ઉત્સવ

સતર્ક રહો અને નિષ્ફળતાથી બચો

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

હાલમાં એક વેપારીને મળવાનું થયું જે ફેશનના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમણે જે સમસ્યા જણાવી તે આની પહેલા પણ નાના મોટા વેપારો અને બ્રાન્ડના જીવનમાં જોઈ શકાય છે. અમે લોકો માટે પ્રોડક્ટ બનાવીએ છીએ પણ જયારે અમારી બ્રાન્ડ માર્કેટમાં મૂકી તો જોઈએ એવો પ્રતિસાદ ના મળ્યો. બીજી વાત અમારી બ્રાન્ડ જે નામે સફળ થઇ તેજ નામે અમે બીજા પ્રોડક્ટ બનાવ્યા પણ ના ચાલ્યા અને સૌથી મોટી સમસ્યા અમે વર્ષોથી સફળ વેપાર કરી રહ્યા છીએ પણ અચાનક ગતિ ધીમી પડતી જાય છે. વાત સફળ લોકોની નિષ્ફળતાની છે અને નહિ કે હાલમાંજ વેપાર શરૂ કર્યો અને ના ચાલ્યો. તેનાં કારણો અલગ હોઈ શકે; પણ ઉપર જણાવેલ સમસ્યાઓમાં નીચેના મુદ્દાઓ કારણભૂત હોઈ શકે.

આપણે જયારે સફળતાનો સ્વાદ ચાખતા હોઈએ ત્યારે મોટી ગેરસમજ એટલે, સફળ થઇ રહ્યા છીએ એટલે બધું બરોબર છે અને ક્યારેય કોઈ મુશ્કેલી નહિ આવે. આને અંગ્રેજીમાં ટેક ઈટ ફોર ગ્રાન્ટેડ એટીટ્યુડ કહે છે. ચોક્કસ, સફળતા મળી રહી છે એટલે અમુક નક્કી કરેલી વ્યૂહરચનાનાં પરિબળો કામ કરી રહ્યા છે પણ લાંબી પારી રમવા માટે તેની સાથે બીજાં પરિબળોને આપણે સમજવા જરૂરી છે. ઘણી નામી બ્રાન્ડોએ આ સમસ્યાનો સામનો કર્યો છે જેમ કે; કોડાક, નોકિયા ફોન, નેનો કાર, બ્લેક બેરી ફોન. આવી ઘણી બીજી બ્રાન્ડ્સ નિષ્ફળ ગઈ તેનું સૌથી મોટું કારણ એટલે તેઓ સમય સાથે બદલાવ ન લાવી શક્યા. તેમની સામે ક્ધઝ્યુમર અને સમય બદલાઈ રહ્યો હતો પણ તેઓ તેને જોઈ ન શક્યા કે ભવિષ્ય ન ભાખી શક્યા કે પછી ઉપર જણાવ્યા પ્રમાણે અમે સફળ છીએ આથી અમને કઈ નહિ થાયની વિચારધારાએ બ્રાન્ડને આ પરિણામ આપ્યું. આજે ટેપ રેકોર્ડરની દુનિયા બદલાતા બદલાતા મ્યુઝિકના એપ્સ પર આવી અટકી છે. નોકિયાએ ડ્યુઅલ સિમ કાર્ડને અવગણ્યું અને એન્ડ્રોઇડ ન અપનાવતા ક્ધઝ્યુમરથી દૂર થયું. કોડાક ડિજિટલ ન અપનાવવાની લાપરવાહીથી ધોવાઈ ગયું. આજે ક્ધઝ્યુમર OTTપર છે તેથી બધીજ એન્ટરટેઇન્મેન્ટ ચેનલોના પોતાના OTT પ્લેટફોર્મ છે. ક્ધઝ્યુમર ઓનલાઈન ખરીદવા લાગ્યો છે તેથી બધી બ્રાન્ડ્સ ઓનલાઈન પર જવા લાગી અને જે નહિ જાય તે નિષ્ફળતાનો સામનો કરશે.

સમય સાથે ન ચાલ્યા તે એક કારણ હોઈ શકે બ્રાન્ડની નિષ્ફ્ળતા માટે. બ્રાન્ડ સફળ કે નિષ્ફળ જવા માટે કોઈ ચોક્કસ કારણો નથી હોતાં પણ હા અમુક પ્રોસેસ કે વ્યૂહરચના હોય છે જેને અનુસરવી જરૂરી છે. બીજાં અમુક કારણો જાણીએ તો; બ્રાન્ડ પોઝિશનિંગની કંસિસ્ટંસી. તમે જે પોઝિશનિંગ નક્કી કર્યું છે તેને પકડીને ચાલો. સમય સાથે તેના અર્થમાં બદલાવ લાવો પણ તમે જે વિચારધારાથી બ્રાન્ડ બનાવી છે તેને કાયમ રહો. ઉદાહરણ તરીકે, કોકા કોલા બ્રાન્ડ ગુડ ટાઈમ્સના વિચારે ઓળખાય છે જે આજ સુધી કાયમ છે. નાઇકીનું જસ્ટ ડુ ઈટ કે પછી જોની વોકરનું કીપ વોકિંગ. ક્ધઝ્યુમરની માગ અને વર્તણૂક પ્રમાણે તેના અર્થો સમય પ્રમાણે બદલાતા રહેશે. આથી પોઝિશનિંગ સાથે જયારે સમયે સમયે છેડખાની થાય છે ત્યારે તે બ્રાન્ડની નિષ્ફળતાને નોતરે છે.
બીજું, મેન્યુફેકચરર કે ક્રિએટર પ્રોડક્ટ બનાવવા પાછળ બધી તાકાત લગાવી દે છે અને બ્રાન્ડ બનાવવા પાછળ ધ્યાન ઓછું આપે છે. બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ એટ બેસ્ટ પ્રાઈઝની વ્યૂહરચના અપનાવે છે જે બ્રાન્ડને નુકસાન કરે છે કારણ લોકો પ્રોડક્ટને યાદ રાખશે અને બ્રાન્ડને નહિ. આ ઉપરાંત કાલે ઊઠીને બીજી કોઈ બ્રાન્ડ સસ્તામાં મળશે તો તેને ખરીદશે. આનું કારણ, બ્રાન્ડ ન બનાવવાની આળસ અથવા મહત્ત્વ ન આપવું. પ્રોડક્ટ અને બ્રાન્ડ બિલ્ડિંગ બંને સાથે ચાલવા જોઈએ.

બ્રાન્ડ એક્સટેન્શન. ઘણીવાર જોવામાં આવ્યુ છે કે એકવાર બ્રાન્ડ સફળ થાય ત્યારપછી તેજ નામને એનકેશ કરવા બ્રાન્ડ નવા પ્રોડક્ટ તે જ કેટેગરીમાં અથવા નવી કેટેગરીમાં લોન્ચ કરે છે. આ વિચાર ઘણીવાર બ્રાન્ડની વિરુદ્ધમાં જાય છે. ઉદાહરણ તરીકે; તમે પ્રીમિયમ બ્રાન્ડ પ્રીમિયમ પ્રાઈઝમાં વેચો છો. નવું સેગ્મેન્ટ કેપ્ચર કરવા તમે તેજ બ્રાન્ડના અમુક ફીચર્સ કાઢી નાખી સસ્તા ભાવે તેજ નામે લોઅર સેગ્મેન્ટમાં મુકો છો. તમારો પ્રીમિયમ ક્ધઝ્યુમર તરતજ તમારી સાથે ડીલ કરવાનું બંધ કરશે કારણ તે નહીં ઈચ્છે કે લોઅર સેગ્મેન્ટ પણ તેજ બ્રાન્ડ વાપરે છે. ઘણીવાર તમે ઇન્ડસ્ટ્રિઅલ બ્રાન્ડ હોવ અને તેજ નામે ફૂડ બ્રાન્ડ લોન્ચ કરો તો લોકો તે નહિ અપનાવે. આથી બ્રાન્ડ એક્સટેન્શન બ્રાન્ડની નિષ્ફળતાનું કારણ બની શકે છે.

સ્પર્ધા. આને બે રીતે જોવું પડે. એક પ્રતિસ્પર્ધી પર હંમેશાં નજર હોવી જોઈએ. તે કયા નવા ફીચર્સ લાવી રહ્યો છે, કોને ટાર્ગેટ કરી રહ્યો છે, કઈ માર્કેટમાં છે, મેસેજિંગ શું છે વગેરે. અને બીજું, જયારે તમે બ્રાન્ડ લોન્ચ કરવાનું વિચારો ત્યારે માર્કેટ સ્ટડી કરો કે માર્કેટમાં તમારા માટે જગ્યા છે કે નહિ. જો માર્કેટ પ્રતિસ્પર્ધીઓથી ખીચોખીચ ભરેલી છે તો તમને તમારી જગા બનાવતા વાર લાગશે અને નિષ્ફળતા મળી શકે. માર્કેટનો અભ્યાસ, પ્રતિસ્પર્ધીનો અભ્યાસ લોન્ચ કરતા પહેલા જરૂરી છે. લોકો બીજાની સફળતા જોઈ સમજી બેસે છે કે આપણે પણ આ પ્રોડક્ટ બનાવીએ કારણ ઘણું ચાલી રહ્યું છે, આ ભૂલના કારણે પણ બ્રાન્ડ નિષ્ફળતા સહે છે. આ ઉપરાંત તમારું પ્રાઈઝિંગ, બહોળું ટાર્ગેટ ઑડીએન્સ અર્થાત ટાર્ગેટ ઑડીએન્સની કલેરીટી ન હોવી, સર્વિસ આપવાની ક્ષમતા, જે પ્રોમિસ કરો છો તે આપો.

સૌથી મહત્ત્વનું તમારો બિઝનેસ અને બ્રાન્ડ પ્લાન એકમેકના પૂરક હોવા જોઈએ જો તેમ ન હોય તો પ્રોફિટેબિલિટી માર ખાશે અને બ્રાન્ડ નિષ્ફળ જશે. નિષ્ફળતા શા માટે મળી તેનાં કારણો શોધવા જરૂરી છે અને નહિ કે ફક્ત બાહ્યપરિબળોને દોષો આપો. હું સાચો છું કારણ સફળ છુંનું વલણ છોડી, સતર્ક રહી બ્રાન્ડ અને વેપારને નિષ્ફળ થતા રોકી શકાશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત