બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: બુઢ્ઢા હોગા તેરા બાપ…! આવું કોઈ સંભળાવી જાય એ પહેલાં…

-સમીર જોશી
માર્કેટિગની વ્યૂહરચનામાં એક મહત્વનું પાસુ એટલે નવા નવા સેગ્મેન્ટ ગોતવા. અમુક પ્રોડક્ટ કે સર્વિસ માટે અમુક
સેગ્મેન્ટ નક્કી હોય અને લોકો તેને જ ટાર્ગેટ કરે. ઉદાહરણ તરીકે, બાળકોનાં રમવાનાં રમકડા, કોલ્ડ ડ્રિંક્સ યુવાનોને, ઇન્સ્યોરન્સ પુષ જે કમાય છે. સહજ પણે જોવામાં આવ્યું છે કે કોઈ પણ બ્રાન્ડ મોટે ભાગે યુવાનોને ટાર્ગેટ કરવા માંગે
છે. લોકોનું એમ માનવું છે કે યુવાનીમાં જે એ આપણી બ્રાન્ડના ચાહક બની ગયા તો આખી જિંદગીભર બ્રાન્ડ સાથે જોડાયેલા રહેશે. જયારે વેપારમાં સ્થિરતા આવવા લાગે ત્યારે લોકો કાં તો નવા પ્રોડક્ટ માર્કેટમાં લાવે અથવા નવા સેગ્મેન્ટ
વિષે વિચારે છે, જેમ કે ઑટોમોબાઇલમાં ટુ અને ફોર વિલર જે ફક્ત પુષો માટે ગણાતું ત્યાં અમુક બ્રાન્ડે સ્ત્રી પણ ચલાવી
અને ખરીદી શકે છે તે વાત લઈને આવી. વાઇ શુડ બોય્સ હેવ ઓલ ધ ફન? ' અને
કુછ લોગ સુમો ચલાતે હે…’ આ કેમ્પેઇન તમને યાદ જ હશે, જે સ્ત્રીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી હતી. આને ખરા અર્થમાં `આઉટ ઓફ ધ બોક્સ’ વિચારધારા કહી શકાય.
યુવાનોને ધ્યાનમાં રાખવા જરૂૂરી છે , પણ આજે એક એવા સેગ્મેન્ટની વાત કરવાની છે જે વિવિધ બ્રાન્ડ માટે મોટી તક બની શકે છે. અમુક બ્રાન્ડ્સ એને ટાર્ગેટ કરવા પણ લાગી છે. આ સેગ્મેન્ટ એટલે સિલ્વર જનરેશન' અર્થાત્ જેને
બેબી બૂમર્સ’ પણ કહેવામાં આવે છે. જે લોકો 1946 થી 1964 ની વચ્ચે જન્મેલા છે અને આજે તે લોકો 60 થી 78 વર્ષની વચ્ચે હશે. થોડા મહિનાઓ પહેલા આવેલા રિપોર્ટ પ્રમાણે આ જનરેશન અર્થાત પેઢી મોટે ભાગે ડિજિટલ પર જોવા મળે છે. એ સોશ્યિલ મીડિયા, ટીવી, ડિજિટલ ઓડિયો સાથે આરામથી તાલ મેળવે છે. આપણે ઘરમાં જોયું હશે કે જે વડીલો એક સમયે મોબાઈલ વાપરવાની આનાકાની કરતા હતા એ બધા આજે વોટ્સએપથી લઈને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. યુટ્યુબ અને મ્યુઝિક એપ પર મનગમતા ગીતો, ભાષણો અને ભજનો પણ સાંભળે છે. શેર બજારનું ઓનલાઇન ટે્રડિગ સુદ્ધાં કરે છે. એ ઓનલાઇન પેમેન્ટ કરે છે, પેટીએમ' અને
જીપે’ એમના માટે વાપરવું આસાન છે.
