે લાઇનના નિર્માણ માટે એક મેગા પ્રોજેક્ટ બનાવ્યો હતો, જેને વર્ષ ૨૦૦૨માં રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને ડિસેમ્બર ૨૦૦૩માં મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં સતત વિલંબ થઈ રહ્યો હતો, કારણ કે લાંબા સમયથી તે નક્કી થઈ શક્યું ન હતું કે ચિનાબ નદી પર આટલી ઊંચાઈએ પુલ કેવી રીતે બનાવવો. ડઝનબંધ રસ્તાઓ પર વિચાર કરવામાં આવ્યો, આખરે ક્ધસ્ટ્રક્શન ટેક્નોલોજી પર આખરી મંજૂરી મળી, જેના કારણે ૧૯ વર્ષમાં આ વિશ્ર્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો.

ચિનાબ રેલવે બ્રિજના ડેકની ઊંચાઈ નદીના પટથી ૩૫૯ મીટર છે, જ્યારે નદીની સપાટીથી તેની ઊંચાઈ ૩૨૨ મીટર છે. અંતિમ રૂપે તૈયાર થયેલા પુલની લંબાઈ ૪,૩૧૪ ફૂટ કે ૧,૩૧૫ મીટર છે, જેમાં ઉત્તર બાજુએ ૬૫૦ મીટર લાંબો વધારાનો પુલ પણ સામેલ છે. બ્રિજની કમાનનો ગાળો ૪૬૭ મીટર છે અને આ કમાનની કુલ લંબાઈ ૪૮૦ મીટર છે. ચિનાબ રેલવે બ્રિજ માત્ર એક પુલ જ નથી, પરંતુ તે ટેકનિકલ ચાતુર્યનો પુરાવો છે. જો કે, આજ સુધીમાં, વિશ્ર્વમાં આવા કુલ ૧૬ પુલ બનાવવામાં આવ્યા છે, જેમાના ઘણા સો મીટર ઊંચા છે. તેમાંથી આ સૌથી ઊંચો છે અને ચિનાબ રેલવે બ્રિજ વિશ્ર્વનો ૧૧મો સૌથી લાંબો કમાન પુલ પણ છે. તેની ઉપરથી પસાર થતો રેલવે ટ્રેક ૫ ફૂટ ૬ ઇંચ એટલે કે ૧૬૭૬ મી.મી.નો બ્રોડગેજ છે. આ પુલ બનાવવામાં માત્ર સમય જ નથી લાગ્યો પરંતુ અસાધારણ સાહસની ઘણી વાર્તાઓ પણ લખવામાં આવી છે. કારણ કે આ રેલવે માર્ગ ડઝનેક ટનલ (કુલ લંબાઈ ૬૩ મીટર) અને ઘણા પુલથી સજ્જ છે.

હિમાલયના સૌથી દુર્ગમ ભૂગોળમાં આ પુલનું નિર્માણ પોતાનામાં જ એક વાર્તારૂપ છે. આ પુલ ચિનાબ નદીની સૌથી ઊંડી ખાડીને પાર કરે છે, જેની નજીક સલાલ હાઇડ્રો પાવર ડેમ આવેલો છે. આ પુલની દુર્લભ ડિઝાઇન પાછળ મોટાભાગનો સમય ખર્ચવામાં આવ્યો છે. ડિઝાઇનને આખરી ઓપ આપવામાં આવે તે પહેલાં સેંકડો લાંબી બેઠકો થઈ હતી, જેમાં દુર્લભ એન્જિનિયરિંગ કૌશલ્યો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. માત્ર તેની મજબૂતાઈ અને ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન વિશે વિચારવામાં કોઈ વિલંબ ન હતો, પરંતુ તેને સૌંદર્યલક્ષી દૃષ્ટિકોણથી પણ અદ્ભુત દેખાવ આપવો જરૂરી હતો, તેથી તેના પર ઊંડી ચર્ચા થઈ હતી. બ્રિજમાં વપરાતું મટિરિયલ સ્થાનિક ભૂગોળને અનુરૂપ બને તેટલું રાખવામાં આવ્યું છે. જેના કારણે તેનું બાંધકામ સપ્ટેમ્બર ૨૦૦૮માં શરૂ થયું અને ઓગસ્ટ ૨૦૨૨માં પૂર્ણ થયું. જો કે તેનું બાંધકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક જાન્યુઆરી ૨૦૨૦ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા ટેકનિકલી અને પછી કોરોનાના કારણે વિલંબિત થયો હતો. જેના કારણે હજુ આ પુલ પરથી ટ્રેનો દોડી રહી નથી.

આગામી જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં વડા પ્રધાન મોદી દ્વારા આ ટ્રેક પર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવાની યોજના છે. આ પુલને બનાવવામાં ૧૫ વર્ષથી વધુનો સમય લાગ્યો છે, જ્યારે સામાન્ય રીતે ભારતીય રેલવે દ્વારા બનાવવામાં આવેલા પુલ ૫થી ૭ વર્ષમાં બનાવવામાં આવે છે. પરંતુ ભલે તે બનવામાં થોડો સમય લાગ્યો હોય, પરંતુ આ પુલ સારી રીતે બનાવવામાં આવ્યો છે, જેણે સમગ્ર વિશ્ર્વમાં માત્ર રેલવે એન્જિનિયરોને આદર આપ્યો નથી, પરંતુ તેના નિર્માણએ ભારતની ઉચ્ચ-સ્તરની બાંધકામ તકનીકી કુશળતા પર પણ મહોર લગાવી છે. .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો