ઉત્સવ

સ્પોટ લાઈટ – બેરિસ્ટર: દર્શકને ઢંઢોળતું નાટક

મહેશ્વરી

એક દરવાજો બંધ થાય ત્યારે ઈશ્વર બીજો દરવાજો ખોલી આપે છે એવું અનેક વાર અનેક લોકોના મોઢે સાંભળ્યું હતું. નિરાશા જ્યારે ઘેરી વળે, કોઈ રસ્તો કે ઉકેલ સૂઝતો ન હોય ત્યારે કલ્પના પણ ન કરી હોય એ દિશામાંથી મદદ કે ઉપાય આવીને ઊભા રહે છે. આ પરિસ્થિતિ માટે જ કહેવાયું છે કે એક દરવાજો બંધ થાય ત્યારે હતાશ ન થવું, કારણ કે બીજી તક બારણે ટકોરા મારવા ઊભી જ હોય છે. સરિતા બહેન સાથે કરેલા દેવકી’ નાટકના શો બંધ થયા પછી મહેન્દ્ર જોશીના પ્રયોગશીલ નાટકમોજીલા મણિલાલ’માં કામ કરી એક વેગળી ભૂમિકા સાકાર કરવાની સાથે કશુંક નવું શીખવાનો પણ લાભ મળી રહ્યો ત્યાં એ નાટક બંધ પડી ગયું. નાટકનો બોલ્ડ વિષય જનતાને પચ્યો નહીં એવી દલીલ ત્યારે કરવામાં આવી હતી. આ નિષ્ફળતાના કારણે કે બીજા કોઈ કારણસર, ભૂપેન ખખ્ખરએ ફરી ક્યારેય નાટ્યલેખન કર્યું જ નહીં.

અમારા જેવા કલાકાર માટે તો નાટકના શો બંધ થાય એટલે નાઈટ (એક શોમાં કામ કરવાનું મહેનતાણું) બંધ થઈ જાય. આવકમાં ઓટ આવે. જોકે, ફરી એક વાર પ્રભુ વહારે આવ્યા. સિદ્ધાર્થ શાહ નામની એક વ્યક્તિએ મારો સંપર્ક કર્યો. મરાઠીમાં ખૂબ ગાજેલું અને વખણાયેલું બેરિસ્ટર’ નાટક ગુજરાતીમાં મંચન કરવાની એની ઈચ્છા હતી. આ નાટક 1970ના દાયકામાં પ્રથમ વાર મરાઠીમાં ભજવાયું હતું. મરાઠી ભાષાના સમર્થ લેખક, નાટ્યકાર અને પત્રકાર જયવંત દળવીનીઅંધારાચ્યા પારંબ્યા’ નામની નવલકથા પરથી `બેરિસ્ટર’ નામનું નાટક તેમણે જ લખ્યું હતું. 1920ના દાયકાનો મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ સમુદાય, એ સમાજના રીત રિવાજો અને તેને વળગી રહેવા માગતો પરંપરાગત વર્ગ અને પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રભાવિત સુધારાવાદી વર્ગ વચ્ચેના સંઘર્ષનું નિરૂપણ એમાં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સ્પોટ લાઈટ : મોજીલા મણિલાલ: ઘણું નવું શીખવા મળ્યું

1960ના દાયકામાં વિકસેલી મરાઠી પ્રાયોગિક રંગભૂમિમાં નાટ્યકર્મી વિજયા મહેતાનું પણ યોગદાન હતું. મરાઠી નાટ્ય સૃષ્ટિના દિગજ્જો વિજય તેંડુલકર, ડો. શ્રીરામ લાગુ, અરવિંદ દેશપાંડે અને વિજયા મહેતાએ સાથે મળી `રંગાયન’ નામનું થિયેટર ગ્રુપ શરૂ કર્યું હતું. આ ગ્રુપે કરેલાં નાટકોથી મરાઠી રંગભૂમિ વધુ સમૃદ્ધ બની એ હકીકત છે. નાટકમાં બેરિસ્ટરનો રોલ રંગભૂમિ તેમજ મરાઠી અને હિન્દી ફિલ્મોમાં ખ્યાતિ મેળવનારા એક્ટર વિક્રમ ગોખલેએ કર્યો હતો. ત્રણ વર્ષમાં વિક્રમ ભાઉએ આ નાટકના 250 શો કર્યા હતા. એમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ નાટક અને એ કરતી વખતે વિજયા મહેતા પાસેથી જે કંઈ શીખવા મળ્યું એને કારણે પોતે અભિનય ક્ષેત્રે આગળ વધી શક્યા હતા એવી કબૂલાત વિક્રમ ભાઉએ જાહેરમાં કરી છે. નાટકનું સાહિત્યિક મૂલ્ય પણ ઊંચું હોવાથી મરાઠીમાં એમ.એ. કરતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું હતું.

હવે તમે જ વિચારો કે આવો વલય ધરાવતા નાટકના ગુજરાતી સંસ્કરણમાં કામ કરવાની ઓફર સામે ચાલીને આવે તો કોનું હૈયું હરખાઈ ન જાય? બીજી એક વાત પર ધ્યાન દોરવું છે કે એક તરફ મરાઠી નાટકોમાં કામ કરવાનો દરવાજો બંધ થયો અને મરાઠી નાટકના જ ગુજરાતી રૂપાંતર માટે મારો સંપર્ક કરવામાં આવ્યો. મારી માતૃભાષા મરાઠી હોવાથી નાટકના સ્ત્રીપાત્રની બારીકીઓ હું વધુ તીવ્રતાથી સમજી શકીશ એવી માન્યતાને કારણે આ રોલ મને ઓફર થયો હોય એવી શક્યતા હતી. અલબત્ત મારા માટે તો એક સારા નાટક સાથે જોડાવા ઉપરાંત કોઈ કામ નહોતું અને આવક શરૂ થઈ જશે એ વિચાર પણ આનંદ આપનારો હતો.

માં એવું દ્રઢપણે માનવું છે કે કોઈ પણ કલાકૃતિ (ટૂંકી વાર્તા, નવલકથા કે કવિતા અથવા નાટક – સિનેમા કે અન્ય કોઈ સ્વરૂપ)ની જવાબદારી મનુષ્યના ચિત્તને ઢંઢોળવાનું છે. સુષુપ્ત કે ભટકી ગયેલા મનને વિચારતા કરી દેવાનું છે. વિચાર કર્યા પછી એની તરફદારી કે વિરોધ એ જે તે સમાજ કરે છે અને એમાંથી જ એની અધોગતિ કે પ્રગતિ થતી હોય છે. `બેરિસ્ટર’ નાટકમાં વ્યથા છે, પણ દર્શકને ધ્રુસકે ધ્રુસકે રડાવતી કણા એમાં નથી. નાટક જોઈ દર્શકોની આંખો ભીની નથી થતી, કે નથી થતા એ લોકો લાગણીશીલ. નાટકની વ્યથા ધગધગતા એસિડ જેવી છે જે દર્શકને અંદરથી હચમચાવી નાખે છે. વિચાર કરતા મૂકી દે છે. એને ઢંઢોળે છે.

આ પણ વાંચો: સ્પોટ લાઈટ: રાતના અઢી વાગ્યે પોલીસ ઘરે આવી!

જોકે, ગુજરાતી નાટક જોતા દર્શકો બેરિસ્ટર’ના વિષયને સ્વીકારશે કે કેમ એ વિશે મને શંકા હતી.મોજીલા મણિલાલ’નો અનુભવ તાજો હતો. નાટકના રિહર્સલ શરૂ થઈ ગયા. સિદ્ધાર્થ જ એમાં મેઈન રોલ કરી રહ્યો હતો. રિહર્સલ કરતી વખતે દરેક કલાકારમાં કશુંક નવું કરી રહ્યા હોવાનો ઉત્સાહ હતો તો સાથે સ્વીકૃતિ અંગે મનમાં શંકાનાં વાદળો પણ ઘેરાયેલાં હતાં. નાટક રજૂ થયું. ઝળહળતી સફળતા ન મળી જે અપેક્ષિત હતું, પણ સાવ રદિયો પણ ન મળ્યો જે આનંદ આપનારી વાત હતી. મુંબઈ ઉપરાંત ગુજરાતમાં પણ એના શો થયા. જોકે, આ નાટક લાંબી મજલ નહીં કાપે એનો અણસાર સિદ્ધાર્થને તેમજ અમને બધાને આવી ગયો હતો. નાટક બંધ પડી જાય એ પહેલા કોઈ નવી ઓફર આવી જાય તો સાં એવી મેં મનોમન પ્રાર્થના કરી, કારણ કે જેમ કલાકાર માટે શો મસ્ટ ગો ઓન’ કહેવાતું હોય છે એમ મનુષ્ય માટેલાઈફ મસ્ટ ગો ઓન’ – દૈનિક જીવનની જરૂરિયાતો પૂરી કરવાની જ હોય છે.

એવામાં એક દિવસ વિનયકાંત દ્વિવેદીનો મેસેજ લઈ એમની ઓફિસના શાંતિભાઈ નાયક આવ્યા: મહેશ્વરી, એક નવું નાટક કરી રહ્યો છું. મળવા આવજો ને.’ મેસેજ સાંભળ્યા પછી હું જે રીતે ઝૂમી એ જોઈ દીકરો શાંગ્રિલ બોલ્યો કેઆઈ કાય ઝાલં? લોટરી લાગલી કા?’ – મમ્મી, શું થયું? લોટરી લાગી? અને હું હસી પડી.

આ પણ વાંચો: સ્પોટ લાઈટ : ઈશ્વર ધ્યાન પણ રાખે ને કસોટી પણ કરે!

નામ હિંમતભાઈ, નામના સ્ત્રી પાત્રોની

મૂળશંકર મુલાણી લિખિત યાદગાર નાટક સૌભાગ્યસુંદરી’માં જયશંકર ભોજક નામના અભિનેતાએ સુંદરીનું સ્ત્રીપાત્ર એવું પ્રભાવીપણે ભજવ્યું કે દર્શકો આફરીન પોકારી ઉઠ્યા અને આ નાટકે તેમને જયશંકરસુંદરી’નું બિદ આપ્યું. સ્ત્રીપાત્ર ભજવતા પુષ કલાકારનું જૂની રંગભૂમિનું આ સૌથી પ્રખ્યાત અને ખૂબ જ ગાજેલું ઉદાહરણ છે. આ સિવાય પણ એવા કેટલાક પુષ કલાકાર હતા જે સ્ત્રી પાત્રો કુશળતાથી ભજવી યાદગાર બન્યા હતા. એક નામ યાદ આવે છે હિંમતભાઈ કાળુભાઈ મીર. મીર કોમના હોવાથી સંગીતકળા વારસામાં મેળવનારા હિંમતભાઈએ પિતા પાસેથી અભિનય અને સંગીતની પ્રાથમિક તાલીમ મેળવી. અલબત્ત તેમને ખ્યાતિ મળી ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર ભજવનારા નામાંકિત અભિનેતા તરીકે. સવાસો વર્ષ પહેલા ભજવાયેલા ડાહ્યાભાઈ ધોળશાજીના ઉમાદેવડી’ નાટકમાં હિંમતભાઈએ ટાઈટલ રોલ યાને કે ઉમાદેવડીની ભૂમિકા ભજવી માનપાન મેળવ્યા હતા. આ નાટકમાં કલાકાર ઉમા વકીલનો વેશ ધારણ કરી હમીરસિંહને ઉગારી લે છે એ દૃશ્યની ખૂબ પ્રશંસા થઈ હતી. આ સિવાય તેમણેવિજયકમળા’ નાટકમાં કમળા, સતી સીતા’માં સીતા, સતી દ્રૌપદી’માં દ્રૌપદી,જાલીમ ટુલિયા’માં લુક્રેશિયા,1915માં સતી દમયંતી’માં દમયંતીનાં પાત્રો ભજવ્યાં. મણિશંકર રતનજી ભટ્ટ કવિ કાન્ત લિખિતરોમન સ્વરાજ્ય’ નાટકમાં રાજાશાહી વિદ્ધ પ્રશાસનની કથા કેન્દ્રમાં હતી. દેશી નાટક સમાજે રોમન સ્વરાજ્ય’ને ફેરફાર સાથે ભજવી કાન્તના નામ વિનાજાલિમ ટુલિયા’ નામથી પ્રસિદ્ધ કરેલું. રોમન રાજા ટુલિયસની બે પુત્રીના નામ ટુલિયા હતા. ત્યારબાદ હિંમતભાઈએ શ્રી કચ્છ નીતિદર્શક નાટક સમાજ’ બેનર માટેઅહલ્યાબાઈ’ નાટકમાં અહલ્યાબાઈ, ક્મિણી સ્વયંવર’માં ક્મિણી તથાવીર કેસરી’માં રાણી ઇન્દિરાના રોલ કરી નામના મેળવી હતી. પુષ અભિનેતા સ્ત્રી પાત્રમાં છવાઈ જવાના આ બળુકા ઉદાહરણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button