ઉત્સવ

ચેનલ્સની ચેઈન: તુમ પાસ આયે યું મુસ્કુરાયે

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

યુટ્યુબ અને ટીવી ચેનલ્સ ની દુનિયામાંથી હવે ઘણા બધા પ્લેટફોર્મ પર ચેનલ શરૂ થઈ છે. જુદી જુદી ટ્રેનીંગ એપ્લિકેશનને બાદ કરતા ઘણી બધી એવી પણ એપ્લિકેશન છે જે પોતે એક કોમ્યુનિટી ની સાથે ચેનલ પણ ધરાવે છે. સપ્ટેમ્બર મહિનામાં જ સોશિયલ મીડિયા એપ્લિકેશન વોટ્સએપ નવા અપડેટ સાથે ચેનલની એન્ટ્રી થઈ. જેમાં સૌથી રસપ્રદ અને આકર્ષક કહી શકાય એવું પરિબળ રાજકીય મુદ્દો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્લેટફોર્મ પર વિધિવત રીતે પ્રવેશ લઈને દેશના લાખો લોકો સાથે ડાયરેક્ટ કનેક્શન જોડી લીધું. ફોલોઅર્સ વર્ષની દુનિયામાં શિખર સુધી પહોંચેલા સેલિબ્રિટીઓની યાદીમાં કેટરીના કેફ ટોપ ઉપર રહી છે. આ પછી બીજી બધી એક્ટ્રેસ છે જેને સોશિયલ મીડિયા પર એક્ટિવિટી વધારી દીધી.

હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી બધી ચેનલ છે. મેસેજિંગ એપ્લિકેશન એ નવા ફીચરે ઘણી બધી અપડેટ આપી દીધી છે. જેના કારણે આવનારા દિવસોમાં આંગળીના ટેરવે મોટી અપડેટ મળી રહેશે. ટેકનોલોજીની દુનિયામાં આવેલા આ પરિવર્તનની નોંધ દુનિયાના દરેક દેશે લીધી છે. એપ્લિકેશનની દુનિયામાં પણ વોટ્સ એપ પર ઘણી બધી રીતે પરિવર્તન લાવી દીધું છે. આવનારા સમયમાં ગ્લોબલ સર્ચ સુધી પહોંચનારી એપ્લિકેશન ખરા અર્થમાં દૈનિક જીવનનું એક પાસુ બની ગયું છે. મેસેજિંગ એપ્લિકેશન ૂવફતિંફાા પર ચેનલ શરૂ થયાના ગણતરીના દિવસોમાં ફેસબુક ના માલિક અને સેલિબ્રિટી કેટરીના કેફે આ ચેનલ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી એ સૌથી ખાસ વાત તો એ છે કે આ ચેનલ પર રહેલા લોકો કોઈ એક સેલિબ્રિટી ને ફોલો કરી રહ્યા હોવા છતાં ટોટલ સબ્સ્ક્રાઈબરમાં ક્યાંય એકબીજાને જોઈ શકતા નથી એટલું જ નહીં ક્યાંય પણ નંબર પણ લીક થતા નથી. બીજી એક ખાસ વાત એ છે કે, ૧૫ સપ્ટેમ્બરે જ્યારે વોટ્સએપ પર ચેનલ્સનું ફીચર લોંચ થયું એના ગણતરીના દિવસોમાં જ કેટરીના કૈફે એન્ટ્રી કરી લીધી. પણ સૌથી ખાસ વાત તો એ છે કે, જેટલા ફોલોઅર્સ માર્ક ઝકરબર્ગના ન હતા એટલા કેટરિના કૈફના હતા. આ સેલિબ્રિટીની લોકચાહના દર્શાવે છે. જોકે, એ પછી પંજાબી ગાયક દિલજીત દોસાંજે એન્ટ્રી કરી હતી. સતત વધી રહેલી આઈટી અપડેટમાં એપ્લિકેશન પ્લેટફોર્મ ગ્લોબલ બની રહ્યું છે. એમ કહેવામાં કંઈ ખોટું નથી. આંગળીના ટેરવે જે તે સેલેબ્સની અપડેટ અને સતત સમાચાર આ એક ક્રાંતિકારી પગલું સાબિત થશે એ વાત તો નક્કી છે. માત્ર કોઈ એક ક્ષેત્રની વાત નથી. રાજકારણથી લઈને રમતગમત સુધી આખી પેનલ ઊભી કરીને ડાયરેક્ટ લોકો સુધી પહોંચવા માટેનો આ એક સારો રસ્તો છે.

