ઉત્સવ

પ્રાચીન ભારતમાં સમયની ગણના

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

તીક્ષ્ણ સોયથી કમળની પાંખડીને વીંધતા જે સમય લાગે તેને ત્રૂટી કહે છે. ૧૦૦ ત્રૂટી બરાબર એક લવ થાય છે. ૧૦૦ લવ બરાબર એક નિમીષ થાય છે. નિમીષ એટલે આંખ પલકારો કરવામાં જે સમય લે તેટલો સમય. સાડા ચાર નિમીષનો સમય એ દીર્ઘ અક્ષર બોલતા જે સમય લાગે તેટલો સમય. ચાર દીર્ઘ અક્ષર બોલતા જેટલો સમય લાગે તેને ક્ષત કહેવાય છે. અઢી ક્ષત બરાબર અસુ.

અસુ એ એક શ્ર્વાસોચ્છવાસ લેતા જે સમય લાગે તેટલો સમય. તે ચાર સેક્ધડ બરાબર થાય. અસુ બરાબર એકપળ. છ પળ બરાબર એક ઘટિકા જે ૨૪ મિનિટ જેટલો સમય થાય. ૩૦ ઘટિકા બરાબર એક દિવસ. ૩૦ દિવસ બરાબર એક મહિનો, ૧૨ મહિના બરાબર એક વર્ષ. એક યુગ બરાબર ૪૩૨૧૦,૦૦૦ વર્ષ. એટલે કે ૪૩૨૦૦૦૦ વર્ષ. એક મનુ બરાબર ૭૨૪૩૨૦૦૦૦ વર્ષ. ૧૪ મનુ બરાબર એક ૬૯૫=૧૪૭૨૪૩૨૦૦૦૦ વર્ષ. બે કલ્પ બરાબર બ્રહ્માનો એક દિવસ અને રાત એટલે કે પૂરો દિવસ. બ્રહ્માનું એક વર્ષ બરાબર બ્રહ્માના ૩૬૫ દિવસ=૩૬૦૧૪૭૨૪૩૨૦૦૦૦ વર્ષ બ્રહ્માનું જીવન ૧૦૦ વર્ષનું=૧૦૦૩૬૦૧૪૭૨૪૩૨૦૦૦૦ વર્ષ=૧૫૬ ૭૬૪ ૧૬૦૦૦૦૦૦૦=(૧૫૬૭૬૪૧૬) કરોડ= મહાકલ્પ (એક કરોડ, ૫૬ લાખ, ૭૬ હજાર ૪૦૦ અને ૧૬) કરોડ બહુ અઘરી ગણતરી છે.

મહકલ્પ હાલની બ્રહ્માંડની વય કરતા એક લાખ ગણુ મોટો છે. આ બ્રહ્માનું જીવન છે. સૌર દિવસ એ તારો અસ્ત પામે અને ઉદય પામે તેટલો સમય. ચંદ્ગ દિવસ એટલે અમાસથી અમાસનો સમય ગાળો. સૌર વર્ષ એટલે સૂર્યનું આકાશમાં એક ચક્કર. નાગરિક દિવસ એટલે એક સૂર્યોદયથી બીજા સૂર્યોદયનો સમયગાળો. બ્રહ્માનો દિવસ (૨૬૯૫) યુગના સ્વરૂપે =૨૦૧૬ યુગ. બ્રહ્માનો મહિનો યુગના સ્વરૂપે =૩૦૨૦૧૬ યુગ બ્રહ્માનું વર્ષ યુગના સ્વરૂપે =૧૨૩૦૨૦૧૬ યુગ.

=૩૬૦૨૦૧૬ યુગ.
બ્રહ્માનું જીવન યુગના સ્વરૂપે =૧૦૦૩૬૦૨૦૧૬ યુગ.
=૩૬૦૦૦૨૦૧૬ યુગ.
એક યુગ =૪૩,૨૦,૦૦૦ વર્ષ
ગુરુનું વર્ષ= ગુરુનું આકાશમાં એક ચક્કર
=૧૨ વર્ષ
પિતૃનો દિવસ=એક ચંદ્ર માસ
દેવોનો એક દિવસ=એક સૌર વર્ષ
અસુરોનો એક દિવસ =૧ સૌર વર્ષ.
દેવો અને અસુરોનો દિવસ તો સરખો જ.
કૃતયુમ (સત્યુગ) ત્રેતાયુગ, દ્વાપર યુગ,
કલિયુગ.

