ઉત્સવ

ક્ધઝ્યુમરને સમજી બ્રાન્ડ બનાવો

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે – સમીર જોશી

માર્કેટિંગ અને બ્રાન્ડ બિલ્ડિંગમાં સૌથી મહત્ત્વનું પાસુ છે ક્ધઝ્યુમર. જ્યારે કોઈ નવી બ્રાન્ડ લોંચ કરવાનું વિચારતું હોય કે પછી નવી પ્રોડક્ટ વિશે વિચારતુ હોય ત્યારે પહેલો પ્રશ્ર્ન આવે કે કોના માટે આ બ્રાન્ડ કે પ્રોડક્ટ બની રહ્યું છે…?

ક્ધઝ્યુમરનો વિષય ઘણો મોટો છે. વય, વ્યવસાય, આવક, ભૌગોલિક વિસ્તાર, લિંગ , વગેરે જેવાં ઘણાં પરિબળોના આધારે તે નક્કી થાય છે. આપણે જાણીયે છીએ કે જો બ્રાન્ડ અમુક રીતે વર્તે અથવા પ્રમોટ કરે, ક્ધઝ્યુમરને ધ્યાનમાં રાખે તો બ્રાન્ડ ક્ધઝ્યુમરના દિલોદિમાગ પર રાજ કરશે. અંતે જો ક્ધઝ્યુમર ખુશ હશે તો માલ વેચવો આસાન થશે. આપણે જાણીયે છીયે કે ક્ધઝ્યુમરને ખુશ કરવો અઘરૂં કામ છે , પણ તેનાથી અઘરૂ કામ છે ક્ધઝ્યુમરને સમજવો એ. જો ક્ધઝ્યુમરને સમજી શકાય તો એને ખુશ કરવાનું કામ આસાન થઈ જાય. આજનો ક્ધઝ્યુમર અલગ છે, જમાનાની સાથે તે પણ ઇન્વોલ્વ થયો છે, દુનિયા એણે જોઈ ને જાણી છે. પોતાના હક્ક એને ખબર છે. આવા સમયે આ ક્ધઝ્યુમરને જાણવો અને સમજવો વધુ આવશ્યક છે. ક્ધઝ્યુમરની રહેણીકરણીની સાથે એની વિચારધારા, ગમા-અણગમા, કઇ વાતને એ પ્રાધાન્યતા આપે છે તેનો અભ્યાસ પણ આવશ્યક છે. આ અભ્યાસના આધારે બ્રાન્ડને તક મળી શકે છે ક્ધઝ્યુમરને ગમતી વિચારધારાના સહારે પોતાની બ્રાન્ડ પ્રમોટ કરવાની.

આજનો ક્ધઝ્યુમર નોલેજેબલ છે, એની પાસે માહિતી છે ત્યારે એ રિયલ લાઇફની વાતો અને વિચારધારાથી પ્રભાવિત થશે, જેમ કે સેલિબ્રિટી સાથે જો બ્રાન્ડ પ્રમોટ થશે તો એ સેલિબ્રિટીની ક્રેડિબિલિટી અને રિયલ લાઇફ ઇમેજ અને ગુણોના સહારે તેને અપનાવશે. ફક્ત સેલિબ્રિટી છે તેથી એને જોઈને તે પ્રમોટ કરે તે બ્રાન્ડ એ નહિ ખરીદે. આજનો ક્ધઝ્યુમર કોસ્મોપોલિટન કલ્ચરમાં ઉછરી રહ્યો છે. એ વિવિધ પ્રાંતમાં જઈ અભ્યાસ અને નોકરી કરે છે આથી સ્વાભાવિક છે કે એ બીજા લોકોના સંપર્કમાં આવશે, એ લોકોની સંસ્કૃતિ, વિચારધારા જાણશે અને એમની સાથે સંબંધ બાંધશે. આવા ઘણા ઉદાહરણ આપણે જોઈ શકીયે છીએ , જ્યાં બ્રાન્ડ ક્ધઝ્યુમરની આ મુક્ત વિચારધારાને માન આપી એને પોતાની તરફ આકર્ષવા, પોતાની બ્રાન્ડ પર્સનાલિટી તે રીતે પ્રોજેક્ટ કરે છે.
આજના ક્ધઝ્યુમરના ટ્રેંડના અમુક પાસાને જાણવાનો પ્રયત્ન કરીએ. આજનો ક્ધઝ્યુમર સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપે છે. પોતાની લાઇફસ્ટાઇલ જે રીતે બદલાઈ રહી છે ત્યારે પોતે જે પ્રોડક્ટ્સ વાપરે છે તેના માટે એ ઘણો સજાગ છે. નેચરલ અને ઑર્ગેનિક પ્રોડક્ટ્સ તરફ એનું વલણ વધી રહ્યું છે. ફક્ત ખાદ્ય પદાર્થોમાં નહીં, પણ પર્સનલ કેર પ્રોડક્ટમાં પણ એ ઑર્ગેનિક અને નેચરલ વસ્તુની ઈચ્છા રાખે છે, જેથી સ્વાસ્થ્ય સલામત રહે. આથી આ વાતને ધ્યાનમાં રાખી બ્રાન્ડે પોતાનામાં બદલાવ લાવવો પડશે. આજે મોટી મોટી વિદેશી કંપનીઑ પણ આયુર્વેદના નેજા હેઠળ ટૂથપેસ્ટ, હેર ઓઈલ, ક્રીમ, લોશન્સ વગેરે બનાવી રહી છે. બીજી કેટેગરી પણ સ્વાસ્થ્યના આધારે પોતાને પ્રમોટ કરતી રહી છે. બીજુ, આજનો ક્ધઝ્યુમર ભારતીય મૂળને અપનાવવા માગે છે, દેશ, સંસ્કૃતિ અને વારસાગત વાતો તરફ તેનું વલણ વધી રહ્યું છે. આથી ફક્ત ભારતીય નામ બ્રાન્ડને આપી નહીં ચાલે. પ્રોડક્ટ જે ડેવલપ થાય તેનો સંદર્ભ, તેના મૂળ, આપણા વારસાને અનુરૂપ છે કે નહી તે મહત્ત્વનું છે. આપણે હમણાં જોયું તેમ ટૂથપેસ્ટ પણ આયુર્વેદના અભ્યાસ પછી તેના આધારે બનાવવામાં આવી છે. ત્રીજું પાસું, ક્ધઝ્યુમર આજે ઑથેન્ટિસિટીને માને છે.
ઑનલાઇન રિસર્ચ કર્યા બાદ પણ પ્રોડક્ટ જે દાવો કરે છે તેના પર આંધળો વિશ્ર્વાસ નથી કરતો. તેથી બ્રાન્ડ ફક્ત શું આપે છે તેનાથી એ સંતુષ્ટ નહીં થાય પણ કેવી રીતે તે પ્રોડક્ટ બનાવવામાં આવે છે થી લઈને સ્ટોરના શેલ્ફ સુધી પહોંચે છે ત્યાં સુધીની ઓથેંટિક-અધિકૃત માહિતી મેળવશે. ચોથું, રિલેટેબિલિટી- પોતાની સાથે સુસંગત બેસતી બ્રાન્ડને તે ન્યાય આપશે. ઉપરોક્ત જોયુ તેમ કોઈ સેલિબ્રિટી પ્રમોટ કરે છે તેથી હું માની લઈશ તેમ નહીં, પણ મને જોઈએ છે અને મારા માટે છે, મારી વિચારધારાને અનુરૂપ છે તો જ હું બ્રાન્ડને અપનાવીશ.