જાણીતા લોકોની મોટી વાત અને નાનામાં નાના માણસ પાસે મોટો ટ્રાફિક આ બન્ને વસ્તુઓ હવે એવી રીતે ક્નેક્ટ થઈ રહી છે જેમ કે, કોઈ દુકાનદાર પાસેથી વસ્તુઓ ખરીદવાની હોય. ડિજિટલ મીડિયમ પર એવી ચેઈન કામ કરી રહી છે. જે સતત આવી વસ્તુઓનું વિશ્ર્લેષણ કરીને મોટી અપડેટ આપે છે. બ્લોગરથી લઈને યુટ્યુબર સુધી એક ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચવા માટે વોટ્સએપ પણ એક મોટું પ્લેટફોર્મ બની રહ્યું છે. વાત જ્યાં ચેનલ્સની જ થઈ રહી છે ત્યારે એક વાત એ પણ નોંધવી જોઈએ કે, યુટ્યૂબ પર સૌથી વધારે સબસ્ક્રાઈબર્સ ભારતની જાણીતી મ્યુઝિક પ્રોડ્યુસર કંપની પાસે છે. એ પછી જુદા જુદા રીલ્સનું વિશ્લેષણ કરીએ તો ઘણી બધી રીતે ચેનલ્સ ઉપયોગી પુરવાર થઈ રહી છે.

જોકે, સરકાર તરફથી દર વર્ષે એક સ્કેનિંગ શરૂ થયા બાદ યટ્યૂબ પરથી ઘણી બધી ચેનલ્સ બંધ થઈ ચૂકી છે. તો બીજી તરફ કેટલીક બ્લોકલીસ્ટ કરી દેવામાં આવી છે. સમયાંતરે ગુગલે પોતાના અલ્ગોરીધમ બદલ્યા બાદ યુટયૂબે પણ વીડિયો કોન્ટેંટને લઈને મર્યાદાઓ વધારી દીધી હતી. બીજી બાજુ એવા વીડિયો પર સતત વોચ શરૂ થઈ જે બાળકો માટે હાનિકારક સાબિત થતા હોય કે, સમાજ વિરોધી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતા હોય. જાણીને નવાઈ એ લાગશે કે, સૌથી વધારે વીડિયો યુટયૂબ પર હેલ્થ અને ફિટનેસ અંગેના છે. એમાં બીજા ક્રમે ફની અને ફેશન બ્રાંડના પ્રમોશન આવે છે. જોકે ચેનલ્સ ઉપર પણ ઘણા પેઈડ પ્રમોશન ભાગ ભજવી જાય છે.

ચેનલ્સ આવ્યા બાદ સારી વાત એ રહી છે કે, ઓર્ગેનિક ટ્રાફિક ઊભો કરવામાં મોટી સફળતા મળી છે. ઘણી વખત ફેક ટ્રાફિકને કારણે ઘણું નુકસાન ઊભું થતું હતું જ્યારે ગ્રૂપ શેરિંગમાં
પણ કેટલાક ફેક એકાઉન્ટ રહ્યા હતા. ચેનલ્સ આવતા ધીમે ધીમે હજું ફેક ઘટશે એ વાત તો નક્કી છે. લગભગ ૧૫૦ દેશોમાં રજૂ કરવામાં આવ્યું છે આ ફીચર. અપડેટમાં વોટ્સએપે ચેનલ ફીચર આપવામાં આપ્યું છે. યુઝર્સ તેમના મનપસંદ લોકો સાથે જોડાઈ શકશે અને દરેક અપડેટ મેળવી શકશે. આ માટે તમારે મનપસંદ ચેનલને ફોલો કરી શકાય છે. વોટ્સએપ ચેનલ વન-વે બ્રોડકાસ્ટ ચેનલ છે. ખાસ વાત એ છેકે, મોબાઇલ નંબર વિના ચેનલ બનાવી શકો.એટલે કે,વોટ્સએપ ચેનલ બનાવવા માટે યુઝર્સને મોબાઈલ નંબરની જરૂર નહીં પડે. મતલબ કે, તેનો નંબર કોઈને દેખાશે નહીં. ચેનલનું નામ અને ડિટેલ નાખીને પ્રોફાઇલ ફોટો સેટ કરવા સુધીની સુવિધાઓ આપવામાં આવી છે. હવે રાહ એ વાતની જોવાઈ રહી છે કે, કંપની પોતાનું નવું ફીચર એઆઈ અને ગ્લોબલ સર્ચ કેવી રીતે ઈન્ટ્રોડ્યુસ કરીને અપડેટ આપે છે. લેટ્સ વેઈટ ફોર ન્યૂ ચેન્જ

આઉટ ઓફ ધ બોક્સ
ખાતામાંથી પૈસા કટ થતા એક સેક્ધડ પણ નથી લાગતી પણ ક્રેડિટ થતા સમય લાગે છે. સમજવું જોઈએ કે, ખુદની ક્રેડિટ ઊભી થતા હંમેશાં એક સમય લાગે છે જેમાં આપણા પ્રયાસો પાયામાં અને સફળતા લોકોની સમક્ષ હોય છે સાબિતીની જરૂર નથી હોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button