ઉત્સવ

ઢંઢોળ ખુદને… જગાડ તારું ઈમાન…

આજે આટલું જ -શોભિત દેસાઈ

ઓ ધનકુબેરો! થોડું મને પણ મળે તો ઠીક…
હું ક્યાં તમારી જેમ કૈં બાંધી જનાર છું!?
ચલો એ રીતે તો ઓછો થશે આ પૃથ્વીનો કચરો!
સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે.

આ બન્ને શેર જલન માતરીના છે. પણ એમાં ઉલ્લેખાયેલ ધનાઢયો એટલે આપણા અલ્ટામાઉન્ટ રોડ પર કે લીટલ ગિબ્સ રોડ કે એવા કોઈપણ, મુંબઈનાં ધનાઢય વિસ્તારમાં રહેતા બિચારા એકાદ બે લાખ કરોડ રૂપિયાના આસામીઓ નહીં, પણ આખી દુનિયાને બજારમાં પરિવર્તિત કરી નાખનાર ઠગ અને એમના ઈશારે ધર્મના નામે એક આખી પ્રજાને સંમોહિત કરી, ભરપૂર ગેરફાયદો ઉઠાવી એને આંતર અને બાહ્ય વિગ્રહોમાં પૂરેપૂરી પ્રચુર રાખીને ગેરમાર્ગે સતત દોરનારા અને ધર્મને કેવળ ધારદાર, કત્લેઆમખોર શસ્ત્રથી વિશેષ કશું જ નહીં ગણનારા ડામ્મીસ ધર્મબાજો છે. કોઈપણ જગ્યાએ ક્યાંય કશેય કોઈપણ પ્રકારના યુદ્ધ કેટલાય વર્ષોથી કાં તો થયા જ નથી અથવા તો છમકલાં પૂરતા થઈને શમી ગયા છે. છતાંય અબજો, પરાર્ધો, શંકુઓ, ખર્વો, નિખર્વોના સંરક્ષણ બજેટો દરેક દેશોના નેતાઓ હોમી રહ્યા છે શસ્ત્રો ખરીદવામાં / ગજવાં ભરવામાં. હશે… ભલે કરે… એમના સડી ગયેલા અચેતન મનને ભલે ‘યથાવત્’ રાખે. આપણે વાત કરવી છે આજે મુસલમાનની. શું લાગે છે તમને? કેટલા હશે આખી દુનિયામાં ફેલાયેલા અને આખી પ્રજાને ગેરમાર્ગે દોરનારા ઈસ્લામ પ્રચારકો…? દસ હજારથી વધારે નહીં. હાજી. ખરેખર દસ હજારથી વધારે નથી આ ધર્મખોરો. પણ એવી સિફતથી ફેલાઈ ગયા છે આખા વિશ્ર્વમાં આ દસ હજાર અને એવી ‘કુનેહ’થી એમનું નેટવર્ક તૈયાર થયું છે કે આજે જગતનો એક પણ ખૂણો ઉપદ્રવ વગરનો બચ્યો નથી. અને પાછી કમાલ તો એ છે કે આ બધામાંથી કોઈ પોતે ‘આકા’ તો નથી જ નથી. આકાઓ તો પાછા માંડ ૧૦૦૦, પશ્ર્ચિમના દેશોના કોઈ બીજા જ છે, જે આ ધરમબાજોને સતત ખરીદવાનું કામ કરે છે, શસ્ત્રોના મસમોટાં કારખાનાઓ ચલાવે છે અને કાયમ માંગ રહ્યા જ કરે, ક્યારેય ઓર્ડરોની ખોટ ન જ પડે એ રીતે આખા વિશ્ર્વમાં સતત ઉંબાડિયા કરાવ્યા જ કરે છે.

(એક ખાસ નોંધ: આટલા મોટા વિષય પર વાત કરતા હોઈએ ત્યારે સમયને મહિના – વરસથી બહાર નીકળીને, સૈકાઓથી પણ પર થઈને સહસ્ત્રાબ્દી – મિલેનિયમનાં કાલખંડમાં માપવો)
અને… આટલી આવડત પ્રચુર પ્રજા, કલાકારીગરીની બધી જ પ્રવીણતાથી હસ્તગત, સહેલાઈથી દોરાઈ જવા અને એ ય પોતાનું ભલું ભૂલીને, જો તૈયાર ઊભી હોય તો એ જાગતિક કરુણાના વિષયથી વિશેષ કશું જ ન હોવા છતાંય સામૂહિક વિશ્ર્વની ફરજ બને છે એમને-એને જગાડવાની… પ્રાવીણ્યની પહેલાં વાત કરીએ તો અધધધ… કેવું પ્રાવીણ્ય! જર ઝવેરાત, વસ્ત્ર ઉત્પાદન અને એની ઉપરનાં ભરતકામ, તન ભી સુંદર કરનાર દરેક રસમ અને મન ભી સુંદર કરનાર લેખન – સંગીત – ચિત્રકામ, અદાકારી જેવા માનસિક વિલાસ – ગાલીચા ઉદ્યોગ – કૈલીગ્રાફી – ઘરઘરાઉ જરૂરિયાતોની ઝીણામાં ઝીણી આવડત… તમે બતાવો એક પણ એવું ક્ષેત્ર કે જેમાં મુસલમાનોનો ગંજાવર ફેલાવો અને એની સુંદર વિશાળ હાજરી ન હોય… અને છતાંય ૯૦% મુસલમાન દર શુક્રવારે એક ચોક્કસ દૂષણના ઈશારે રસ્તા પર બેસી વાહન વ્યવહાર અવરોધી આકાઓના પગારદાર ધર્મબાજોના ઈશારે નાચતો હોય છે. અને આવે છે એના નસીબે કાં તો રિક્શા ચલાવવાનું, અથવા કારીગર બનવાનું કે બહુ બહુ તો એમાં આગળ વધીને રિક્શા ખરીદવાનું કે કારખાનું નાખીને ધર્મબાજોના ઈશારે આવેલા બીજા મુસલમાન ગરીબોને નોકરીએ રાખવાનું. આવડતનો આવડો મોટો સાગર એક કુંઠિત વિચારધારાના ખાબોચિયામાં સંકેલાઈ જાય છે. જે આ સંકુચિત, બંધિયાર, દુર્ગંધિત શૈલીથી બચે છે એ જગવિખ્યાત સોફટવેર સોલ્યુશન્સ કંપની/ઓ ના માલિક બને જ છે.

સંખ્યામાં ઘણો નાનો થતો જતો વિધ્વંસક પહેલાં કૃપ્રવૃત્તિઓ પોતે કરતો હતો ધર્મ પરિવર્તન ઈત્યાદિની, પણ આખા વિશ્ર્વમાં સંખ્યામાં ઓછા થતા ગયા આ બધા પ્રત્યેક દેશ દીઠ. એટલે ચાર પત્નીથી લઈને અનેક કુપ્રથા વારસામાં મેળવનાર ઈસ્લામવાસી પર એની નજર ‘ઠરી’. ફક્ત જણ્યા જ કરવાનો અને આવનાર ઈન્સાનની રતિભર દરકાર ન કરી એને ઉપરવાળાના જ ભરોસે છોડી દેવાની લોલુપ, સ્વાર્થી અને બેદરકાર ફિિંંશિીંમયનો એક સચોટ ભાગેડુ ઈલાજ એટલે બધું જ છે કે નહીં, એના ઉપર છોડી દેવું. એટલે આપણે ફક્ત શરીર ચૂંથ્યા કરવાના અને એની જે ‘નીપજ’ છે એની જવાબદારી ઉપરવાળા પર ઢોળી દેવાની. જે ધર્મની સ્ત્રીઓ ઉપર વિશ્ર્વ કવિતાના ગઝલના સ્વરૂપમાં સૌથી વધુ સૌંદર્યલક્ષી પદ્યવિલાસ લખાયાં છે એ ધર્મની સ્ત્રીઓને કેમ સૌથી વધુ ઘરની બહાર કાઢી મુકવામાં આવે છે? કે અરુચિપ્રચુર જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવે છે? કેમ હજી આજે ય ભારતમાં, ડામ્મીસ ઓવૈસી જાહેરમાં કોઈ વિસ્તારને ‘મુસલમાન ઈલાકા’ તરીકે ઓળખાવવાની હિમ્મત કરે છે? (એને ઉગતાવેંત ડામવાનું કામ ભારતનું તો હતું જ, મુસલમાનનું પણ હતું.) કેમ હજી આજે ય ભારતના ઘણા ભાગમાં સ્કૂલ હોય કે ન હોય, મદરસા/ઓ જરૂર હોય જ! અને આ રવિવારની જાહેર રજા વાળો ભારત દેશ છે. આ શુક્રવારની રજાવાળો કોઈ ઈસ્લામી દેશ નથી. કઈ રીતે તમે તમારા કામધંધા છોડીને શુક્રવારે બપોરે ફતવાખોરોને તમારા કાન અને ધ્યાન આપી શકો? માનસશાસ્ત્રનો છે કે નહીં આ નિયમ એ ખબર નથી પણ હું તો જાણું જ છું કે માણસને ઉશ્કેરવો સરળતમ્ છે, એક અપશબ્દ અને સળગવાનું ચાલુ. આ વાત હું જાણું છું એ વાત જવા દો, આ વાત ફતવાબાજો બહુ જ સારી પેઠે જાણે છે. એક ઘાસની ગંજી આખી દુનિયા અને એક જ દીવાસળી એટલે ફતવો, જ્ઞાનવિરોધી વિચારનારાઓ માટે… અને કેવી ગેરરસ્તે દોરાયેલી પ્રજા! કમ્પ્યુટર – ઈન્ટરનેટ – સોફટવેરની નિપુણતા આંતરરાષ્ટ્રીય કંપનીની નોકરી દ્વારા સદ્ઉપયોગ કરીને વિકસાવવાને બદલે માથે ટોપી પહેરીને બોમ્બ બનાવવાના કુકર્મમાં વેડફી નાખે છે. આ ભણેલો મુસલમાન પોતાના અભણ ધર્મબંધુને જગાડવાનું કામ કરે તો મોગામ્બો ખુશ થાય કે નહિ, અલ્લાહ તો ખુશ થવાના, થવાના ને થવાના જ. પણ આ વાત પહોંચે કઈ રીતે? પેલા ૧૦૦૦૦નો સીધો કે આડકતરો ઘેરો ભેદાય શેં? એ ઘેરો ભેદાય તો તો તરત જ જાણ થાય કે સાઉદી અરેબિયા અને અન્ય ઈસ્લામી દેશોને જાણ થયા પ્રમાણે યોગા નથી હિન્દુ કે નથી મુસલમાન. નથી ગીતા પુરસ્કૃત કે કુરાન પુરસ્કૃત. યોગા સ્વસ્થ અને સ્વાસ્થ્યપૂણ જીવનશૈલીથી વિશેષ કશું જ નથી. અને પાછો આ તો એ ધર્મ છે જે મૂર્તિને પણ વટાવી ગયો છે. બહુ જ સરસ. તો નિરાકારના આવા પુરસ્કર્તાઓ બાબર અને એનાય ૫૦૦ – ૧૦૦૦ વર્ષ પહેલાથી મસ્જિદોના આકારનો કેમ આગ્રહ રાખે છે? જ્યાં સુધી સંપૂર્ણ સારો મુસલમાન અજ્ઞાની બંધુ-ભગિનીને જ્ઞાનમંડિત નહીં કરે ત્યાં સુધી આ સવાલોના જવાબ મસમોટા શૂન્યમાંજ મળવાના.

હમણાં અમેરિકામાં Highway ઉપર લટકતું એક Billboard વિવાદમાં છે. અમેરિકાના જ એક નાગરિકે એક Message એના ઉપર મુક્યો છે જે આ પ્રમાણે છે “એક સંપૂર્ણ માણસ. એણે લગ્ન કર્યા એક છ વર્ષની છોકરી સાથે. એ હતા ગુલામોના માલિક અને વિક્રેતા. બળાત્કાર કર્યા એણે બંદિવાન સ્ત્રીઓ પર. એક જ દિવસમાં ૬૦૦ યહૂદીને કાપી નાખ્યા. ઘણી પત્નીઓ ધરાવતા એ… એમાંથી ૧૧ તો એક સાથે હતી. એણે કાફરો પર અત્યાચાર ગુજાર્યા, મારી નાખ્યા. આ બિલબોર્ડથી વ્યથિત મુસલમાન એકત્રિત થયા અને બોર્ડના માલિકને પૂછવા ગયા કે બોર્ડ ભાડે રાખીને એની ઉપર આવો સંદેશો મુકનાર માણસ કોણ છે? બોર્ડના માલિકે જણાવ્યું કે ‘અમે અમારા ગ્રાહકોની માહિતી કોઈને ક્યારેય આપતા નથી. પણ તમને મુસલમાનને આ બોર્ડથી આટલી વ્યથા શાની છે? આમાં ક્યાંય કોઈ પણ વાત નથી ઈસ્લામની કે નથી સંદેશવાહક કે પ્રબોધકની…’

ભારતમાં લોકસભાની ચૂંટણી ધોધમાર ચાલી રહી છે. મારા ભાઈ હે મુસલમાન! તું નીકળ ઘરની બહાર અને જઈને એને તારો મત આપ જે તને Bankમાં ખાતું ખોલાવવા પ્રેરિત કરે, જે તને તારી ઉજળી આવતીકાલથી માહિતગાર કરે અને તને એ તરફ લઈ જાય. તારા માટે અસંખ્ય રચનાત્મક શક્યતાઓ હાથ ફેલાવીને ઊભી છે, જરા થોડો સમય એમની સાથે પસાર કરીશ તો અંદરની ભરાઈ ગયેલી વિધ્વંસકતા – નકારાત્મકતા ક્યારે ઓગળી ગઈ એની તને ખબરેય નહીં પડે. પણ કર દોસ્ત! કર. હવે તો તું તારું ભલું કર!!!

કાફરનો અર્થ શબ્દકોશ પ્રમાણે તો ખુદા અને કુરાનમાં ન માનનારો, ઉત્પાતી, ઉપદ્રવી એવો થાય છે, પણ ખુદા અને કુરાન તો મૂર્તિ પર પણ પ્રતિબંધ મુકે છે, મૂર્તિ વિરોધી છે. તો કાબા શું છે? મૂર્તિ નથી? મસ્જિદ શું છે મૂર્તિ નથી? મા – બહેન – દીકરી – પ્રિયતમા – પત્ની શું જીવંત મૂર્તિઓ નથી?

એ ય ભજતો હોય છે જીવંત મૂર્તિ આજીવન
સૌ મુસલમાનોમાં કાફર તો સદા મૌજૂદ છે.

એ જનમમાં પણ હું પંકાયો જ ‘ગાલિબ’ નામથી
આપથી શોભિત શાયર તો સદા મૌજૂદ છે.

આજે આટલું જ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