ઉત્સવ

વેપારી પરિવારમાં જન્મ, પણ કર્યો પુણ્યનો વેપાર

વલો કચ્છ – પૂર્વી ગોસ્વામી

મકરંદભાઈની જ એક કવિતામાં છે : ફકીરી જેને પડી ગઈ છે કોઠે, ભલા એને બીજી કઈ રીતે ગોઠે. તેમની ફકીરી અને ફનાગીરી વિશેષ હતી. બંધાવું તે તેમના સ્વભાવમાં નહીં, સતત વહેતા રહેવું. પણ તેમની મૂળ નિસબત ગરીબ અને ગામડું. એ ગાંધી-વિનોબાથી તેમને મળેલી દીક્ષા અને દિશા. અને એટલે જ તેમને હૈયે હમેશાં રમતી અને ગમતી વાત હતી ગ્રામસ્વરાજની. આઝાદી તો આવી, પણ તેનો રેલો ગામડાં સુધી, ગ્રામપ્રજા સુધી કેમ પહોંચે તે તેમનાં ચિંતા અને ચિંતન હતાં. આઝાદી પછીના એ ગાળામાં અને પછીના ત્રણ-ચાર દાયકા સુધી ગુજરાત અને દેશ આવા ગાંધીજનોથી રળિયાત હતો. ગુજરાતમાં અને દેશભરમાં વિવિધ સેવાકાર્યો – રચનાત્મક કાર્યોની ધૂણી ધખાવી સેંકડો કાર્યકરો બેઠેલા, અને જે-તે ક્ષેત્રમાં કશીય એષણા વિના ખૂંપી ગયેલા વ્યક્તિ પૈકીના એક એટલે મણિભાઇ સંઘવી. તાજેતરમાં મોરારિબાપુના વ્યાસાસને રવેચીધામે રામકથા યોજાઇ. કથા નિવાસની યજમાન બનેલી પ્રકૃતિની ગોદમાં આવેલી ગ્રામ સ્વરાજ સંઘ- સોનટેકરીની મુલાકાતે સ્વ. મણિભાઈ સંઘવી વ્યાખ્યાનમાળાના બીજા મણકામાં મોરારિબાપુએ ભાવસંબોધન કયુર્ં હતું. આ મણિભાઇ એટલે કોણ? સહેજે પ્રશ્ર્ન થાય તો આ લેખ વાંચવો.
તેઓ પોતાને ‘ગામડિયો’, ‘અણઘડ’ કહેતા. “સ્વભાવે જેમ હું અણઘડ હતો, તેમ અકોણાઈ અને કટ્ટરતા પણ મારામાં હતાં. તેમના પત્રોમાં, સંભારણામાં, વાતોમાં તેમણે એકાધિક વેળા આ વાત લખી-કહી છે. લખે છે: મારા માટે કંદમૂળ સિવાયનું બીજું શાક બનતું, પણ મને એટલેથી સમાધાન ન થતું. જે હાંડલીમાં બટાટાનું શાક કર્યું હોય તે હાંડલીમાં બીજે દિવસે પણ મારા માટેનું શાક તેમાં ન થવું જોઈએ. પોતાના માટે શાકની હાંડલી અલગ જ રહેવી જોઈએ તેવો જડબેસલાક આગ્રહ. પણ માંડવી ખાતે નિવાસ દરમિયાનમાં જ માવજીભાઈ વેદનો સંસર્ગ સાંપડ્યો અને એ કટ્ટરતા, ચોખલિયાવેડા, અકોણાઈ ક્યાંય ગાયબ થઈ ગયાં! કદી સામે પૂરે તરનાર, કદી વહેતાં પાણીને પરાર્થે વાળનાર. તેમનામાં એક નિ:સ્પૃહ વ્યાવહારિક આધ્યાત્મિકતા હતી. જીવન જેવું છે, સામેની વ્યક્તિ જેવી છે તેવી રીતે જ તેનો સ્વીકાર.

હજુ વીશીમાં પણ નહોતા પ્રવેશ્યા ત્યાં ખાદી-ગ્રામોદ્યોગ અને ગ્રામહાટ જેવાં કાર્યોનો પ્રારંભ કર્યો, જન્મગામ ફતેગઢથી. પછી તો ખાદીવિદ્યાના નિષ્ણાત બન્યા. એ માટે ખાસ વેડછી જુગતરામકાકા પાસે વર્ષથી પણ વધારે રહ્યા. પછી વિનોબાજીની અહાલેક સાંભળી ભૂદાન અને પછી ગ્રામદાનનાં કાર્યોમાં પૂરી તન્મયતા અને શક્તિથી ઝુકાવ્યું. જન્મ વેપારી પરિવારમાં, પણ કર્યો પુણ્યનો વેપાર. ગાંધીજીનો તો અપ્રત્યક્ષ સંસર્ગ રહ્યો, પણ વિનોબાજીનો તો ભલે થોડો પણ પ્રત્યક્ષ સંસર્ગ અને સંસ્પર્શ રહ્યો. વિનોબાજીએ ભૂદાન-આંદોલન શરૂ કર્યું. ત્યારથી જ તે કાર્ય સાથે જોડાયા. અને કચ્છમાં તેમજ કચ્છ બહારની ભૂદાન-ગ્રામદાન વાત્રાઓ, સર્વોદય સંમેલનો, ચિંતન શિબિરો, કાર્યકર મિલનો બધામાં સક્રિયતાથી ભાગ લીધો. સંતબાલજી, રવિશંકર મહારાજ અને બબલભાઈ મહેતાની યાત્રાઓ પણ કચ્છમાં ગોઠવી.

કૂવા ઊંડા ગળાવવા, કૂવા રિચાર્જ કરવા, સિંચાઈ માટે ધોરિયા પાઈપલાઈન, ખેતતલાવડી, તળાવો ઊંડાં કરવાં અને મરામત કરાવવી, સાથે વૃક્ષારોપણ, ગોવંશને બચાવવા રાહતભાવે ખાણદાણ વિતરણ, નીરણ કેન્દ્રો ચલાવવાં, ખેડૂતો પાસે ઘાસ ઉગડાવવું. અતિવૃષ્ટિ કે અન્ય આપદામાં રાહતકાર્યો, મોરબી પૂરરાહત માટે તુરત પહોંચી જવું, પંજાબમાં કે અયોધ્યામાં શાંતિયાત્રા, કટોકટી વખતે જયપ્રકાશજીનાં રેકોર્ડેડ વ્યાખ્યાનો અને વાતો વ્યાપક રીતે પહોંચાડવાં. – કટોકટી વખતે સ્વ. કાન્તિપ્રસાદ અંતાણી સાથે મણિભાઇ રાપર તાલુકાના ગામડાંઓમાં ફર્યા હતા. આ બધું જીવનનો સહજ ક્રમ અને ઉપક્રમ બની રહ્યાં.

સ્વૈચ્છિક ગરીબી તેમણે સ્વીકારેલી એટલે લાલચ-આકર્ષણોથી, અપેક્ષાથી મુક્ત રહી શક્યા. જીવન એક ખેડૂતના જેવું, ઘર કે ઘરવખરી પણ એવાં. સ્પષ્ટવક્તા છતાં કડવાશ જરા પણ નહીં. તેમનું અવસાન થયું ૨૦૦૮માં. તેમની શતાબ્દીએ સંસ્થા પરિવારે ‘ગ્રામસ્વરાજના સમર્પિત યાત્રી’ નામક સ્મૃતિગ્રંથ વર્ષ ૨૦૨૨માં પ્રગટ કરેલો, તેમના પુત્ર રમેશભાઇએ રજૂ કરેલા સંસ્મરણો સાદરભાવે.

ભાવાનુવાદ: મકરંદભાજી લિખલ કાવજા સબધ ઐં: ફકીરી જેને પડી ગઈ છે કોઠે, ભલા એને બીજી કઈ રીતે ગોઠે. ઇનીજી ફકીરી નેં ફનાગીરી ખાસ હુઇ. બંધાઇણું ઇ ત ઇનીજે સ્વભાવમેં ન વો, વઇંધા રોણું. પ ઇનીજો મેન મતલબ ત ગરીબ નેં ગામડ઼ો. ઇ ગાંધી-વિનોબાસે જુડલ સિખ નેં ડિસતે હલ્યા હોઆ. નેં ઇતરે જ ઇનીજે ધિલમેં હિકડ઼ી જ ધૂન સવાર હુઇ ગ્રામસ્વરાજ’જી. આજાધિ ત આવઇ, પ તેંજો રેલો ગામડ઼ે તઇં પુગ્યો, ગામડ઼ેજી પ્રિજા વટ કીં પુજે ઇ ઇનીજી ચિંધા નેં ચિંતન હુવા. આજાધિ પોયજે ટાણેમેં નેં પૂંઠીયાજે ત્રે -ચાર ડાયકે સુધિ ગુજરાત નેં ડેસ ઍડ઼ે ગાંધીજનેંસે’ ભરલ હો. ગુજરાતમેં નેં સજ઼ે ડેસમેં નિડારા – નિડારા સેવાકાર્ય – રચનાત્મક કમજી ધૂણી ધખાઇઅને કિઇક કાર્યકર વિઠલ વા, નેં જિત-તિત કો પ તમના રખે વિગરમચી પેલ માડ઼ૂ મિંજાનુ હિકડ઼ા ઇતરે મણિભાઇ સંઘવી. હેવર જ઼ મોરારિબાપુજી વ્યાસ આસનતે રવેચી ધામમેં રામકથા યોજાણી હુઇ. કથા રેણાકજી યજમાન ભનલ પ્રિકૃતિજે ખોરેમેં આવલ ગ્રામ સ્વરાજ સંઘ- સોનટેકરી’ જી મુલાકાતમેં સ્વ. મણિભાઈ સંઘવી વ્યાખ્યાનમાડ઼ાજે બ્યે મણકેમેં મોરારિબાપુ ભાવસંબોધન ક્યો હો. હી મણિભાઇ ઇતરે કેર? જરા પ સવાલ થિએ ત હી લેખ વાંચણું.

“હિની પિંઢકે ‘ગામડ઼િયો’, ‘અણધડ઼’ ચોંધા વા. સ્વભાવે જેમ હું અણઘડ હતો, તેમ અકોણાઈ અને કટ્ટરતા પણ મારામાં હતાં. ઇનીજે પત્રમેં, જાધગીરીયુંમેં, ગ઼ાલીયુંમેં ઇની હિકડ઼ેસે વધુ ફેરા હી ગ઼ાલ લિખી-ચિઇ આય.

મડઇ ખાતેજે નિવાસ સમોમેં જ઼ માવજીભા વેદજો સાથ જુડ્યો નેં ઇ કટ્ટરતા, ચોખલિયાવેડ઼ા, અકોણાઈ કિતક ગાયબ થિઈ વ્યા! કડેક સામે પૂરતે તરીંધલ, કડેક વઇંધે નીરકે બ્યેલા કરે વારીંધલ. ઇનીમેં હિકડ઼ી અજાઇ વ્યવારિક આધ્યાત્મિકતા હુઇ. જીયણ જેડ઼ો આય, સામેજો વ્યક્તિ જેડ઼ો આય તેડ઼ી રીતે જ ઇનજો સ્વીકાર.

અનાં વિસીમેં આયા પ ન હૂંધા ઉત ખાદી-ગ્રામોદ્યોગ નેં ગ્રામહાટ જેડ઼ા કમેંજી સરૂઆત કિઇ, જિત જન્મ્યા ઇ ફતેગઢ ગોઠનું કરેને પોય ખાદીવિદ્યાજા માસ્તર ભન્યા. ઇનલા ખાસ વેડ઼છી જુગતરામકાકા વટ વરેનું પ વધારે વખત સુધી રયા. પોય વિનોબાજીજી હાક સુણી ભૂડાન નેં પોય ગામડાનજે કમેમેં સચી લગન નેં શક્તિસે ખૂંપી રયા. જનમ ત થ્યો હો વેપારી પરિવારમેં, પ કયોં પુનજો વેપાર. ગાંધીજીજો ત પરોક્ષ સંસર્ગ રયો, પ વિનોબાજીજો ત ભલે થોરો પ રુભરુ સાથ નેં સહકાર રયો વો. વિનોબાજી ભૂડાન- ચડ઼વડ઼ સરૂ ક્યોં. તેરનું જ જ઼ ઇ કમમેં જુડાજી વ્યાવા. નેં કચ્છમેં તીં કચ્છ બારાજી ભૂડાન-ગામડાન જાત્રાઉં, સર્વોદય સંમેલન, ચિંતન સિબિરું, કાર્યકર મિલન મિડ઼ેમેં ભાગ ગિડ઼ો. સંતબાલજી, રવિશંકર મહારાજ ને બબલભાઈ મહેતાજી જાત્રાઉં પ કચ્છમેં ગોઠવેં.

કૂવા ઊંના કરાઇંણા, કૂવા રિચાર્જ કરાઇંણા, સિંચાઈલા ધોરિયા પાઈપલાઈન, ખેતતલાવડ઼ી, તરા ઊંના કરાઇંણા નેં મરામત કરાઇંણી, ભેરો વૃક્ષારોપણ, ગોવંશકે ભચાઇંણા રાહતભાવમેં ખાણડાણજો વિતરણ, નીરણ કેન્દ્ર હલાઇંણા, ખેડૂતેં વટ ઘા ઉગાડાઇણું. ડુકાર ક બિઇ મુસિભતુંમેં રાહતજા કમ, મોરબી પૂર હોનારત ટાણે તેરંઇ પુજી વ્યાવા, પંજાબમેં ક અયોધ્યામેં શાંતિજાત્રા, કટોકટી ટાંણે જયપ્રકાશજીજા રેકોર્ડેડ વ્યાખ્યાન નેં ગ઼ાલીયું જો વ્યાપ વધારણૂં. – કટોકટી ટાંણે સ્વ. કાન્તિપ્રસાદ અંતાણી ભેરા મણિભા રાપર તાલુકેજે ગામડ઼ેમેં ફર્યા વા. હી મિડ઼ે ઇનીજે જીયણજો સહજ ક્રમ નેં ઉપક્રમ ભની રયા.

‘સ્વૈચ્છિક ગરીબી’ ઇની સ્વીકાર ક્યોં હો ઇતરે લાલચ-આકર્ષણેસે, કે આસાઉં મિંજા મુક્ત ભનીને રિઇ સગ઼્યા. જીયણ હિકડ઼ે ખેડૂ જેડ઼ો વો, ઘર ક ઘરવિખરી પ એડ઼ા જ. ચોખા બોલા વા છતાં કડ઼ાવાસ જરા પણ નં. ઇનીજો અવસાન થ્યો ૨૦૦૮મેં. ઇનીજી શતાબ્દી તે સંસ્થા પરિવાર ‘ગ્રામસ્વરાજના સમર્પિત યાત્રી’નાંલે ‘સ્મૃતિગ્રંથ’ વરે ૨૦૨૨મેં પ્રિગટ કેંવે, ઇનીજા પુતર રમેશભાજા રજૂ કેલ જાધગીરી સાદરભાવે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત