ઉત્સવ

5000 વર્ષથી પરંપરાને સાચવતો બરસાના – નંદગામનો લઠમાર હોળીનો ઉત્સવ

ટ્રાવેલ સ્ટોરી – કૌશિક ઘેલાણી

ભારત દેશ વિશ્વભરમાં ઉત્સવોનાં ઉજવણીનાં ઉત્સાહ અને આપણી સંસ્કૃતિનાં રંગો માટે જાણીતો છે. અલગ અલગ પ્રાંતમાં આખાયે વર્ષ દરમ્યાન અલગ અલગ ઉત્સવોને વિવિધ ઢબે ઉજવવામાં આવે છે. અહીંનું સાંસ્કૃતિક વૈવિધ્ય જ તો છે જે સમગ્ર વિશ્વને અહીં આવવા માટેનું ઇજન આપે છે. વિશ્વનાં દરેકે દરેક ખૂણે અહીંનું સાંસ્કૃતિક વૈવિધ્ય અને ઉત્સવોની હારમાળા હંમેશા જિજ્ઞાસાનો વિષય રહ્યું છે અને પશ્ચિમી સંસ્કૃતિનો વ્યક્તિ પણ અહીંના ઉત્સવોની ઉજવણીનું ભાગ બનવાનું ચૂકતા નથી. ગુજરાતી, પંજાબી, મરાઠી, હિમાચલી, કાશ્મીરી કે પછી કોઈ પણ ભારતીય હોઈએ, આપણે રોજબરોજના જીવનમાંથી વિરામ લઈને આનંદ અને ઉલ્લાસ કરવાએ આપણી પ્રકૃતિમાં વણાયેલું છે. માનવીના આનંદની અભિવ્યક્તિ અને ઊર્મિસાગરના મોતીઓ સમાન આપણા તહેવારો છે.આપણાં ઉત્સવો અને પરંપરા આપણને સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ આપે છે અને વિશ્વભરમાંથી લોકોને આપણી સંસ્કૃતિ અને ઉત્સવોની વિવિધતા ભારતમાં ખેંચી લાવે છે.


આ સમગ્ર ઉત્સવો અને તહેવારોની હારમાળામાં લોકહૈયાં પર રાજ કરતો, દરેક જાતિ અને સમુદાયના દરેક લોકો હરખઘેલા થઈ ને જેમાં ઓતપ્રોત થઈને નાચી ઉઠે એ તહેવાર એટલે હોળી. આમ તો દેશનાં અલગ અલગ પ્રાંતમાં આ ઉત્સવને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આપણાં માટે હોળી અને ધૂળેટીનો ઉત્સવ માત્ર બે જ દિવસનો હોય છે. જેેમાં આપણે રંગો વડે ધૂળેટી રમીને, ખાઈ-પીઈને ઉજવણી કરીએ છીએ પણ ઉત્તરપ્રદેશનાં બરસાના અને વૃંદાવનમાં આ ઉત્સવનો માહોલ કઈક અલગ જ જોવા મળે છે તો વળી રાજસ્થાનનાં પુષ્કરમાં હોળીનો ઉત્સવ મન મુકીને ઉજવાય છે, જોધપુરમાં પણ આ ઉત્સવને અનોખી રીતે ઉજવાય છે, હિમાચલનાં કસોલમાં આ તહેવારની અલગ જ રોનક હોય છે પણ બરસાનામાં 5000 જેટલા વર્ષથી ચાલી આવતી સાંસ્કૃતિક પરંપરા અને ભગવાન શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખીને પુરા અઠવાડિયા સુધી આ ઉત્સવની ઉજવણી કેસૂડાંનાં રંગો થકી કરવામાં આવે છે. હોળીનું નામ સાંભળીયે અને બરસાના યાદ ન આવે એ શક્ય જ નથી. બરસાનાની લઠ્માર હોળીએ દેશ અને વિદેશના લોકોનું વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.


