ઉત્સવ

બજેટ-2025-26 મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને કેવા સુધારા ને રાહત જોઈએ છે?

ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયા

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2025 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરવાનાં છે તે પૂર્વે એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ’ (એએમએફઆઈ-એમ્ફિ) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ તરફથી નાણાં પ્રધાનને કેટલીક મહત્ત્વની ભલામણો સુપ્રત કરવામાં આવી છે.એમ્ફિ; ના ચીફ એક્ઝિક્યૂટિવ’ વેંકટ ચલસાનીએ કહ્યું છે કે અમને આશા છે કે સરકાર આ વખતના બજેટમાં કરવેરા સંબંધિત મહત્ત્વના પ્રશ્નો પર ધ્યાન આપીને રોકાણકારોના વિશ્વાસ તેમજ મ્યુચ્યુઅલ ફંડ્સમાં એમની ભાગીદારી વધારવાને પ્રાથમિકતા આપશે. આ વખતનું બજેટ એવી રીતે પ્રગતિશીલ હશે કે મ્યુચ્યુઅલ ફંડ્સને આર્થિક વિકાસ તેમજ ઈન્વેસ્ટરો માટે સંપત્તિ સર્જનના એક આધારસ્તંભ તરીકે વધારે મજબૂત બનાવશે.

આ પણ વાંચો : કવર સ્ટોરી : હિંડનબર્ગનો આમ અચાનક સંકેલો કેમ?

મહત્ત્વની ભલામણો :
ડેટ ફંડ્સ માટે લાંબા ગાળાના ઈન્ડેક્સેશન્સ લાભો
ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર લાંબા ગાળાના કેપિટલ ગેન્સ માટેના ઈન્ડેક્સેશન્સ લાભો જે 2024ના બજેટમાં હટાવી લેવામાં આવ્યા હતા તેને પુન : સ્થાપિત કરવા જોઈએ. ઈન્ડેક્સેશન્સ ફુગાવા માટે નફાને એડજસ્ટ કરે છે જેથી એવું સુનિશ્ચિત થાય છે કે ઈન્વેસ્ટરો પર માત્ર રિયલ ગેન્સ ઉપર જ વેરો નાખવામાં આવશે. આ જોગવાઈ હટાવી લેવાથી રિટેલ ઈન્વેસ્ટરો પર નકારાત્મક અસરો ઊભી થઈ છે, જે સ્થિર રિટર્ન માટે ડેટ ફંડ્સ પર નિર્ભર રહે છે. કેપિટલ ગેન્સ ટેક્સ પરનો વધારો પાછો ખેંચો.

શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ પર લેવાતા ટેક્સના દર જે અનુક્રમે 20 ટકા અને 12.5 ટકા સુધી વધારવામાં આવ્યા તે વધારો પાછો ખેંચીને તેને અગાઉના સ્તર – અનુક્રમે 15 ટકા અને 10 ટકાના પુન:સ્થાપિત કરો. વેરાના દર વધારવાથી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિટેલ ઈન્વેસ્ટરોની ભાગીદારી ઘટી જશે એવું AMFI નું માનવું છે. ઈક્વિટી-લક્ષી ફંડ્સની પરિભાષાનો વિસ્તાર ઈક્વિટી-ઓરિએન્ટેડ ફંડ્સમાં ઓછામાં ઓછા 90 લોકો ઈન્વેસ્ટ કરે તે ફંડ ઓફ ફંડ્સ (FoFs) ને ઈક્વિટી-કેન્દ્રિત કેટેગરીમાં મૂકવામાં આવે એવી દરખાસ્ત કરવામાં આવી છે. હાલની પરિભાષામાં ઘણા ઈક્વિટી-ઈન્વેસ્ટેડ FoFs) ને બાકાત રાખવામાં આવ્યા છે, જેને લીધે ડાયરેક્ટ ઈક્વિટી અથવા ઈક્વિટી-ઓરિએન્ટેડ ફંડ્સની સરખામણીમાં ઊંચા વેરા લાગુ થાય છે. જો પરિભાષાનો વિસ્તાર કરવામાં આવે તો વેરામાં સમાનતા જળવાશે અને મ્યુચ્યુઅલ ફંડ સ્ટ્રક્ચર મારફત મૂડીબજારોમાં વધુ ભાગીદારી માટે પ્રોત્સાહન મળશે. પેન્શન-કેન્દ્રિત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ શરૂ કરો
AMFI દ્વારા અન્ય ભલામણ એ થઈ છે કે, સેબીમાં રજિસ્ટર કરાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સને પેન્શન-કેન્દ્રિત યોજનાઓ શરૂ કરવા દેવી જોઈએ, જેમાં 80-CCD કલમ હેઠળ એનપીએસને મળે છે તેવા જ કરવેરાના લાભ પ્રાપ્ત થાય. આ યોજનાઓ ફ્લેક્સિબલ હોય અને પરંપરાગત પેન્શન યોજનાઓ માટે બજાર સાથે જોડાયેલા એક વિકલ્પ તરીકે બનાવી શકાય, જેથી ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના વ્યક્તિઓને લાભ મળી શકે. વધુમાં, એનપીએસ (નેશનલ પેન્શન સિસ્ટમ) જેટલા જ કરવેરાના લાભ મળે તો લાંબા ગાળાના ઈન્વેસ્ટમેન્ટ આકર્ષિત થશે. તેમજ વિદેશી પોર્ટફોલિઓ ઈન્વેસ્ટરો (એફપીઆઈ) પરની નિર્ભરતા ઘટશે.