ભારતની સરખામણીએ વૈશ્વિક સ્તરે આ પેઢીની વસતિ ઘણી વધુ છે. ચોક્કસ ડેટા નથી, પણ કહેવાય છે કે ભારતમાં અંદાજે 10% વસતિ 60 વર્ષની ઉપરની છે, જે 2050 સુધી અંદાજે 19.5% સુધી પહોંચી જશે. હવે વિચારો કે 140 કરોડની વસતિમાં 10% એટલે અંદાજે 14 કરોડ લોકો…. આટલું મોટું સેગ્મેન્ટ જે વધવાનું છે તેની ઉપેક્ષાતમે કઈ રીતે કરી શકો?! બીજી મહત્વની વાત એટલે ફક્ત આ સેગ્મેન્ટ મોટુ છે તેથી તેમને ટાર્ગેટ કરો? ના. આ સેગ્મેન્ટ પાસે પૈસા વાપરવાની શક્તિ છે. આ પેઢીએ બચત કરી છે અને એ હવે તેને વાપરવા તૈયાર છે. આ સેગ્મેન્ટ તે નથી, જે આપણા દાદા પર દાદા એમના પુત્રો પર નિર્ભર હતા. આ પેઢી પોતાના પગ ખડી થઈ છે. મોટા ભાગના લોકો પોતાની જિંદગી જીવી શકે તેની પૂરતી તૈયારી કરી રાખી છે. એક વાક્ય ઘણું પ્રચલિત થઇ રહ્યું છે આ પેઢીમાં. આપણે વોટ્સએપ પર પણ આ વિષયે વાંચ્યુ હશે કે `હવે પોતા માટે જીવો…’ આ જાણે એમનું જીવન મંત્ર બની ગયું છે. આ પેઢી આજે ખરા અર્થમાં જીવવા માંગે છે ત્યારે બ્રાન્ડ માટે આ એક સફળ સેગ્મેન્ટ પુરવાર થઇ શકે છે.
આ `બેબી બુમર્શ’ પેઢીને ક્વોલિટી અર્થાત ગુણવત્તા સભર જીવન જીવવું છે. હેલ્થકેર સાં હોવાથી એમનું આરોગ્ય સાં રહે છે. આ લોકો એવી જગ્યાએ રહેવાનું પસંદ કરશે, જ્યાં એમને બધી સુખ સગવડો હાથવેગી મળી રહે. આથી સિનિયર હોમ્સ (ઘરડા ઘર નહિ)નો કોન્સેપ્ટ ઘણા બિલ્ડરો અમલમાં મૂકી રહ્યા છે. એ નવી ગાડી લેશે, નવો ફોન લેશે અને સ્માર્ટ વોચ પણ ખરીદશે. એ પેઢી પણ ટે્રન્ડી ડે્રસ પહેરશે. એ ઇન્સ્યોરન્સને પણ મહત્વ આપશે. એ ઓર્ગેનિક પદાર્થો આરોગશે. પાર્ટી કરશે, નાચશે, ગાશે અને દુનિયા પણ ફરશે. આજે આપણે કરાઓકેના સ્ટુડિયો ઠેર ઠેર જોઈએ છીએ..
-અને એટલે જ જો આ સેગ્મેન્ટને ટાર્ગેટ કરવું હશે ત્યારે કોમ્યૂનિકેશન સરળ રાખવું પડશે, વીડિઓ દ્વારા એમને સમજાવશો તો જલ્દી સમજાશે, એમને માટે પર્સનલ સેલિંગ પણ મદદરૂૂપ થશે. એમને કોઈ એવો જોઈએ જે એમને વિશ્વાસ આપે કે એ સાચી અને સારી વ્યક્તિ સાથે ડિલ કરી રહ્યા છે. આમ એમને ધ્યાનમાં રાખી, એમની મર્યાદા જાળવી,એમને લાગતી – વળગતી વાતો કમ્યુનિકેશનમાં લઈ આવો જેથી એ તેની સાથે કનેક્ટ થઇ શકે.
આમ, સિલ્વર જનેરેશન કે બેબી બૂમર્સ વ્યવસાય માટે નિર્ણાયક સેગ્મેન્ટ છે, કારણ એ અન્ય કોઈપણ વય જૂથ કરતાં વાર્ષિક વધુ ખર્ચ કરે છે. તેથી, આ પેઢીને અસરકારક રીતે કેવી રીતે માર્કેટિગ કરવું તે સમજવું એ માત્ર એક વ્યૂહરચના નથી, પણ વ્યવસાય માટે તે આવશ્યક છે.
આથી જો તમે એમ વિચારશો કે ફક્ત યુવાનોને ટાર્ગેટ કરો , કારણ આ વર્ગ તો બુઢો છે તો આ પેઢી બ્રાન્ડેડ કપડા પહેરી, મોંઘી ગાડીમાં આવી યુવાનોની સ્ટાઈલમાં તમને કહેશે : `બુઢ્ઢા હોગા તેરા બાપ…! ‘