બનો બ્રાન્ડ એક્સપોઝર: બનાવો સોશિયલ મીડિયા મેનેજમેન્ટમાં કારકિર્દી
વિશેષ -નરેન્દ્ર કુમાર
આજે વર્ચ્યુઅલ દુનિયા, વાસ્તવિક દુનિયા કરતાં વધુ પ્રભાવશાળી છે. આ જ કારણ છે કે આજે ઓનલાઈન બિઝનેસ, ઓફલાઈન કરતાં ઘણો વધારે છે. તેથી જ દરેક કંપની જે તેની પ્રોડક્ટ બજારમાં વેચે છે, તે એક કાર્યક્ષમ, કુશળ અને અસરકારક સોશિયલ મીડિયા મેનેજરની શોધમાં છે, કારણ કે આજના યુગમાં આ જ વ્યક્તિ કોઈ કંપનીનો અવાજ છે. સોશિયલ મીડિયા મેનેજર એ પ્રોડક્ટ સંબંધિત તમામ ઑનલાઇન પ્રશ્ર્નો, માહિતી અને પ્રશ્ર્નોના જવાબ આપનાર વ્યકિત છે. કોઈપણ કંપનીનું સોશિયલ મીડિયામાં જે ચિત્ર પ્રસ્તુત કરવામાં આવે છે, તે સોશિયલ મીડિયા મેનેજરની કમાલ હોય છે. તેથી, આજના સમયમાં, આ ક્ષેત્રમાં તમારી કુશળતા દર્શાવવાની વિપુલ શક્યતાઓ છે. કારણ એ છે કે જો તમારા અસરકારક કાર્યને કારણે કંપની આગળ વધે છે, તો તે કહેવાની જરૂર નથી કે તમારી પ્રગતિ પણ ચાલુ રહેશે.
સવાલ એ છે કે સોશિયલ મીડિયા મેનેજર આખરે શું કરે છે? આ એક પ્રકારની ડેસ્ક જોબ છે, જેમાં સંબંધિત વ્યક્તિએ મોટાભાગનો સમય કોમ્પ્યુટર અને સ્માર્ટફોન પર વ્યતિત કરવાનો હોય છે. તમારી કંપની સંબંધિત સકારાત્મક માહિતી તમારે સોશિયલ મીડિયા પર વારંવાર શેર કરવાની હોય છે. કંપનીની પ્રોફાઇલ સતત અપડેટ કરતા રહેવું પડે અને માર્કેટમાં કંપનીમાં રસ ધરાવતા દરેક સભ્યના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવાના પ્રયાસો કરવા પડે છે. તે વ્યક્તિ સતત તેની કંપનીની સામાજિક છબી સુધારવાનો પ્રયાસ કરે છે, જેથી કરીને વધુને વધુ ઓનલાઈન ટ્રાફિક તેની તરફ આકર્ષાય.
આપણે સોશિયલ મીડિયા મેનેજરની મુખ્ય જવાબદારીઓને ક્રમશ સમજીએ, તો તે છે :
- તેણે સતત એવી રણનીતિ તૈયાર કરવાની હોય છે, જેથી કંપની હેડલાઇન્સમાં રહે અને લોકો તેની તરફ આકર્ષાય.
- સોશિયલ મીડિયા મેનેજર સતત તેમની કંપનીની બ્રાન્ડને લોકોમાં સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે જેથી લોકોની અર્ધજાગ્રત અવસ્થામાં પણ કંપનીની બ્રાન્ડનું ચિત્ર મનમાં વસી જાય.
- સોશિયલ મીડિયા મેનેજરનું કામ કસ્ટમર સર્વિસને સતત સારી બનાવી રાખવાનું છે અને સૌથી મોટી બાબત એ છે કે તેણે દરેક પ્રકારના ગ્રાહકને આકર્ષવા માટે કંપની સંબંધિત ક્ધટેન્ટ તૈયાર કરવાની હોય છે.
- કોઈપણ કંપનીનો સોશિયલ મીડિયા મેનેજર વાસ્તવમાં તેની વર્ચ્યુઅલ દુનિયાનો અવાજ હોય છે.
જો કે, સોશિયલ મીડિયા મેનેજર બનવા માટે, કોઈ વિશેષ ડિગ્રીની જરૂર નથી; કોઈપણ વ્યક્તિ જે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોય અને ભાષા પર કમાન્ડ ધરાવે, સાથે જ તેનામાં બોલવાની કળા હોય, બોલવાના સ્તરે અને લેખિતમાં વ્યક્ત કરવાના સ્તરે પણ. તો એ વ્યક્તિ આ ક્ષેત્રમાં મહાન કાર્ય કરી શકે છે. પરંતુ આજની તારીખે સોશિયલ મીડિયાને લગતા ઘણા ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, તેથી જો તમે આ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા સોશિયલ મીડિયા મેનેજર બનવા માટે કોઈ યુનિવર્સિટી કે સંસ્થામાંથી સંબંધિત ડિગ્રી પ્રાપ્ત કરો છો, તો કહેવાની જરૂર નથી કે, માત્ર પોતાના અનુભવ દ્વારા આ ક્ષેત્રમાં નોકરી શોધતા વ્યક્તિ કરતાં, તમને આ ક્ષેત્રમાં સ્વીકૃત થવાની વધુ સારી તક મળશે. આ ક્ષેત્ર માટે સૌથી યોગ્ય ડિગ્રી માસ મીડિયામાં ગ્રેજ્યુએશન હોઈ શકે છે. બેચલર ઓફ માસ કોમ્યુનિકેશન અથવા પબ્લિક રિલેશન્સ આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે ગેટવે ડિગ્રી સાબિત થઈ શકે છે. જો કે, સોશિયલ મીડિયા મેનેજર બનવા માટે ડિગ્રી અથવા ડિપ્લોમા કરતાં વધુ જરૂરી છે, કે તમારામાં આમાંના કેટલાક ગુણો હોવા જરૂરી છે.
- તમને વર્ચ્યુઅલ દુનિયામાં તમારી કંપની માટે ગ્રાહકો શોધતાં આવડવું જોઈએ.
- તમારામાં એવી આવડત હોવી જોઈએ કે તમે તમારી કંપનીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિય બનાવી શકો.
- આખરે સોશિયલ મીડિયા મેનેજરનું કામ પ્રમોશન અને માર્કેટિંગ બંને છે. તેથી, જ્યાં એક તરફ તમારી કલ્પનાશક્તિ કંપનીને નવી રીતે લોકપ્રિય બનાવવાની કળામાં પારંગત હોવી જોઈએ, તો બીજી તરફ કંપનીના ઉત્પાદનો વેચવામાં પણ તમે કુશળ હોવા જોઈએ.
- તમારામાં ક્રિએટિવ રાઇટીંગ, ટાઇમ મેનેજમેન્ટ અને ક્રિટીકલ થિંકિંગ જેવી કુશળતા પણ જરૂરી છે.
દેશની મહત્ત્વની સંસ્થાઓ જ્યાંથી વ્યક્તિ સોશિયલ મીડિયા મેનેજર બનવા માટે અભ્યાસ કરી શકે છે તે નીચે મુજબ છે-
- ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ડિજિટલ એજ્યુકેશન
- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી
- વાયએમસીએ દિલ્હી
- જૈન યુનિવર્સિટી
- કેસી કોલેજ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ
- હંસરાજ કોલેજ
આ ક્ષેત્રમાં જવા માટે તેઓ ડિગ્રી અને ડિપ્લોમા પ્રદાન કરે છે.
જ્યાં સુધી આ ક્ષેત્રમાં કમાણી અને ટોચના રિક્રુટર્સનો સવાલ છે, શરૂઆતમાં સરેરાશ રૂ.૪ થી ૫ લાખ નું વાર્ષિક
પેકેજ મળે છે અને જ્યાં સુધી ટોચના રિક્રૂટર્સનો સવાલ છે, તો એ છે – ફેસબુક, લિંક્ડિન, ટ્વિટર (એક્સ), ઇન્સ્ટાગ્રામ, અપવર્ક અને ફિવર. સોશિયલ મીડિયા મેનેજર બન્યા બાદ, તમે તમારી કાર્યકુશળતાને આધારે એક વર્ષમાં જ પ્રમોશનની સીડીઓ ચઢી શકો છો.