ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

વિશેષ: અમેરિકાની ચૂંટણીમાં ત્યાં વસેલા ભારતીયોના મત ગૅમચેન્જર બનશે?

-અનંત મામતોરા

અમેરિકામાં વિશાળ સંખ્યામાં ભારતીયો વસે છે. ચાર વર્ષ પહેલા ૨૦૨૦ના ઑગસ્ટમાં ત્યાંના પ્રેસિડન્ટ જા બાઇડને ઉપરાષ્ટ્રપતિના પદ માટે ભારતીય મૂળના કમલા હેરિસને ઉમેદવાર જાહેર કર્યાં હતાં. એ વખતે એક એશિયન મૂળની મહિલા આ પદની એકદમ નજીક આવી ગઈ હોય એવું લાગી રહ્યું હતું.

કમલા હેરિસની ઉમેદવારી બાદ અમેરિકામાં રહેતાં મૂળ ભારતીયોમાં ખુશીની લહેર ફરી વળી હતી. સાથે જ તેઓ ગર્વ અનુભવી રહ્યાં હતાં. (આવો જ આનંદ અગાઉ બ્રિટનમાં ઋષિ સુનકની વડાપ્રધાન પદે નિમણૂક થયા બાદ જોવા મળ્યો હતો.) કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિના પદ પર વિરાજમાન થાય ત્યાં સુધી લોકોમાં તેમના પ્રત્યે અપાર અપેક્ષાઓ બંધાઈ ગઈ હતી.

ભારતીય મૂળના કેટલાય લોકોને આશા બંધાઈ હતી કે કમલા હેરિસ ભારતીયોના અનેક મુદ્દાઓ પર પ્રકાશ પાડશે, તેઓ ભારતીય પૂર્વજોની પ્રશંસા કરશે, કેટલાય વિષયો પર ભારતનો પક્ષ લઇને સકારાત્મક બાબતો કહેશે. પોતાના કાર્યકાળમાં કમલા હેરિસે કાશ્મીરનો વિષય ઉઠાવ્યો હતો. આ વખતે પાંચ નવેમ્બરે યુએસમાં થનારા રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં કમલા હેરિસે ઝંપલાવ્યું છે.

જોકે તેમને આ ઇલેક્શનમાં ઇન્ડિયન-અમેરિક્ધસ તરફથી ઓછા મત મળવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં નોંધવા જેવી બાબત એ છે કે શું ખરેખર ભારતીય વંશના મત અમેરિકાના ઇલેક્શનમાં ગેમ-ચેન્જર બનશે? એનું વિશ્ર્લેષણ આંકડા સાથે દેખાડીશું.

૨૦૨૦ની લોકસંખ્યા ગણના પ્રમાણે અમેરિકામાં અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ જો કોઈ રહેતું હોય તો એ છે મૂળ ભારતીયો.

અમેરિકાના ૧૯૬૫ના સ્થળાંતરના કાયદા મુજબ વિશિષ્ટ દેશોની કોટા પદ્ધતિને રદ્ કરીને એશિયાના લોકોને અમેરિકામાં રહેવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તો અમેરિકામાં સ્થાયી થવા માટે ભારતીયોની સંખ્યામાં વધારો થયો હતો. તાજેતરમાં તો એશિયાના ખંડમાંથી ચીનના લોકોની સંખ્યા અમેરિકામાં વધી ગઈ છે. વાસ્તવમાં ૧૯૯૦ અને ૨૦૧૦ બાદ અમેરિકામાં ભારતીય લોકોનો ધસારો વધી
ગયો છે.

છેલ્લાં પંદર વર્ષમાં અમેરિકામાં વસવા જવા માગતા ભારતીયોની સંખ્યા બમણી થઈ ગઈ છે. ૨૦૨૩માં મેક્સિકો બાદ ભારત બીજા ક્રમાંકે આવી ગયું છે.

તમામ દેશોની સરખામણીએ ભારતીયોને અમેરિકામાં શિક્ષિત ગણવામાં આવે છે. એનું કારણ એ છે કે તેઓ અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવે છે, વિજ્ઞાન, ગણિત અને ટૅક્નોલોજીમાં પણ નિપુણ હોય છે. અમેરિકાની અનેક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધનના કામમાં ભારતીયોનો બહોળો ફાળો રહ્યો છે. ટૅક્નોલોજી અને આઇટી કંપનીઓમાં પણ ભારતીયોનો દબદબો છે.

અમેરિકામાં ભારતીયોની સંખ્યામાં ભલે વધારો થયો
હોય અને તેમની પ્રગતિ થઈ હોય છતાં પણ ત્યાંના રાજકારણમાં ભારતીયોના મતને ધાર્યું એવુ મહત્ત્વ નથી
મળ્યું.

આ વખતે ડેમોક્રેટિક પાર્ટી વતી કમલા હેરિસની પ્રેસિડન્ટ પદ પર ઉમેદવારી પાક્કી થઈ ગઈ છે. સાથે જ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિના પદ માટે જે. ડી. વેન્સને ઉમેદવારી આપી છે. તેમના પત્ની ઉષા વેન્સ મૂળ ભારતના હોવાથી તેમનો પરિવાર યુએસમાં સ્થાયી થયો છે. એથી એમ કહી શકાય કે ૨૦૨૫ની જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસમાં ભારતીય વંશની વ્યક્તિ બિરાજમાન હશે એ
નક્કી છે.

એથી ભારતીયોમાં ઉત્સાહ નિર્માણ થયો છે. ખાસ કરીને ભારતમાં રહેતા લોકોને એવો અંદાજો છે કે અમેરિકામાં
વસતાં મૂળ ભારતીયોનો પ્રભાવ આ ઇલેક્શનમાં જોવા
મળશે. છેલ્લાં થોડાં વર્ષોથી અમેરિકાના રાજકારણમાં ભારતીયોની હાજરી દેખાવા માંડી છે.

અમેરિકાના સર્વોચ્ચ સદનમાં પાંચ ભારતીય-અમેરિકન છે. તો સાથે જ વિવિધ રાજ્યોની સંસદમાં લગભગ ૪૦ સદસ્યો ભારતીય છે. વર્તમાન ઇલેક્શનમાં રિપબ્લિકન પક્ષના નિકી હેલી, વિવેક રામાસ્વામીએ પણ ઝંપલાવ્યું છે. અગાઉ રિપબ્લિકન પક્ષના બૉબી જીંદલ પણ રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય રહ્યા હતા.

આમ છતાં ભારતીય વંશના મતદારો અમેરિકાના રાજકારણમાં ખરા અર્થમાં વોટ-બૅન્ક સાબિત થશે કે
નહીં એ જોવું રહ્યું. અમેરિકામાં લગભગ પચાસ લાખ
લોકો રહે છે. એમાંથી અંદાજે ૨૬ લાખ મૂળ ભારતીયો એવા છે જે અમેરિકાના નાગરિક હોવાથી તેમને જ માત્ર મત આપવાનો અધિકાર છે. આ સંખ્યા અમેરિકાના કુલ મતદાતાની સરખામણીએ માત્ર દોઢ ટકા જેટલી છે.

ભારતીય મૂળના મતદાતા અમેરિકાના પૂર્વ, પશ્ર્ચિમ
અને સાઉથના સ્ટેટમાં વસે છે. ‘માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ’ના સંશોધનના આધાર પ્રમાણે ભારતીય
મૂળના લોકો જે કાઉન્ટીઝમાં વધુ સંખ્યામાં રહે છે
એવા પહેલા ૧૫ કાઉન્ટી દેખાડ્યા છે. એ સંખ્યા
અમેરિકામાં વર્તમાનમાં રહેતા અનિવાસી ભારતીયોની સાથે એકંદર ભારતીયોની છે. જે ભારતીય વંશના લોકો અમેરિકાના નાગરિક અને મતદાતા પણ છે તો તેમની સંખ્યા ખૂબ
ઓછી છે.

છેલ્લાં વીસથી પચીસ વર્ષમાં ઇલેક્શનમાં ત્રણ-ચાર રાજ્યોની ભાગીદારી ખૂબ અગત્યની ગણવામાં આવે છે. આ રાજ્યો એટલે કે મિશિગન, વિસ્કોન્સિન, એરિઝોના અને જ્યોર્જિયા છે. જે ‘સ્વિંગ સ્ટેટ’ તરીકે ઓળખાય છે. આ રાજ્યો જ ખરા અર્થમાં અમેરિકાના પ્રેસિડન્ટની નિમણૂક કરે છે એવું કહીએ તો કાંઈ ખોટું નથી.

૨૦૨૦ના ઇલેક્શનમાં રાષ્ટ્રાધ્યક્ષ જો બાઇડેનને મળેલા વિજયી મતના કુલ મતમાંથી ૦.૦૨ ટકા આ રાજ્યો તરફથી મળ્યા હતં. એથી ભારતીય મૂળના મતદાતાઓની અમેરિકાના રાષ્ટ્રીય સ્તરે જરૂરી એવી વોટ-બૅન્ક તૈયાર નથી થઈ એ બાબત પણ ધ્યાન રાખવા જેવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button