અહીં ઉજવાતી લઠમાર હોળીનું માહાત્મ્ય અને સમગ્ર દેશથી અલગ પડતી ઉજવણીનો પરિચય જાણીએ
શ્રી કૃષ્ણ અને રાધાજીનાં ગામો એવા વૃંદાવન અને બરસાનામાં સતત એક અઠવાડિયા સુધી રંગોનો ઉત્સવ અલગ અલગ રીતે મહોલ સજીર્ને ઉજવાય છે અને આ ઉત્સવનાં સાક્ષી બનવા વિશ્વભરમાંથી નાનેરા મોટેરાં સહુ કોઈ આવે છે. શ્રી કૃષ્ણનાં જીવનનાં એક પ્રસંગને આ પરંપરાથી અહીંના લોકો જીવંત રાખે છે. સામાન્ય રીતે શ્રી કૃષ્ણ અને બધી ગોપીઓ વચ્ચે રાસલીલા થતી રહેતી, હોળી વખતે નંદગામથી શ્રી કૃષ્ણ ગોવાળો સાથે રાધાજીનાં ગામ બરસાના રંગોથી રંગવા માટે આવતા અને બરસાનાની ગોપીઓ લાકડી મારીને તેઓને હાંકી કાઢતા. ગોવાળો ગોપીઓને છેડવાની નિર્દોષ મસ્તીનાં ભાગ પે વિવિધ ગીતો લલકારતા અને ગોપીઓ પણ એનો ઉત્તર ગીતોથી આપતી. ફરી એ જ રીતે બીજા દિવસે બરસાનાની ગોપીઓ નંદગામ જતી અને આ જ પ્રકારનાં મધુર ગીતો થકી થતા સંવાદ સાથે સાથે કેસૂડાંના રંગોની હોળી રમાતી. શ્રી રાધાકૃષ્ણનાં વાર્તાલાપોના આધારે બરસાનામાં હોળી ઉજવાય છે અને સાથે સાથે લોકગીત પણ ગવાય છે. ફાગણ મહિનાની નવમીએ સમગ્ર વ્રજધામ રાધાકૃષ્ણના પ્રેમનાં રંગોમાં રંગાઈ જાય છે. શ્રી રાધારાણીના જન્મસ્થળ બરસાનાની હોળીને ફાગુ ઉત્સવ અથવા હોરી પણ કહેવામાં આવે છે. આ 5000 વર્ષ જૂની પરંપરાને અહીં એ જ રીતે ઉજવાય છે અને આ રંગબેરંગી માહોલ અહીંની હોળીને વિશ્વભરનો સહુથી મોટો રંગોનો ઉત્સવ બનાવે છે. નંદગામનાં પુષો પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને સજીધજીને અહીં આવે છે, બરસાનાની સ્ત્રીઓ લાકડીઓ લઈને તેઓને મારીને ભગાડવા માટે આવે છે અને પુષો ઢાલથી પોતાનો બચાવ કરે છે. દેશનાં એકમાત્ર રાધાજીનાં મંદિર એવા બરસાનામાં આ ઉત્સવની શઆત થાય છે. આમ શ્રી કૃષ્ણનાં જીવન સાથે જોડાયેલ આ મીઠો ઝઘડો હવે એક પરંપરા બની ગયો જે લોકોને પરસ્પરનાં મનદુ:ખ ભૂલીને સાથે ખુશીઓ મનાવવાની એક રીત શીખવી જાય છે. બીજા દિવસે નંદગામમાં આ ઉત્સવ હોય છે જ્યારે ત્રીજા દિવસે વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં ભક્તો શ્રી કૃષ્ણ સાથે ફૂલોની હોળી રમેં છે. ચોથા દિવસે મથુરાનાં મુખ્ય મંદિરમાં કેસૂડાંનાં રંગોથી હોળી રમાય છે. સહુથી અનોખી અહીં વિધવાઓની હોળી હોય છે. રંગોથી એક સમયે અળગી થનાર સફેદ વસ્ત્રોમાં સજ્જ વિધવાઓને વિવિધ રંગોના ફૂલો વડે કુદરતના સુંવાળા સ્પર્શથી હોળી રમતી જોવી એ સહુ કોઈનાં મનને આનંદિત કરી દે છે. હોળીએ મોજ મસ્તી અને આનંદ ઉલ્લાસનો તહેવાર છે અને કોઈ પણ મનુષ્ય એ આનંદથી વંચિત રહી ન જાય એનું ઉત્તમ ઉદાહરણ આ વિધવાઓની હોળી પૂં પાડે છે.


લઠમાર હોળી – 2024નો વિગતવાર કાર્યક્રમ
દર વર્ષે આ ઉત્સવ વસંતપંચમીથી જ શ થઈ જાય છે. સહુથી છેલ્લે શ્રી બલરામજીનાં ગામ એવા હુરંગામાં રંગોની હોળી ઉજવાય છે. આ બધું જ હોળીના તહેવારના 8 દિવસ પહેલાથી જ શ થઈ જાય છે. આ વર્ષે આ ઉત્સવ 17 માર્ચ 2024થી બરસાનામાં લડ્ડુ હોળીથી શ થશે.જે 25મી માર્ચના દિવસે હુરંગામાં રંગોની હોળી સાથે સંપન્ન થશે. 17મી માર્ચ લડ્ડુ હોળી – બરસાના, 18મી માર્ચ ફેબ્રુઆરી લઠમાર હોળી – રાધારાણી મંદિર બરસાના, જે મુખ્ય હોળી હોય છે, 19 મી માર્ચ નંદગામમાં નંદભવન ખાતે લટ્ઠમાર હોળીની ઉજવણી જ્યા ગોવાળો અને બરસાનાની ગોપીઓ વચ્ચે સંસ્કૃતમાં પારંપરિક લોકગીતોમાં સંવાદ સાથે રંગોનો ઉત્સવ ઉજવાશે અને સખીઓ વિબિધ રંગો અને પરંપરાગત પોશાક ધારણ કરીને અવનવા નૃત્ય કરીને શ્રી કૃષ્ણ,બલરામ અને નંદબાબાનાં પરિવાર સાથે ઉત્સવ ઉજવશે. 2જી માર્ચે આ વર્ષે ખાલી દિવસ છે પણ 20મી માર્ચ વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં ફૂલોની હોળી અને વૃંદાવનનાં મુખ્ય મંદિરમાં રંગભરની હોળીનાં ઉત્સવની ઉજવણી કરવામાં આવશે સાથે સાથે ગોકુલનાં મુખ્ય મંદિરમાં પણ હોળીની ઉજવણી કરવામાં આવશે. 21 માર્ચે ગોકુળમાં છડી-માર હોળીનું આયોજન કરાયું છે જે લઠમાર હોળીનું જ નાનું સ્વપ છે. 22 માર્ચે વૃંદાવનમાં ગોપીનાથ મંદિર આસપાસ વિધવાઓની હોળીનો ઉત્સવ ઉજવાશે. 24 મી માર્ચે મથુરાનાં મુખ્ય મંદિરનાં ગેટ પાસે રાત્રે હોલિકા દહન કરવામાં આવશે અને 25 માર્ચે મથુરાની ગલીઓમાં અબીલ-ગુલાલ અને રંગોથી હોળીની ઉજવણી કરવામાં આવશે સાથે હુરંગામાં રંગોથી હોળીનાં ઉત્સવની પૂર્ણાહુતિ થશે.


હોળીનાં ઉત્સવની સાથે સાથે અહીંના પ્રમુખ મંદીરની મુલાકાત લઈને વ્રજમાં ફર્યાનો આનંદ ચોક્કસપણે માણી શકાય. હોળીના અવસર પર અહીં સુંદર નજારો જોવા મળે છે. અહીં રાધારાણીની ઝાંખી નીકળે છે સાથે સાથે ચોપાઈ પણ નીકળે છે જે બરસાનાની ગલી ગલીમાં ફરીને રંગોની છોળો ઉડાડે છે અને ગીતો ગાય છે.
આ ઉપરાંત અહીં મન મંદિર, શંકરી ખોર, મોર કુરીટ મંદિર, રંગીલા મહેલ, નંદભવન જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. બરસાના આસપાસ પૂર્વમાં વૃષભાનું કુંડ, ઉત્તર પૂર્વમાં કીર્તિદા કુંડ, દક્ષિણ- પશ્વિમમાં વિહાર કુંડ, અને દક્ષિણ ભાગમાં દોહની કુંડ એમ ચાર સરોવર/તળાવ આવેલ છે. બરસાનાનું મુખ્ય મંદિર એક ટેકરી પર સ્થિત છે જ્યાં પહોંચવા માટે 100 પગથિયાંઓ ચઢવા પડશે.


અહીંની અનોખી પરંપરા ખૂબ જાણીતી અને આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. અહીં બરસાના અને નંદગામનાં લોકો વચ્ચે લગ્ન કર્યા વિના જ શ્વસુર – વેવાઈ જેવા માન સન્માન જળવાય છે. આ બે ગામ વચ્ચે અહીં ક્યારેય એકબીજા સાથે લગ્ન વ્યવહારો થતા નથી. આશરે 5000 વર્ષ જૂની આ પરંપરાને આજની પેઢી શ્રીકૃષ્ણના માનમાં નિભાવતી આવે છે. બરસાનાનાં જમાઈ માત્ર શ્રીકૃષ્ણ જ હોઈ શકે એના સિવાય એ જગ્યા બીજું કોઈ ન લઈ શકે એવી માન્યતાને લઈને આજે પણ નંદગામને બરસાનાનાં લોકો જમાઈ પક્ષ જેટલુ જ માન સન્માન આપે છે અને એ બધા જ સંબંધો નિભાવે છે. રાધા-કૃષ્ણનાં પ્રેમને સન્માન આપીને બરસાનાની દીકરીઓનાં લગ્ન નંદગામમાં ક્યારેય નથી કરતા અને આજે પણ તેઓ શ્રીકૃષ્ણને બરસાનાનાં જમાઈ અને નંદગામને રાધાનું સાસં માને છે અને તેઓ નંદગામનું પાણી સુદ્ધાં નથી પીતા. સામે નંદગામનાં લોકો જ્યારે બરસાના જાય ત્યારે તેઓને ક્યારેય ખાલી હાથે પાછા નથી મોકલતા.વર્ષો જૂની આ પરંપરા હજી પણ એટલા જ ભાવ અને શ્રદ્ધાથી સચવાઈ રહી છે.


બરસાના ઉત્સવને માણવો એ ખરેખર જીવનમાં ક્યારેય ન જતી કરી શકાય એવી તક છે. અહીં કેસુડો અને બીજા ફૂલોથી બનાવેલા રંગોથી હોળી રમાય છે અને સતત આઠ દિવસ સુધી આ ઉત્સવનો માહોલ જામેલો રહે છે. બાંકે બિહારી મંદિરમાં ઠાકોરજીને સફેદ કપડાં પહેરાવીને ભક્તો સાથે હોળી રમવા લઇ આવે છે. અહીં વિવિધ જાતના મિષ્ટાન્ન અને ઠંડાઈનો આનંદ માણી શકાય છે. રહેવા માટે મથુરામાં વ્યવસ્થા મળી રહે છે પણ બરસાના જવા માટે ટેક્ષી કરવી હિતાવહ છે કેમ કે જાહેર વાહનોમાં એ દિવસોમાં જગ્યાછે મળવી લગભગ અશક્ય. એટલે હોળીના વિવિધ રંગો અને સાથે સાથે ભાત ભાતના મિષ્ટાન્ન તેમજ ઠંડાઇ અને ગુજીયાને માણવા એ એક અદ્દભૂત લહાવો છે. ચારે તરફ પ્રેમના રંગછાંટણા ઉડી રહ્યા હોય વાતાવરણમાં આનંદ જ આનંદ હોઈ છે. આમ સદીઓથી આ પરંપરા ચાલતી આવે છે અને આપણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આ હર્ષોલ્લાસનો વારસો પાંતરિત કરતા આવી રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું. જીવનમાં એકવાર જરથી રાધારાણીના ગામની મુલાકાત લઈને આ પ્રેમ અને રંગોના સૌંદર્યને અચૂકથી માણવું. આવા ઉત્સવો મનને હળવું ફૂલ બનાવી એક નવી જ તાજગી આપે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…