બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: યુદ્ધના સમયે બ્રાન્ડનો અભિગમ કેવો હોવો જોઈએ…-સમીર જોશી

થોડા દિવસ પહેલાં પહલગામમાં જે થયું તેનો ઉચિત જવાબ આપણે દુશમન દેશને આપ્યો. આપણે જાણીએ
છીએ કે યુદ્ધ કોઈ પણ કાળે લોકો નથી ઇચ્છતા, કારણ અંતે તેના દ્વારા કેટલાંય ઘર-પરિવાર અનાથ થાય છે, પણ દેશની રક્ષા- સુરક્ષા માટે યુદ્ધ જરૂૂરી પણ છે.
જવાદો આપણો વિષય યુદ્ધનો નથી, પણ યુદ્ધના સમયે બ્રાન્ડ અથવા વેપારે કેવો અભિગમ રાખવો તેની વાત કરવાનો છે. આપણે એવા સમયમાં નથી જીવી રહ્યા, જ્યાં આવા સમયે તમે કયો અભિગમ રાખ્યો તે લોકોને ખબર ના પડે.
આજે સોશિયલ મીડિયાના જમાનામાં ક્ધઝ્યુમરનું ધ્યાન તમારા તરફ હોય છે. એ જોવે છે કે તમારો અભિગમ આવા સમયે શું છે.
આનું વિશલેષણ કરીયે તો, થોડા સમય પહેલા અને હજુ પણ ચાલી રહેલું રશિયા અને યુક્રેનના યુદ્ધનું ઉદાહરણ લેવું પડે. જયારે આ યુદ્ધની શરૂઆત થઇ ત્યારે ગ્લોબલ બ્રાન્ડ્સ માટે મોટો પડકાર હતો કોની બાજુ લેવી? કારણ એમની બ્રાન્ડ્સ બંને દેશમાં સક્રિય હતી. આવા સમયે જરૂરી થઇ પડે છે કે તમે કોની સાથે ઊભા છો. કોકાકોલા, મૅકડોનાલ્ડ્સ અને તેના જેવી બીજી ઘણી મોટી બ્રાન્ડ્સ અને કંપનીઓએ રાતોરાત નક્કી કરી પોતાનો વેપાર રશિયામાં બંધ કર્યો. માનવતાના ધોરણે એમને તે યોગ્ય લાગ્યું અને નિર્ણય લીધો. ત્યારે એક અભ્યાસ કરવામાં આવ્યો, જેનું તાત્પર્ય હતું કે બ્રાન્ડ્સ માટે જાહેર વલણ અપનાવવું જરૂરી છે. આવા સમયે એ શાંત ના બેસી શકે. મોટાભાગના લોકોએ કહ્યું અમે એવી બ્રાન્ડ પાસેથી માલ ખરીદશું, જે રશિયા સાથે વેપાર કરવાનું બંધ કરે….
આવી ગ્લોબલ બ્રાન્ડ્સ માટે રાતોરાત આવા નિર્ણયો લેવા આસાન નથી. એક તરફ ક્ધઝયુમર સેન્ટિમેન્ટ છે તો બીજી તરફ એમની કંપનીઓમાં કામ કરી રહેલા કર્મચારીઓ છે, જેમને પણ સાચવવાના છે. બ્રાન્ડ માટે આ કઠિન સમય છે અને જે-તે નિર્ણય કે અભિગમ બ્રાન્ડ અપનાવે છે તેના સહારે ક્ધઝયુમર અને કર્મચારીઓની નજરમાં એમની ઇમેજ બને છે. ‘તમે વેપાર બંધ કર્યો છે, તમે કર્મચારીઓને સાચવ્યા છે, તમે સૈન્યની આર્થિક સહાય કરી છે…’ આવી વાતો જયારે ક્ધઝયુમર જાણે છે ત્યારે તે તમને માનની નજરથી જોવે છે.
આની બીજી બાજુ તે પણ છે કે આવી વાતોના બણગા ફૂંકવા પણ ભારે પડી શકે છે. લોકો તમને તકવાદી તરીકે ના જોવે તેની કાળજી પણ લેવી જરૂરી છે. જેમ અભિગમ એક વાત છે તેમ આવા સમયે તમારું કોમ્યૂનિકેશન અર્થાત જાહેરાતોને તમે કઇ રીતે પ્લાન કરો છો એ પણ જરૂરી છે. આપણને જ્ઞાત છે કે જાહેરાત એક શક્તિશાળી સાધન છે, જે લાખો લોકોને પ્રભાવિત કરી શકે છે, તેથી તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. જાહેરાતો વર્ષોથી ગ્રાહકો સાથે ઊંડા જોડાણ સ્થાપિત કરવાનું એક સશક્ત માધ્યમ છે. જાહેરાતની શક્તિ ખાસ કરીને સંઘર્ષ અને કટોકટીની પરિસ્થિતિ દરમિયાન વધુ સ્પષ્ટ થાય છે જ્યારે યોગ્ય સંદેશ લોકોને અર્થપૂર્ણ પગલાં લેવા માટે પ્રેરણા આપી શકે .
આજની તારીખે સોશિયલ મીડિયા પર મોમેન્ટ માર્કેટિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. બ્રાન્ડ્સ માટે મોમેન્ટ માર્કેટિંગના નામે વર્તમાન વલણ અને ઇવેન્ટ્સનો ઉપયોગ કરીને એમની બ્રાન્ડનો પ્રચાર કરવો એ એકદમ સામાન્ય વાત છે. તમારી આ પ્રકારની જાહેરાત કઈ દિશામાં જશે તે કહેવાય નહિ. અમુક સમયે તે સફળ પણ રહે અને ક્યારેક તેનો પલટવાર પણ જોવા મળે છે. આવા સંજોગોમાં નેગેટિવે પબ્લિસિટી ઇસ અ ગુડ પબ્લિસિટી પણ નહિ ગણાય. આવા સમયે બને તો જાહેરાત કરવાની ટાળો.
આપણ વાંચો: વલો કચ્છ : એક ખાલી કોરું પેટથી એક ભરપૂર જીવન સુધીની કચ્છી યુવતીની અનોખી યાત્રા…
….
આજના ગ્રાહકો હોશિયાર છે અને જાહેરાતો પાછળના હેતુને સમજી શકે છે. જે બ્રાન્ડ્સ ફક્ત ધ્યાન ખેંચવા માટે જાહેરાત બનાવે છે એમને લોકો અસંવેદનશીલ બ્રાન્ડ માનશે.
રશિયા અને યુક્રેનના યુદ્ધ વખતે તો ગ્લોબલ બ્રાન્ડ માટે દ્વિધા ઉભી થઇ હતી કે કોનો સાથ દેવો. એકનો સાથ દઈ બીજો નારાજ થશે તે નિશ્ર્ચિત હતું .
આવા સમયે બ્રાન્ડ્સ પાસેથી સ્ટેન્ડ લેવાની અપેક્ષા રાખવામાં આવે છે. ઘણીવાર બે દેશની જેમ કોઈ એક
દેશના બે રાજકીય પક્ષ અથવા વિભિન્ન વિચારધારા વચ્ચે પણ સંતુલન રાખવું પડે છે.
આપણ વાંચો: ઊડતી વાત ગોટલીના આટલા અ..ધ..ધ..ધ પૈસા?
હવે પ્રશ્ન થશે કે શું આવા સમયે આપણે ચુપચાપ બેઠા રહેવું. જવાબ છે ના, કારણ કે તમારો અભિગમ આવી પરિસ્થિતિઓમાં શું છે તે જાણવા ક્ધઝયુમર ઉત્સુક છે. આજનો ક્ધઝયુમર સિક્કાની બંને બાજુ જોઈ શકે છે એટલે બને તો જાહેરાતોથી દૂર રહો. આવી પરિસ્થિતિમાં મહત્ત્વની વાત એટલે તમે લોકોને કેટલા મદદગાર થયા, તમે દેશ માટે, સમાજ માટે શું કર્યું એ લોકો જોશે. આવા સમયે વ્યક્તિ અને બ્રાન્ડ બંને માટે જરૂરી છે તમે એક સંવેદનશીલ કંપનીની બ્રાન્ડ તરીકેની છાપ ઊભી કરો, નહીં કે કોઈ કોઈ તકવાદી તરીકેની છાપ છોડો.