બ્રાન્ડ માટે જરૂરી સમય સાથે બદલાવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
અંગ્રેજીમાં કહેવત છે કે ચેન્જ ઇઝ ધ ઓન્લી કોન્સ્ટન્ટ અર્થાત્ પરિવર્તન જ એક સ્થિર સ્થિતિ છે. બીજા શબ્દોમાં પરિવર્તન દુનિયાનો નિયમ છે. આજે આ વાત આપણે ડગલે ને પગલે અનુભવી રહ્યા છીએ. જે વ્યક્તિ સમય સાથે નથી બદલાતી તેના માટે જીવનમાં આગળ વધવું ઘણીવાર મુશ્કેલ થઇ જાય છે. આંખના પલકારે બદલાતી દુનિયામાં માનવની રીતભાત, જીવનશૈલી અને વિચારધારા પણ તેને અનુરૂપ બદલાતી જાય છે. તેનો ટેસ્ટ બદલાતો જાય છે. હરહંમેશ તે કશાક નવાની શોધમાં છે, પછી તે તેની રોજબરોજની વાપરવામાં કે ઉપયોગમાં આવતી વસ્તુ હોય, ખાવાના પદાર્થ હોય કે પછી અનુભવો. આવી પરિસ્થિતિ બ્રાન્ડ્સ માટે મોટો પડકાર છે. જો તે બદલાતા સમયને, વલણને પારખી ના શકે અને તેને આધારે પોતાની બ્રાન્ડમાં બદલાવ ન લાવે કે મોડો લાવે; ત્યાં સુધી તો બીજી ચાર નવી બ્રાન્ડ્સ તેનો માર્કેટ શેર લઈ ચૂકી હોય છે.
માર્કેટ રિસર્ચ કહે છે કે, આજનો ક્ધઝ્યુમર દિવસમાં આશરે ૫૦૦૦ માર્કેટિંગના મેસેજને જાણતા અજાણતા ગ્રહણ કરે છે. સવારે ઊઠતાની સાથેજ ૧૦-૧૫ બ્રાન્ડ્સના દર્શન તો ૧૦-૧૫ મિનિટમાંજ કરી લે છે. એવી ધારણા છે કે ચા, વૃત્ત પત્રો અર્થાત ન્યૂઝ પેપર, ટૂથ પેસ્ટ વિગેરે જેવી બ્રાન્ડ્સમાં બ્રાન્ડ લોયલટી અર્થાત બ્રાન્ડ પ્રત્યેની વફાદારી જોવા મળે છે, પરંતુ આજના આ કાળમાં આ એક ધારણા જ છે. કારણ આજનો ક્ધઝ્યુમર સાહસિક છે, તેને નવું નવું ટ્રાઇ કરવામાં રસ છે. તે ફક્ત વેનીલા કે કાજુ-દ્રાક્ષથી સંતોષ નથી માનતો, તે નવા ફ્લેવર્સની રાહ જોતો રહેશે અને તેનો અનુભવ લેતો રહેશે.
કહેવાય છે ને કે “નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઓલ ઇન્વેન્શન, જરૂરિયાત આવિષ્કારની જનની છે. આ ઝડપથી બદલાતા દોરમાં નવી બ્રાન્ડ્સ ઉત્પાદનોમાં અને સેવાઓમાં આવતી જ રહે છે. ત્યાં સુધી કે નખ આપણે ઘરે કાપતા હતા ત્યારે આજે નેલ શેપિંગ અને નેલ આર્ટથી લઈ ને હેડ એન્ડ હેર સ્પા સુધી. વારે તહેવારે રાત્રે રેસ્ટોરંટમાં જઈને જમવાનો આનંદ લેતા તેની સામે સવારનો નાસ્તો પણ ળજ્ઞબશહય ફાા થી ઓર્ડર કરી તમારા સમયે હાજર થઈ જાય.
જેમ આપણે જોયું કે એક તરફ ક્ધઝ્યુમરને નવા અનુભવોની ભૂખ છે, તો સામે છેડે બ્રાન્ડ્સ તે ભૂખને અલગ અલગ રીતે સંતોષે છે. આવા સમયમાં તત્પૂરતા ઉકેલો મળી જાય છે, પરંતુ જો બ્રાન્ડને લાંબા ગાળે ટકવું હશે, ટોપ ઓફ ધ માઇંડ રહેવું હશે અને બ્રાન્ડ લોયલટી અર્થાત બ્રાન્ડ પ્રત્યેની વફાદારી ઊભી કરવી હશે તો નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવા પડશે:
- સૌપ્રથમ બદલાવની માનસિકતા ઊભી કરવી પડશે અર્થાત બદલાવ માટે તૈયાર રહેવું પડશે
- હોઈ શકે કે આજસુધી તમારું પ્રોડક્ટ જેમ બનાવ્યું હતું તેમ ચાલી ગયું પણ કદાચ આજની તારીખે તે આઉટ ડેટેડ થઇ ગયું હોય આથી મોજૂદા પ્રોડક્ટમાં અવિરત રીતે સમય સાથે બદલાવ લાવવો પડશે
- મોટે ભાગે પ્રોડક્ટ ઓફરિંગ સરખી જ હોય છે, આજે તમે જે આપો છો તે જ વસ્તુ કાલે બીજો આપશે. આથી પ્રોડક્ટ બેઝડથી ઉપર વેલ્યૂ બેઝડ પ્રપોઝિશન આપી ક્ધઝ્યુમરના દિલ-દિમાગ પર મારી બ્રાન્ડ માટે પ્રેમ અને આદર ઊભો કરવો પડશે
- આજના સમયે બ્રાન્ડ પ્રત્યેની વફાદારી પહેલા બ્રાન્ડ માટે ક્ધઝ્યુમર ઍંગેજમેંટ ઘણુ જરૂરી થઈ ગયુ છે. જ્યાં જ્યાં ક્ધઝ્યુમર જાય ત્યાં ત્યાં મારે બ્રાન્ડનો મેસેજ પહોંચાડવો પડશે. ત્યારે કદાચ મારી બ્રાન્ડ ક્ધઝ્યુમરના કન્સિડરેશન સેટમાં આવશે અર્થાત મારી બ્રાન્ડ માટે લોકો વિચારવાની શરૂઆત કરશે
- આજનો ક્ધઝ્યુમર ઘણીબધી ચીજો કરે છે જેને અંગ્રેજીમાં મલ્ટી ફેસેટેડ કહેવાય છે; તે દિવસ દરમ્યાન ઓફિસમાં પ્રમાણિકતાથી કામ કરે છે તો સાંજે પબમાં જઈને પાર્ટી પણ કરે છે અને વીકએન્ડમાં પરિવાર સાથે સમય પણ ગાળે છે. શું આપણે આપણા આ ટાર્ગેટ ઓડિયેન્સને તે જેવી રીતે જીવે છે તે રીતે અપ્રોચ (મલ્ટી ફેસેટેડ વેથી) કરી રહ્યા છીએ! આપણા પ્રોડક્ટ / સર્વિસ તેને અનુરૂપ બનાવવા પડશે
- બીજી બ્રાન્ડ્સ જે કરે છે કાંતો આજે ક્ધઝ્યુમરને જેની જરૂરત છે તે આપવામાં ખોટું નથી પરંતુ આજે ભવિષ્યનો રુખ પારખી નવા ટ્રેંડ્સ સ્થાપિત કરી એક ઇનોવેટર અને બ્રાન્ડ લીડર તરીકે પોતાને પ્રસ્થાપિત કરવું જરૂરી છે.
- મોટાભાગની બ્રાન્ડ આજે યુવાનોને ટાર્ગેટ કરવામાં વ્યસ્ત છે. ત્યારે આની સાથે સાથે નવા નવા સેગમેંટ્સ (ઙતુભવજ્ઞલફિાવશભ, ઉયળજ્ઞલફિાવશભ ફક્ષમ ૠયજ્ઞલફિાવશભ) ઓળખી તેને ટાર્ગેટ કરવા તરફ ધ્યાન આપવુ જોઈએ.
- સૌથી મહત્ત્વનું આજે જ્યારે ક્ધઝ્યુમર આપણને દોરી રહ્યો છે બદલાવ માટે ત્યારે હું શું મારું બ્રાન્ડ કમ્યુનિકેશન / એડવર્ટાઇઝિંગ તેને અનુરૂપ બનાવું છું? તેને ધ્યાનમાં રાખી, તેની આદતો, શોખો, ગમા-અણગમા સમજીને મારું કમ્યુનિકેશન ડેવેલપ થવું જોઈએ.
આવા સતત બદલાતા વાતાવરણમાં / સમયમાં કંપનીઓએ સજાગ રહેવું પડે છે; કારણકે તેઓની બ્રાન્ડ માટે એક છેડે પડકાર છે બ્રાન્ડને સસ્ટેન અર્થાત પકડી રાખવાનો તો બીજી તરફ નવું આપી માર્કેટ અને માઇંડ શેર મેળવવાની તક પણ છે. અને આ સ્થિતિ જે પાર કરી શકે તે બ્રાન્ડ ફક્ત ટૂંકા ગાળા માટે માર્કેટમાં નથી રમતી પણ તે બ્રાન્ડ માર્કેટમાં એક સફળ અને સમયને અનુકૂળ બ્રાન્ડ તરીકે પોતાને પ્રસ્થાપિત કરે છે.