ઉત્સવ

બ્રાન્ડ મેન્યુઅલ – બ્રાન્ડની રૂલ બુક

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

માણસ સહજ સ્વભાવ છે કે એ જયારે અમુક વાત કે વસ્તુ વારે ઘડીયે તે જ સ્વરૂપમાં જુએ કે સાંભળે તો એને યાદ રહી જાય. આપણે જયારે અમુક બ્રાન્ડની હૉટેલમાં, એરલાઈનમાં, મોટા રિટેલ સ્ટોરમાં જઇયે ત્યારે અમુક વાતોનો અનુભવ હંમેશાં સમાન હશે, ઓગણીસ વીસનો પણ ફરક નહિ હોય. અમુક બ્રાન્ડના બધા જ રિટેલ સ્ટોરની ડિઝાઇન, લૂક સમાન હશે. બ્રાન્ડ ક્ધઝ્યુમરને સતત સમાન અનુભવ આપી તેના દિલોદિમાગ પર પોતાને સ્થાપિત કરે છે. આના માટે બ્રાન્ડ એક ગાઇડલાઇન તૈયાર કરે છે, જે બ્રાન્ડ મેન્યુઅલ તરીકે ઓળખાય છે. આ મેન્યુઅલમાં બ્રાન્ડ વિશેની નાનામાં નાની વિગતો તમને મળી જશે. આપણને પ્રશ્ર્ન થશે કે બ્રાન્ડનો લોગો બનાવ્યા પછી આની શું જરૂરત! તમે તમારી બ્રાન્ડનો લોગો, માર્કેટિંગ મટિરિયલ, ટેગલાઇન બનાવવા માટે ઘણો સમય ફાળવ્યો હશે, પણ જો તમારી બ્રાન્ડ ગાઇડલાઇન તમે નક્કી કરી નહીં હોય તો હર વખતે તે નવી દિશા શોધસ્શે, જે લાંબાગાળે બ્રાન્ડને નુકસાન પહોંચાડી શકે છે. અને આથી જ દુનિયાની કોઈપણ મોટી બ્રાન્ડ જોઈ લો, તે બધાની પોતાની બ્રાન્ડ માટેની એક ગાઇડલાઇન હશે.

બ્રાન્ડ ગાઇડલાઇનમાં બ્રાન્ડને કેવી રીતે લોકો સમક્ષ રજૂ કરવી અને તેના માટે શું કરવું, શું ના કરવું આ બધી વાતોની વિગતે જાણકારી આપવામાં આવી હોય છે. જેવી રીતે કોઈ પણ બે બ્રાન્ડ સરખી નથી હોતી તે જ રીત ગાઇડલાઇન બધી જ બ્રાન્ડ માટે એક સરખી ના હોઈ શકે તેથી હરેક વ્યક્તિગત બ્રાન્ડ પોતાની અલગ ગાઇડલાઇન બનાવે છે જેનાથકી બ્રાન્ડની પોતાની એક આગવી ઓળખ ઊભી થાય. સૌથી મહત્વનું તે કે બ્રાન્ડ ગાઇડલાઇન કંપનીના વિઝનને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે. બ્રાન્ડ ગાઇડલાઇન મોટાભાગે આ મુદ્દાઓને આવરી લે છે.

પહેલું, બ્રાન્ડનો લોગો. તમારા લોગોને વિવિધ માધ્યમોમાં અને ફોર્મેટમાં કેવી રીતે ડિસપ્લે કરશો; ઉદાહરણ તરીકે તમારી બ્રાન્ડના લોગોનું પ્લેસમેંટ પ્રિન્ટ મીડિયા, ટીવી, પોસ્ટર, કોઈપણ માધ્યમ હશે, હંમેશાં ટોપ રાઇટ કોર્નર પર રાખશો. લોગો પ્લેસમેંટ કાયમ માટે નક્કી કરી રાખશો. આ ઉપરાંત ક્યારે કલરમાં અને ક્યારે બ્લેક એન્ડ વાઇટમાં કે પછી રિવર્સમાં ડિસપ્લે કરશો. લોગોની સાઈઝ શું રાખશો? ઉદાહરણ તરીકે; કોઈપણ માધ્યમમાં લોગો યુનિટ માટે ૨૦% જેટલી જગ્યા ફાળવવી જ પડશે. આવી રીતે લોગોને કેવી રીતે ઉપયોગમાં લેવો અને ન લેવો ની માહિતી આ ગાઇડલાઇનમાં હશે. ફક્ત પ્રિન્ટ નહીં, પણ ટીવી એડમાં પણ લોગો કેટલી સેકંડ સુધી દર્શાવવો તેની માહિતી ગાઇડલાઇનમાં આપવામાં આવી છે.

બીજું, ટાઇપોગ્રાફી; કયા પ્રકારના ફોન્ટ / ટાઇપ ફેસનો ઉપયોગ કરવો. ફક્ત ફોન્ટ નહીં ફોન્ટની સાઈઝ, ફોન્ટની ફેમિલી પણ નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે બ્રાન્ડ માર્કેટીંગ માટે હેલવેટિકા ફોન્ટજ વાપરવામાં આવશે.

ત્રીજું, કલર પેલેટ; તમારી બ્રાન્ડ માટે તમે કયો કલર પેલેટ પસંદ કરો છો. ઘણા બધા કલર નક્કી કરશો તો નહી ચાલે. બ્રાન્ડ માટે એક કે બે કલર નક્કી કરી તે કલરના CMYK અને RGB કોડ્સ આ ગાઇડલાઇનમાં મૂકવામાં આવે છે , જેથી કોઈપણ માધ્યમ હોય તેની સાતત્યતા જળવાઈ રહે.

ચોથું, ઇમેજરી; કયા પ્રકારની ઈમેજી / પિક્ચર બ્રાન્ડ ઉપયોગમાં લેશે. હ્યુમન ઈમેજી, ઇલસ્ટ્રેશન્સ, ગ્રાફિક્સ, કેવા પ્રકારની ફોટોગ્રાફી હશે, કયા પ્રકારનો મૂડ તે કેપ્ચર કરશે વગેરે. જો કોઈ બ્રાન્ડ નક્કી કરે કે આપણી બ્રાન્ડ માટે ઇલસ્ટ્રેશન્સ જ-રેખાચિત્ર ઉપયોગમાં લેવા તો એના બધા જ કમ્યુનિકેશનમાં ઇલસ્ટ્રેશન્સ સિવાય બીજી એકે ઇમેજરીનો ઉપયોગ થવો ન જોઈયે.

પાંચમું, બ્રાન્ડ ટોન; આ ઘણું મહત્ત્વનું છે
કારણ આ બ્રાન્ડની પર્સનાલિટી ડિફાઇન કરે છે. કેવા શબ્દો વાપરવા, જેથી બ્રાન્ડની વેલ્યૂ અને પર્સનાલિટી બિલ્ડ થાય. ઉદાહરણ તરીકે, કોઈ બ્રાન્ડ હંમેશા ઉશ્કેરણીજનક ટોન વાપરશે કે પછી પ્રશ્ર્નો પૂછી તમને વિચારતા કરી મૂકશે, કોઈ બ્રાન્ડ હ્યુમર વાપરી તમને હળવા કરશે તો કોઈ સીધો મેસેજ આપી આડી અવળી વાતોને બાજુ પર રાખશે.

  આ ઉપરાંત આવા બીજા અમુક મુદ્દાને ધ્યાનમાં રાખી બ્રાન્ડ ગાઇડલાઇન બનાવવામાં આવે છે. આનો

ઉપયોગ મોટેભાગે બ્રાન્ડની માર્કેટિંગ ટીમ કરે છે, પણ કંપનીઓ આગ્રહ રાખે છે કે દરેક કર્મચારી આ બ્રાન્ડ ગાઇડલાઇનથી વાકેફ હોય , કારણ તે કોઈ ને કોઈ કારણસર ક્ધઝ્યુમરના સંપર્કમાં આવશે ત્યારે એનો ટોન બ્રાન્ડને ડિફાઇન કરશે. બ્રાન્ડ ગાઇડલાઇનની આવશ્યકતા તેટલા માટે છે કે તે બ્રાન્ડને સાતત્યતા પૂરી પાડે છે. કોઈ પણ બ્રાન્ડને જો માર્કેટમાં સ્થાપિત થવુ હશે તો સાતત્યતા જરૂરી છે. સાતત્યતા લોગો પ્લેસમેંટની, ફોન્ટની, કલર્સની, ટોનની વગેરે. એક્વાર નક્કી કર્યા મુજબની ડિઝાઇન બની જાય, સ્ટાન્ડર્ડ ટેમ્પ્લેટ રેડી થઈ જાય પછી તેને અનુસરતા રહેવું જોઈયે. આ વાત બ્રાન્ડને સાતત્યતા આપશે અને ક્ધઝ્યુમર ફક્ત ડિઝાઇન જોઈને જાણી જશે કે કઈ બ્રાન્ડ છે. એક્વાર નિશ્ર્ચિત થયા પછી કોઈપણ વ્યક્તિ તે બ્રાન્ડનું માર્કેટિંગ કોલેટ્રલસ બનાવશે તે ગાઇડલાઇનને અનુસરીને બનાવશે. તેનું કામ પણ આસાન થઈ જશે, કારણ લેઆઉટમાં લોગો ક્યાં રાખવાનો છે, કલર્સ કયા ઉપયોગમાં લેવાના છે, ઈમેજીસ કેવી વાપરવી બધુ નક્કી હોવાથી કામ આસાન થાય છે. ગાઇડલાઇન, ટીમમાં નવી આવનાર વ્યક્તિનું પણ કામ આસાન કરશે.

ગાઇડલાઇનને સમજી તે પ્રકારે કમ્યુનિકેશન તે ડેવલપ કરશે. ગાઇડલાઇનને ઉદાહરણ તરીકે સમજવું હોય તો, ‘શોપર્સ સ્ટોપ’ ની એડ હંમેશાં બ્લેક એન્ડ વાઈટમાં હશે. આજની તારીખે તમે તેનું લેઆઉટ જોઈને કહી દેશો કે આ ‘શોપર્સ સ્ટોપ’ની એડ છે. તમે આ બ્રાન્ડ ગાઇડલાઇનને રૂલ બુક કે બ્લૂ પ્રિન્ટ પણ કહી શકો જે તમને શું કરવું અને શું ન કરવું ની માહિતી પૂરી પાડશે. આમ, બ્રાન્ડ ગાઇડલાઇન નક્કી કરી હોય અને તેની
સાતત્યતા જો મેસેજમાં, ફોન્ટમાં, ટોનમાં, ઈમેજિસમાં જાળવવામાં આવે તો ચોક્કસ પણે બ્રાન્ડ લાંબા ગાળા માટે માર્કેટમાં સ્થાપિત થશે અને ક્ધઝ્યુમર બ્રાન્ડને આસાનીથી યાદ રાખી પોતાના મગજમાં બ્રાન્ડની એક ઇમેજરી અને પર્સેપ્શન (સૂઝ) ઊભી કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો