ઉત્સવ

અનંતના લગ્ન ને પર્સનલ બ્રાન્ડિંગ

બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે – સમીર જોશી

સોશિયલ મીડિયા પર આજકાલ મુકેશ અંબાણીના પુત્ર અનંતની પ્રિ -વેડિગ ઇવેન્ટની અવનવી વાતો ગાજે છે. આપણે જો એમ વિચારીએ કે આ પૈસાનો દેખાડો છે તો આપણે ભૂલ કરી રહ્યા છીએ. શું વિશ્વના ધનાઢ્ય લોકોની યાદીમાં જે પરિવાર આવતો હોય એમને આમ કરવાની જરૂર ખરી! એમના માટે આટલો ખર્ચો કરવો સામાન્ય વાત છે.

આજનો સમય માર્કેટિગ અને બ્રાન્ડિંગનો છે. બસ, આજ વાત આની સાથે જોડાયેલી છે. અંબાણી ખુદ એક મોટી બ્રાન્ડ છે ને લોકો સમક્ષ પોતાની છબી કઈ રીતે સ્થાપિત કરવી તેની આ વાત છે.

બીજી મહત્વની વાત જો તમે નોંધી હશે તો આખી ઇવેન્ટમાં અનંત અંબાણીની વિવિધ વાત બતાવવામાં આવતી હતી. ફક્ત એના લગ્નની વાતો નહીં , પણ અનંતે ઊભું કરેલું `વનતારા’, જામનગરમાં એમના વેપારની વાતો , વગેરે લોકો સામે લાવવામાં આવી. આ આખા કેમ્પેઇનમાં અંબાણી પરિવારના અન્ય કોઈ સદસ્યો પર ફોકસ નહોતું. ફક્ત અને ફક્ત અનંત અંબાણીની જ વાતો થઇ. આ એક પર્સનલ બ્રાન્ડિંગનું કલાસિક-લાક્ષણિક ઉદાહરણ છે.

પોતાના પ્રોડક્ટ અને સર્વિસને બ્રાન્ડનું સ્વરૂપ આપવું જ જોઈયે, પણ એથી આગળ આજે તેટલું જ જરી છે પર્સનલ બ્રાન્ડ બનાવવી. પર્સનલ બ્રાન્ડ બિલ્ડ કરવી એટલે મારે પોતાને વર્લ્ડ ફેમસ બનાવવુ? તેમાં તો સમય અને ખર્ચ બંને જોઈયે. એવો કોઈ વિચાર આવે તો એક વાત યાદ રાખો કે પર્સનલ બ્રાન્ડનો અર્થ તે નથી કે હું દુનિયા સુધી પહોંચું.

તમે તમારા પોટેન્શિયલ કસ્ટમર, પાર્ટનર, અસોસિયેટ્સ સુધી પહોંચો તે મહત્વનું છે, કારણ તે તમા યૂનિવર્સ છે- વિશ્વ છે.
પર્સનલ બ્રાન્ડનો અર્થ છે કે તમારી ગેરહાજરીમાં લોકો તમારા વિશે શું બોલે છે…? આજે પર્સનલ બ્રાન્ડની જરૂર વધુ છે, કારણ કે આજે સ્પર્ધા વધુ છે. તમે કોઈની પણ સાથે મીટિગ કરવા જશો તેની પહેલાં તમે સામે વાળી વ્યક્તિ વિશે અને સામેવાળી વ્યક્તિ તમારા વિશે સોશિયલ મીડિયામાંથી જાણકારી મેળવશે.

જાણકારીનો અર્થ તમારી પર્સનાલિટી, વિચારધારા, સંબંધો, રહેણીકરણી આ બધી બાબતનો અભ્યાસ. આ અભ્યાસ થકી એ તમારી સાથે ડિલ કરશે. આથી જ્યારે હું મારી પર્સનલ બ્રાન્ડ બનાવુ ત્યારે સાતત્યતા સાચવવી એ સૌથી મહત્ત્વનું પાસું છે.