ભારતીય લોકો હજાર અબજ અબજ અબજ અબજ અબજ અબજ સુધીની સંખ્યા જાણતા હતાં અને તેનો ઉપયોગ પણ કરતા હતાં અને આટલે સુધીની દરેક સંખ્યા નામો પણ હતા. જગતમાં આનો કોઇ જોટો નથી. આજથી ૭,૦૦૦ વર્ષ પહેલાંથી તેઓ શૂન્ય વિશે અને દશાંશ પદ્ધતિ વિશે જાણતા હતાં. માટે જ આઇન્સ્ટાઇને એક વાર કહેલું કે દુનિયાના ભારતીયોની ઋણ છે જેને દુનિયાને ગણતરી કરતાં શીખવ્યું, નહીં તો વિજ્ઞાન આગળ વધ્યું જ ન હોત. રુદ્ગીમાં અને વેદોમાં એક સંખ્યાની શ્રેણી, બેકી સંખ્યાની શ્રેણી વગેરે સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં ચતુર્થ સંખ્યાની શ્રેણી પણ તેઓ જાણીતા હતા જેને અર્વાચીન ગણિતશાસ્ત્રમાં એરિથમેટીક અને જ્યોમેટ્રિક શ્રેણી કહે છે. બ્રહ્માંડનું માપન કરવાની ફૂટપટ્ટી, મીટર સ્કેલ, મેઝરીંગ ટેપ પણ ભારતના કેરળના ગણિતશાસ્ત્રી ઋશિ બૌધાયને ઇસુ પૂર્વે છઠ્ઠી સદીમાં આપી હતી જેને લોકો પાયથાગોરસ થિયરીસ કહે છે. એ જ પ્રાથમિક મીટર સ્કેલને સમયને ચોથું પરિમાણ બનાવી આઇન્સ્ટાઇને વિશિષ્ટ સાપેક્ષવાદ આપ્યો અને યુકિલીડીએતર (નોન યુકિલડીઅન) ભૂમિતિનો ઉપયોગ કરી આઇન્સ્ટાઇને તેને વિસ્તૃત સાપેક્ષવાદ આપ્યો. આમ બ્રહ્માડને સમજવામાં ભારત પાયામાં છે. જો ભારતે ૦, ૧, ૨. ૯,૧૦,૧૦૨ વગેરે સંખ્યા ન શોધી હોય તો આપણે પૃથ્વીમાં ચંદ્રનું અંતર, સૂર્યનું અંતર, તારા, મંદાકિનીના અંતરો, આ બધાની સાઇઝ કેવી રીતે સમજી શક્યા હોત? સૂક્ષ્મ જીવો, બેકટેરિયા — નાભિ વગેરેની સાઇઝ કેવી રીતે જાણી શક્યા હોત?

કણાક અણુથિયરી આવી શક્યા ન હોત. આર્યભટે પણ ગણિતશાસ્ત્રમાં પાયાનું કાર્ય કર્યું છે અને તેને ખગોળવિજ્ઞાનમાં પણ પાયાનું કાર્ય કર્યું છે. અને તેને ખગોળવિજ્ઞાનમાં પણ પાયાનું કામ કર્યું છે, તેવી જ રીતે વરાહમિહીર, બ્રહ્માગુપ્ત, ભાસ્કરાચાર્યે પણ ખગોળ અને ગણિતમાં પાયાનું કામ કર્યું છે. તેમણે પ્રાથમિક કલનશાસ્ત્રની શોધ કરી હતી. પરમ્યુટેશન – કોમ્બીનેશનની શોધ કરી હતી. આર્યભટે કહ્યું કે નાવમાં બેઠેલો માનવી નદીના કાંઠે રહેલા વૃક્ષો અને મકાનોને વિરુદ્ધ દિશામાં જતા જુએ છે, તેમ સૂર્ય, ચંદ્ર, ગૃહો, તારા પૂર્વની દિશામાં ગતિ કરતાં દેખાય છે કેમ કે પૃથ્વી તેની ધરી પર પશ્ર્ચિમથી પૂર્વ તરફ ઘૂમે છે. આ હકીકતમાં પ્રાથિમક સાપેક્ષવાદનો સિદ્ધાંત હતો.

છઠ્ઠી સદીમાં ઉજજૈનના રાજવી ખગોળવિજ્ઞાની વરાહમિહીરે અશ્ર્વિની યુગ શરૂ કરી મહિનાને ૧૫ દિવસ પાછળ કુદાવ્યો અને ઋતુઓ સાથે મેળ કર્યો. આ કાર્ય તેમના જમાનામાં શક્તિશાળી વિશ્ર્વામિત્ર ઋષિ પણ નહોતા કરી શક્યા. વિશ્ર્વામિત્રે આકાશમાં સ્વર્ગ ખડું કર્યું હતું.

બ્રહ્મગુપ્તાના ગણિતના ગ્રંથો કાંક નામનો ઉજજૈનનો ગણિતશાસ્ત્રી બગદાદના ખલિફાના રાજમાં લઇ ગયો, ત્યાં બ્રહ્મસ્કૂટ સિદ્ધાંત અને ખંડખાદ્યક અને ખંડપાદ્યક અલ હિન્દ સિન્ધ અને અલ અકરંદના નામે પૂરા યુરોપમાં પ્રસર્યું. આમ ભારતીય ગણિતશાસ્ત્ર પૂરી દુનિાયામાં પ્રસર્યું. આ ભારત છે. ભારતની સંસ્કૃતિ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ…