ઉત્સવ

જૂની-નવી પેઢી વચ્ચે ઝોલા ખાતા સંબંધ

કેન્વાસ – અભિમન્યુ મોદી

જનરેશન ગેપ….. આ ટર્મિનોલોજી ઘણી જનરેશનથી સાંભળતા આવ્યા છીએ.
અલબત્ત, જનરેશન ગેપનો મહિમા એટલે કે તણાવ સદીઓ જૂનો છે. ઉમરમાં જૂની થઇ જતી પેઢીને નવી પેઢી સાથે ફાવતું નથી કે પછી એથી ઊંધું- પણ બંને પેઢી વચ્ચે તિરાડની તકરાર ચાલતી રહે છે.
જનરેશન ગેપ’ શબ્દ કે લેબલ નીચે વિચ્છેદ થઇ રહેલા સંબંધોના એટલા બધા ઉદાહરણો સતત જોવામાં આવે છે કે હવે તો દુખને બદલે કંટાળો આવે છે.
જેને કાચના વાસણની જેમ સાચવવા પડે એને સંબંધ કઈ રીતે કહેવાય? દુખદ આશ્ચર્યજનક વાત એ છે કે જેમના થકી જન્મ્યા છે અને જેમની સાથે રહ્યા છો એવા સ્વજનો સાથે ફાવે કેમ નહિ? સગા આપ્તજનો પર નફરત થઇ જાય એવા સંજોગ પેદા થઇ જ કઈ રીતે શકે?
જનરેશન ગેપના ઘણા બધા કારણ હશે, પણ તે બધાના નિવારણ વ્યવહા રીતે
પણ શક્ય હોય જ છે, પરંતુ બધાં કારણની ભીતર એક સામાન્યતા છે. એ છે સમજનો અભાવ. હા, સમજવાની વૃત્તિનો લોપ શ થાય એટલે સંબંધ નબળા પડવાની શઆત થઇ જાય. જો કે વ્યક્તિને પોતાને એમ જ લાગતું હોય છે કે મને કોઈ સરખી રીતે સમજી નથી શક્યું અને એવું વિશ્વના તમામ માણસ વિચારતા હોય છે અને કમનસીબે બધા સાચા છે, કારણ કે પૂરી રીતે તો કોઈ કોઈને સમજી શકતું જ નથી. વૈજ્ઞાનિક રીતે તે અશક્ય છે. તાર્કિક રીતે એ માંગણી થોડી વધુ પડતી પણ લાગી શકે.
સ્વજનને પુરા ન સમજી શકીએ તો કઈ નહિ, પણ એમને બને એટલા વધુ સમજવાનો પ્રયત્ન તો કરીએ. અહીં આવો પ્રયત્ન જ નથી દેખાતો અને એટલે જ જનરેશન ગેપ રાજ કરે છે આપણા કુટુંબોમાં.
સમજ બહુ જરી છે. ફક્ત સંબંધમાં જ નહિ જિંદગીના કોઈ પણ તબક્કામાં. આ વ્યક્તિ આવા સમયે અને આ ઉમરે આવું વર્તન શું કામ કરી રહી હશે, આવું કરવા પાછળનાં કારણ કયા કયા હોઈ શકે, આ વર્તન સિવાયના બીજા ઓપ્શન એમની પાસે કયા
હશે અને એમણે તે ઓપ્શન શું કામ પસંદ ન કર્યા, ઈત્યાદી, ઈત્યાદિ…
સમજ બહુ જરી છે. સમજ ત્યારે કેળવાય જ્યારે ઠંડા કલેજે અને શાંત ચિતે જે તે સ્વજન સાથે ક્વોલીટી
ટાઈમ પસાર કર્યો હોય તો. ઉપરછલ્લો વ્યવ્હાર સંબંધને બટકણા બનાવે છે. જ્યારે જેટલા ઊંડાણથી તમે એની વાતચીત- વર્તણુંક- એની પસંદ-નાપસંદનું, એના ગમા-અણગમાનું પૃથક્કરણ કરશો તો કરશો તો તમારા વચ્ચેની સમજણ ઘેરી બનશે અને ટ્યુનીંગ ગાઢ બનશે.
આ વાત બંને પેઢીને એકસમાન ધોરણે લાગુ પડે છે. વડીલોને પણ અને નવયુવાન મિત્રોને પણ.
ફોન અને સોશિયલ મીડિયાથી દુનિયા નાની ભલે થતી જતી પણ પોતીકાપણું નાનું થવું ન જોઈએ.
હવે જો સીધી દરેક પેઢીના પોઈન્ટ ઓફ વ્યુથી વાત કરીએ તો એક ક્રૂર હકીકત
શઆતમાં જ સમજીને સ્વીકારી લેવાની
જર છે કે બાળકો અને મા બાપ, યુવાનો
અને વડીલો વચ્ચે જ્યારે પણ તણાવ સર્જાય ત્યારે વાંક ફક્ત યુવાન પેઢીનો નથી હોતો. ઊલટાનું ઘણા કિસ્સામા વડીલોનો વાંક વધુ હોય છે.
હું ખુદ મળ્યો છું ઘણાં ટ્રસ્ટીઓને કે જે વૃદ્ધાશ્રમ ચલાવે છે. એ લોકોનું કહેવાનું ચોંકાવના હોય છે કે સીતેરથી એંશી ટકા વાંક વડીલોનો હોય છે…!
એ લોકોમાં ઘણી વખત એક છૂપું અભિમાન દેખાય છે અનુભવોનું. ઓફ કોર્સ, એમની પાસે અનુભવની આંખ છે,
જે યુવાપેઢી પાસે નથી પણ તેના અનુભવો અને તેની જ વિચારસરણી મુજબ દુનિયા ચાલે એવી જીદ પણ વધુ પડતી નથી.?
વાત તો ઘણી બધી છે.એ વિગતે કરીશું અને હા, યુવાનોની વાત તો હજુ બાકી છે…. તો ફરી મળીએ આવતા અઠવાડિયે…(ક્રમશ:)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…