આ પણ વાંચો : AIનો લાભ ગામડાંને છેવટના માણસ સુધી પહોંચવો જરૂરી છે

મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને સ્પેસિફાઈડ એસેટ્સ ગણવી
ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પ્રાથમિક્તાવાળાં ક્ષેત્રોમાં ઈન્વેસ્ટ કરતા મ્યુચ્યુઅલ ફંડ્સને કેપિટલ ગેન્સ ટેક્સ મુક્તિ માટે કલમ 54 EC હેઠળ સ્પેસિફાઈડ એસેટ્સ તરીકે ઘોષિત કરવા જોઈએ. આનાથી, પ્રોપર્ટી વેચાણોમાંથી મળતા લાભોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ તરફ વાળી શકાશે, તેને લીધે સરકાર ઉપર ઋણનો બોજો ઘટશે અને ઈન્વેસ્ટરોને હાલ 54 EC બોન્ડ્સમાંથી મળતા ઓછી રકમના ફિક્સ્ડ રિટર્ન્સને બદલે બજાર સાથે જોડાયેલા રિટર્ન્સ કમાવાનો વિકલ્પ પ્રાપ્ત થશે. ઓફ્ફશોર ફંડ ટેક્સેશનની જોગવાઈઓ સરળ બનાવો કલમ 9અ હેઠળની જોગવાઈઓને હળવી બનાવો જેથી ખાસ કરીને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સમાં ભારતીય પોર્ટફોલિઓ મેનેજર્સ દ્વારા સંચાલિત ઓફ્ફશોર ફંડ્સને આકર્ષિત કરી શકાય. હાલની સુરક્ષિત હાર્બર જોગવાઈઓ અપૂરતી અને નિયંત્રિત છે, જે ફંડ મેનેજર્સને ભારતમાં સ્થળાંતર કરતાં રોકે છે.
એનઆરઆઈ માટે સમાન ટીડીએસ સરચાર્જ બિનનિવાસી ભારતીયો માટે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ પર ડિવિડંડ અને કેપિટલ ગેન્સ માટેના ટીડીએસ પર ફ્લેટ 10 ટકા સરચાર્જ લાગુ કરવો જોઈએ.

ELSS ઈન્વેસ્ટમેન્ટ નિયમોને હળવા બનાવો
ELSS ઈકિવટી લિન્કડ સેવિંગ સ્કિમના રોકાણને . રૂ 500ના ગુણાંકમાં (રૂ. 500થી વધુની કોઈપણ રકમની મંજૂરી આપતા) નિયંત્રણને દૂર કરવાથી ડિજિટાઇઝ્ડ રોકાણનું વાતાવરણ પ્રતિબિંબિત થશે, કારણ કે નિશ્ચિત રકમની વ્યવસ્થા બહુ જૂની થઈ ગઈ છે. આ નિયંત્રણ દૂર કરવાથી વધુ ઈન્વેસ્ટરો તેમાં જોડાશે. TDS મર્યાદા વધારો મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા આવકના વિતરણ પર કર કપાતની મર્યાદાને વાર્ષિક રૂ 5,000 થી વધારીને રૂ. 50,000 કરવાથી રોકાણકારો અને ફંડ હાઉસ બંને માટે અનુપાલનની મુશ્કેલીઓ ઘટશે. વર્તમાન મર્યાદા નાના રોકાણકારોને અસંગત રીતે અવળી અસર કરે છે, જેને લીધે બિનજરૂરી રિફંડ અને વહીવટીય બોજ વધે છે. ઇક્વિટી રોકાણો પર કઝઈૠ ટેક્સને એડજસ્ટ કરો AMFI દ્વારા ઈક્વિટી રોકાણો માટે વિભિન્ન LTCG (લોંગ ટર્મ કેપિટલ ગેન) ટેકસ દર લાગુ કરવાની ભલામણ કરાઈ છે. જેમાં 1-3 વર્ષના હોલ્ડિંગ માટે 10 ટકા અને 3 વર્ષથી વધુના હોલ્ડિંગને વેરામાંથી મુક્તિ અપાવી જોઈએ.

આ પણ વાંચો : સુખનો પાસવર્ડ ઃ વિકટ સંજોગોમાં પણ આત્મવિશ્વાસ ન ગુમાવવો જોઈએ

ડેટ-લિન્કડ સેવિંગ્સ સ્કીમ્સ (DLSS)) શરૂ કરો
DLSS સ્કીમ ભારતના કોર્પોરેટ બોન્ડ માર્કેટનો વિકાસ કરતી વખતે રિટેલ રોકાણકારોને સુરક્ષિત, નિશ્ચિત આવકના રોકાણનો વિકલ્પ પ્રદાન કરશે. કોર્પોરેટ ધિરાણ માટે બેંકો પર નિર્ભરતા ઘટાડવા અને ટકાઉ આર્થિક વૃદ્ધિ નિશ્ચિત કરવા માટે આ પ્રકારનું વૈવિધ્યકરણ આવશ્યક છે. PAN માટે TDS અનુપાલન સરળ બનાવો જ્યારે રોકાણકારનું ઙઅગ ઓન-બોર્ડિંગ પછી નિષ્ક્રિય થઈ જાય છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડને ઊંચા TDS દરો કપાતમાંથી મુક્તિ આપવાથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સરળતા વધશે અને ફંડ હાઉસીસ અને રોકાણકારો માટે વહીવટી મુશ્કેલીઓ ઘટશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button