હું બધા જ પ્લેટફોર્મ પર પોસ્ટ કરું, કોમેંટ કરું, મારો મત મૂકું ત્યારે જો તેમાં સમાનતા નહીં.
હોય તો કદાચ મને ફોલો કરનાર વર્ગ મુંઝાશે અને મારી ક્રેડિબિલિટી જોખમાશે.

અમુક ઉદાહરણ જોઈયે જે સેલિબ્રિટીની કેટેગરીમાં છે. એમણે પોતાની પર્સનલ બ્રાન્ડ ઇમેજ એવી વ્યુહાત્મક રીતે ઊભી કરી છે કે એમને ઓળખવા અને યાદ રાખવા આસાન થઈ જાય. જેમણે પોતાનો મત લોકો સુધી પહોંચાડવામાં, અમુક રીતે વર્તન કરવામાં કન્સિસ્ટન્સી- સાતત્યતા દાખવી છે. લોકો કાં તો એમને અપનાવશે અથવા ધૂતકારશે, પણ એમની પર્સનલ બ્રાન્ડ ક્રેડિબિલિટી વધશે જ. કરણ જોહર અમુક પ્રકારની ફિલ્મો જ બનાવશે, અમુક પ્રકારના કપડા પહેરશે. હાઈ પ્રોફાઇલ ફેશન આઇકોન તરીકે પોતાની બ્રાન્ડ ઇમેજ મેઇનટેન કરશે. એવી જે રીતે રણવીર સિંહ હંમેશાં અતરંગી કપડામાં, બિનધાસ્ત, કોમનમેન માટે પોતે છે તેવી છબી ઊભી કરશે. શું એમની આ કરવામાં મજા આવે છે ખરી ?

હા અને ના બંને. મારે મારી બ્રાન્ડ બનાવવા અલગ અંદાજ ઊભો કરવો પડશે અને તે રીતે સતત માર્કેટમાં આચરણ કરવુ પડશે. આપણે કહીશુ : આ બધાતો ફિલ્મી નામો છે અને એમણે આમ કરવુ પડે. પર્સનલ બ્રાન્ડ થકી કેટલીક કોર્પોરેટ બ્રાન્ડનો વિચાર કરિયે તો ટાટા ગ્રૂપના ઉંછઉ ટાટા, વર્જિન એરલાઇન્સના રિચર્ડ બ્રેન્સન, કિગ ફિશરના વિજય માલ્યા, મહિન્દ્રા ગ્રૂપના આનંદ મહિન્દ્રા, એમેઝોનના જેફ બિઝોસ, ઝોહોના શ્રીધર વેંબુ, ટેસ્લાના એલોન મસ્ક, વગેરે… આવાં ઘણાં ઉદાહરણ આપણે જોઈ શકીશુ જેમણે પોતાની પર્સનલ બ્રાન્ડના સહારે પોતાનો ધંધો મોટા પાયે વિકસાવ્યો છ આજે ધંધો નાનો હોય કે મોટો , પર્સનલ બ્રાન્ડ બિલ્ડ કરવી અતિ આવશ્યક છે, કારણ કે લોકો લિડરશિપ જોઈને પણ બ્રાન્ડ ખરીદે છે. ઉદાહરણ તરીકે, ઝોહો આજે પોતાની ટેક્નોલોજીની સાથે સાથે તએના ફાઉંડર શ્રીધર વેંબુની બ્રાન્ડને વધારે મહત્ત્વ આપે છે. એમની સક્સેસ સ્ટોરી, રહેણીકરણી, વિચારધારાને સમજી તે બ્રાન્ડ સાથે સંબંધ જોડે છે.

જો તમે તમારી પોતાની બ્રાન્ડનું પોઝિશનિંગ નહી કરો તો દુનિયા તૈયાર જ છે તમારી બ્રાન્ડનું પોઝિશનિંગ કરવા , જે તમને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આજના હરીફાઈના જમાનામાં કદાચ પ્રોડક્ટ અને સર્વિસને કોપી કરવું આસાન હોઈ શકે ત્યારે મારી પર્સનલ બ્રાન્ડ પ્રતિસ્પર્ધીની સામે ડિફરેન્શિયેટ – (અલગ તરી આવવામાં) કરવામાં મદદરૂપ થશે.
પર્સનલ બ્રાન્ડ બનાવવા માટે અમુક વાત જરૂરી છે, જેવી કે તમારે ઓથેન્ટિક રહેવુ પડશે. તમે કોણ છો- તમારાં મૂલ્ય શું છે- તમે કોને મદદ કરવા માંગો છો ની સ્પષ્ટતા અને તે મુજબનું આચરણ જરૂરી છે. તમારો પોતાનો સ્પષ્ટ મત હોવો જરૂરી છે. આનો અર્થ તે નથી કે હું બધી વાતમાં મારો મત આપુ, પરંતુ મેં નક્કી કરેલા વિષયો, મુદ્દાઓ અને કદાચ મારી ઇંડસ્ટ્રીને રિલેટેડ ટોપિક પર મારો મત મને થોટ લિડરશિપ આપી શકે.

સૌથી મહત્ત્વનું છે સ્ટોરી…. લોકો માત્ર માલ નથી ખરીદતા. એમને તો તમારી બ્રાન્ડ પાછળની કહાની શું છે તેમાં રસ છે. તમારી સ્ટોરી રસપ્રદ હોવી જોઈયે. ઉપજાવી કાઢેલી નહી, પણ ઓથેન્ટિક-વિશ્વાસપાત્ર હોવી જોઈએ, જેમાં લોકોને રસ પડે. તમે જે કહો છો તેને ધ્યાનથી સાંભળવાવાળો અને અમલ કરવાવાળો વર્ગ જે દિવસે તૈયાર થશે તે
દિવસે તમારી પર્સનલ બ્રાન્ડ ખરેખર બિલ્ડ થઈ છે તેમ કહી શકશો. તમારું ધ્યેય લોકો સમક્ષ મૂકો, તમારું ઓડિયેન્સ તમે નક્કી કરો,કોઈપણ મને ફોલો કરશે તે નહી ચાલે.

બીજા અમુક મુદ્દાઓ:
તમે કઈ રીતે તમારા ઈમેલ- ફોન કોલ્સના જવાબ આપો છો, સોશિયલ મીડિયામાં તમારી કોમેંટ્સ કેવી હોય છે, તમારી વેબસાઇટ અને સોશિયલ મીડિયાના પેજિસનું લુક કેવું છે. લોકો તેને કેવી રીતે મુલવે છે, તમારી પર્સનલ બ્રાન્ડનું રિફ્લેક્ષન તમારી પ્રોડક્ટ અને સર્વિસમાં અનુભવાય છે? તમે પબ્લિક ફોરમ, જેમકે સેમિનાર, કોન્ફરન્સમાં કેવી રીતે વર્તો છો, તમારું ભાષણ કેવી રીતે આપો છો…એ બધા પર ધ્યાન કેન્દ્રિત કરો.

   આમ પર્સનલ બ્રાન્ડ વિશ્વાસ વધારશે- નવી તકો ઊભી કરશે.  તમારી ઇંટે્રસ્ટિંગ સ્ટોરી વધુ ગ્રાહકો, પ્રીમિયમ પ્રાઈઝ સાથે વધુ પ્રોફિટ માર્જિન કમાવી આપશે. સૌથી અગત્યનું, પર્સનલ બ્રાન્ડિંગ તમને ડિફરેન્શિયેશન  સાથે લોંગ ટર્મ કસ્ટમર લોયલ્ટી અને તમારી લિગસી  ઊભી કરવામાં મદદ કરશે. 
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