પાંચમી વાત આજના ડિજિટલ યુગમાં ક્ધઝ્યુમરનું અટેન્સન સ્પેન ઓછું થતું જાય છે. એ લોકો એમને મળતા મેસેજ અને માહિતીઓ ક્ષણના છઠ્ઠા ભાગમાં કેપ્ચર કરે છે. આવા સમયે માર્કેટીયરે પણ પોતાની ગતિ વધારવી પડશે. શબ્દો કરતાં રિલેટેડ ઇમેજ અર્થાત્ત ઇમેજ જોતા બ્રાન્ડ શું કહેવા માગે છે તે ખબર પડી જાય. ઇમેજ દ્વારા કમ્યુનિકેશન વધુ સશક્ત બનાવવું પડશે. આનું ઉદાહરણ એટલે આજનું જનરેશન ઈન્સ્ટાગ્રામ પર વધુ દેખાય છે. આથી માર્કેટીયરે પણ ક્ધઝ્યુમર સાથે પોતાની ગતિ વધારવી પડશે પોતાની બધીજ બ્રાન્ડ ઍક્ટિવિટીમાં.

આથી આગળ, એ સમાજના બદલાવ પર પણ ધ્યાન આપે છે. તે બદલાવનો હિસ્સો બનવા માગે છે. મીડિયા આમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. ટીવી ઉપરાંત વેબ બેસ્ડ મીડિયા એમને સામાજિક વાતોથી જાગૃત રાખે છે. આથી માર્કેટીયરે, બ્રાન્ડે સામાજિક બદલાવની વાતોના સહારે પોતાના કેંપેન ડેવલપ કરવા પડશે. ઉદાહરણ તરીકે. ‘ટાટા ટી જાગો રે ’ની વાતો કરે છે. સવારે ફક્ત ઉઠો નહીં પણ જાગો. સામાજિક મુદ્દાઓની સામે જાગો. પોતાના પ્રોડક્ટને આની સાથે સહજતાથી વણી લીંધુ. સાતમી વાત. આજનો ક્ધઝ્યુમર ડિજિટલી સેવી છે. માહિતીથી ખરીદી સુધી બધુ ડિજિટલી થાય છે તો બ્રાન્ડે પણ આ પ્લેટફોર્મ પર પોતાની બ્રાન્ડ પ્રમોટ કરવી પડશે. ક્ધઝ્યુમર આજે વધુ સાહસિક છે. પોતાના મનમાં જે છે તે કરે છે. આજનો ક્ધઝ્યુમર તે બ્રાન્ડ સાથે સંબંધ રાખશે જે લેવડદેવડથી પરે જઈ ઈમોશનલ લેવલ પર એની સાથે બંધાય. બ્રાન્ડ માટે જરૂરી છે કે તે ક્ધઝ્યુમરને ફક્ત ઘરાક ન સમજતા પોતાની સફળતામાં ભાગીદાર સમજે. આમ આજના ક્ધઝ્યુમરની બદલતી વિચારધારા સાથે તાલ મિલાવી બ્રાન્ડ આગળ વધશે તો ક્ધઝ્યુમર તેની સાથે હંમેશાં તાલ મેળવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…