બ્રાન્ડ બનાઓ ખેલ ખેલમેં…
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
હાલમાં યોજાયેલી પેરિસ ઓલિમ્પિકમાં ભારત ૬ મેડલ જીતીને ૭૧મા સ્થાને રહ્યું. આપણા કરતાં નાના દેશો વધુ મેડલ જીત્યા છે. લોકો દલીલ કરે છે કે ૧૪૦ કરોડના દેશમાં આપણે ૧૦ મેડલ પણ ના લાવી શક્યા. મેડલ અને દેશની વસતિને કોઈ લેવાદેવા નથી. તેના માટે જોઈતું પ્રોત્સાહન, પોતાની તૈયારી, ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેક્નોલોજી અને સૌથી મહત્ત્વનું આ બધી ચીજો માટે ભંડોળ અર્થાત્ પૈસા લાગે છે. જરા વિચારો આપણે અમુક વર્ષોથી ક્રિકેટમાં સૌથી આગળ છીએ. આ વાત રાતોરાત થઇ? ના, ૧૯૮૩મા વર્લ્ડ કપ જીત્યા ત્યારબાદ એક નવી શરૂઆત થઇ પછી આજે આટલાં વર્ષે આપણે ટોચની હરોળમાં બેઠા. એ જ રીતે આજે બીજી બધી રમત ગમતોને પ્રોત્સાહન મળવાની શરૂઆત થઇ છે. હાલની સરકાર થોડાં વર્ષથી આ દિશામાં ખેલો ઇન્ડિયા’ના કેમ્પેઇન હેઠળ નક્કર પગલાં લઇ રહી છે.
વાત આજે સ્પોર્ટ્સને મહત્ત્વ આપવાની છે. ક્રિકેટ ઉપરાંત બ્રાન્ડ્સ હવે બીજી રમત ગમતો સ્પોન્સર કરી રહી છે. પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે બે ડઝનથી પણ વધારે સ્પોન્સર્સ હતા. આ સૂચવે છે કે દેશ અને બ્રાન્ડ આને ગંભીરતાથી લઇ અગ્રતા આપી રહી છે. આનું મુખ્ય કારણ તે કે છેલ્લાં ૧૦ વર્ષથી સ્પોર્ટ્સને એક ઈન્ડસ્ટ્રીયલ તરીકે જોવામાં આવે છે. આનો શ્રેય ઈંઙક ઈત્યાદિ સ્પોર્ટ્સમાં ચમકી રહેલા સિતારાઓને જાય છે.
ઈંઙક પછી બીજી ઘણી રમતોએ લીગનું રૂપ ધારણ કરી માર્કેટમાં જંપલાવ્યુ, જેમકે ઈંજક, કબડ્ડી લીગ, રેસલિંગ, ટેનિસ, બેડમિંટન, હોકી વગેરે. આના કારણે ઇંટરનેશનલ સ્પોર્ટ્સની સાથે સાથે નેશનલ લેવલ પર પણ સ્પોર્ટ્સની વિવિધ પ્રોપર્ટી ક્રિયેટ થવા માંડી અને આનાથી બ્રાન્ડને પોતાના ક્ધઝ્યુમર સુધી પહોંચવાનો મોકો મળ્યો. બ્રાન્ડ કઈ સ્પોર્ટ્સ લીગ સાથે જોડાયેલી છે તેના થકી તેમની ઇમેજ બિલ્ડ થઇ અને પોપ્યુલારિટી મળી તે અલગથી.
સ્પોર્ટ્સ માર્કેટિંગનું સૌથી સફળ પાસુ એટલે એનું ફેન ફોલોઈંગ કેટલું છે. વિવિધ લીગ જે અસ્તિત્વમાં આવી એ પણ પોતાની લીગ પ્રમોટ કરી સ્પોન્સર લાવવામાં સફળ થઈ તેટલું જ નહીં , ફેનબેઝ ક્રિયેટ કરવામાં પણ સફળતા મળી. આ બધી લીગને પોપ્યુલર બનાવવામાં સ્પોર્ટ્સ માર્કેટિંગનો મોટો હાથ છે. જે રીતે તેને પ્રમોટ અને એકિઝકયુટ કરવામાં આવી તેનાથી તેની લાંબા ગાળાની સફળતા દેખાણી. આનાથી ઘણા ફાયદા પણ થયા. ગ્રાસરૂટ લેવલના ખેલાડીઓનો ઉદય થયો, વિવિધ રમતોને નવાનવા ચહેરાઓ મળ્યા અને નેશનલ લેવલ પર બેંચ સ્ટ્રેંથ વધવા લાગી. સ્પોર્ટ્સમેનને કામ મળવા લાગ્યુ અને દેશને સારા ખેલાડીઓ મળવા લાગ્યા. સ્પોર્ટ્સની સાથે સંલગ્ન બીજી ઘણી ઇંડસ્ટ્રીઓ પણ અસ્તિત્વમાં આવી કાં તો જે હયાત હતી એમના માટે પણ નવી નવી તક માર્કેટમાં ઊભરી. જેમકે; સ્પોર્ટ્સ ટ્રેનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મર્ચેનડાઇઝિંગ, કલોધિંગ, હોસ્પિટાલિટી, ઇવેંટ્સ, સ્પોર્ટ્સ ઈક્વિપમેંટ મેન્યુફેક્ચરિંગ, રિટેલિંગ વગેરે.
આજે ફક્ત પુરુષો જ નહીં સ્ત્રીઓ પણ વિવિધ રમત ગમતોમાં ભાગ લઈ રહી છે અને ફિમેલ વ્યૂઅરશિપ પણ વધી રહી છે. ડિજિટલ ક્ધઝમ્પશન-વપરાશ વધી રહ્યો છે, જે સ્પોન્સર માટે ખુશીની વાત છે.
આજે સ્પોર્ટ્સ જ્યારે દેશભરમાં ખ્યાતિ પામી રહ્યું છે ત્યારે સ્પોન્સર્સ મહત્ત્વનો ભાગ ભજવે છે. બ્રાન્ડ હંમેશા મોટી પ્રોપર્ટીની રાહ જોતી હોય છે, જેની સાથે તે જોડાઈ શકે. આજે જ્યારે ૧૦ થી પણ વધારે સ્પોર્ટ્સ લીગ છે ત્યારે સ્પોર્ટ્સ એમની માર્કેટિંગ પ્લાનનો મહત્વનો હિસ્સો બની રહ્યું છે. બ્રાન્ડ આ લીગ સાથે સહભાગી થઈ પોતાને પ્રમોટ કરે છે. ક્રિકેટ બધાને અપીલ કરે છે દેશભરમાં તો ફૂટબોલ યુવાનોને અપીલ કરે છે અને કબડ્ડી બધી એજ ગ્રૂપને તથા સ્ત્રી-પુરુષ બંનેને અપીલ કરે છે. જેમ આપણે જાણીએ છીએ કે સ્પોર્ટ્સની સફળતા એટલે તેનું ફેન ફોલોઈંગ. વિવિધ સ્પોર્ટ્સના જે ફેન્સ છે એનો અભ્યાસ કરી બ્રાન્ડ એની સાથે સંકળાઈ છે. સ્પોર્ટ્સ માર્કેટિંગ બ્રાન્ડને ફક્ત વ્યૂઅરશિપ ન આપતા ઓનલાઇન, ઓનગ્રાઉંડ અને ડાઇરેક્ટ ફેન કોન્ટેક્ટની તક પણ આપે છે. આના કારણે બ્રાન્ડને ઘણો ફાયદો થાય છે , કારણ કે એને ક્ધઝ્યુમર સાથે સીધો સંપર્ક થઇ વાતચીત કરવાનો મોકો મળે છે. આ ઉપરાંત ટીવી પર પણ બ્રાન્ડને આગવી રીતે પ્રમોટ કરવાના તરકીબ ઉપલબ્ધ છે, જેમકે, બાઉંડ્રી બોર્ડ્સ, સ્ટેંડ્સ, બ્રાન્ડ લોગો પ્રેઝેન્સ ડિજિટલી હોલોગ્રામ તરીકે, વિવિધ પુરસ્કારો બ્રાન્ડના નામે, વગેરે.
સ્પોર્ટ્સ લીગ્સ નાની – મોટી બધી બ્રાન્ડસને તક આપે છે. નાની બ્રાન્ડનું બજેટ ઓછું હોય તો તેના માટે પણ અમુક પ્રોપર્ટી તૈયાર કરવામાં આવે છે, જેથી એને પણ ક્ધઝ્યુમર સુધી પહોંચવાની તક મળે અને સ્પોર્ટ્સ લીગને પોતાનું રેવન્યૂ મળે. આ કારણસર સ્પોર્ટ્સ લીગ બધા માટે વિન-વિન સાબિત થઈ રહ્યુ છે. હર વર્ષે ફેન ફોલોઇંગ વધતુ રહ્યુ છે. આજસુધી નેશનલ બ્રાન્ડસ આનો લાભ લેતી હતી , પણ હવે નાની નાની ઘણી પ્રાદેશિક અને લોકલ બ્રાન્ડસને પણ મોકો મળશે પોતાને પ્રમોટ કરવાનો અને આવી પ્રોપર્ટી સાથે સંલગ્ન થવાનો. સ્પોર્ટ્સ લીગની સફળતાનું સૌથી મોટું પાસું એટલે તેને ફક્ત સ્પોર્ટ્સ સુધી સીમિત ન રાખતા તેને મનોરંજન સાથે સાંકળી દેવું એ.. સેલેબ્રિટીસ, પાર્ટીસ, સ્ટેડિયમનો માહોલ, પ્રી અને પોસ્ટ મેચ પ્રોગ્રામના થકી દર્શકોને ભરપુર મનોરંજન મળી રહે છે. આના થકી બ્રાન્ડ માટે ભરપૂર ક્ધટેન્ટ જનરેટ થાય છે, જેનો ઉપયોગ ઓનલાઇન અને ઓફલાઇન પ્રમોશન માટે બ્રાન્ડ કરે છે. બ્રાન્ડ જ્યારે કોઈ લીગ્સ સાથે જોડાય ત્યારે જરૂરી છે કે તે લાંબા ગાળા સુધીનું
જોડાણ હોય , જેથી એ જે-તે સ્પોર્ટ્સના ફેન્સ સાથે રેગ્યુલર સંબંધ બાંધી શકે. આમ પોતાને અનુરૂપ લીગ અને ફેન
ફોલોઈંગ જાણી બ્રાન્ડ તેની સાથે જોડાય તો સ્પોર્ટ્સ એક બેસ્ટ પ્રોપર્ટી છે , જહાં ખેલ ખેલમેં બ્રાન્ડ બન સકતી હૈ ઔર બઢ ભી સકતી હે.