ઉત્સવ

ATC- પરમિશન ટુ લેન્ડ…કોપી !

પ્લેનના ટેકઑફ અને લેન્ડિંગ દરમિયાન પાઈલટ અને ક્ધટ્રોલ ટાવર વચ્ચેની કામગીરીમાં નવી એવિયેશન ટેકનોલોજી હવે કેવો ભાગ ભજવી રહી છે એનો ક્લોઝ-અપ..

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

દીપિકા – રીતિકની ફિલ્મ ‘ફાઈટર’ સિનેમાઘરમાં સુપરહિટ થઈ છે, જેમાં એરિયલ એક્શન પર દર્શકોએ ઊભા થઈને તાળીઓ વગાડે છે. સિનેમાહોલમાં એક એક સિન પર ચિચયારીઓ બોલી છે. હવે જેણે ફિલ્મ ધ્યાનથી જોઈ હોય તો ખ્યાલ હશે કે, દર વખતે જ્યારે ફ્લાઈટ ટેકઓફ થાય છે ત્યારે પાઈલટ એક પરમિશન કંટ્રોલ રૂમમાંથી માગે છે.

આજે વાત કરવી છે એવિએશન ક્ષેત્રમાં વિકસિત થયેલી કેટલીક જોરદાર ટેકનોલોજીની.

તો, ચલો શબ્દોના સથવારે એવિએશન સેક્ટરની સફર પર… અપની ખુરશી કી પેટી અપને સાથ બાંધ લીજીએ…
સૌ પ્રથમ તો એ વાત સમજીએ કે, જ્યારે કોઈ પણ વિમાન લેન્ડ થાય કે ટેકઓફ થાય ત્યારે એ જે તે એરપોર્ટની ક્યૂમાંથી ઓટોમેટિક દૂર નથી થતું. રનવે પર જે ATC એર ટ્રાફિક કંટ્રોલ ટાવરમાં બેઠેલા લોકો આ શેડ્યુલને એડિટ-મોડિફાઈડ કરે છે. જે પહેલા મેન્યુઅલી થતું હવે નેટવર્ક કોમ્પ્યુટર વીથ સ્ક્રિન રિઝોલ્યુશન ટેકનોલોજીથી થાય છે, જેમાં જે કોઈ ફેરફાર કોમ્પ્યુટરમાં કરો એનું આઉટપૂટ ટીવી જેવડી દેખાતી સ્ક્રિન પર દેખાય. લેટ્સ મુવ..

ATC ટાવર અર્થાત્ ઈમારતની ટોચ પર રડાર ગોઠવેલું હોય છે, જે સતત ફરતું રહે છે. એ ટાવરની નીચેના ભાગે આવેલી ઓફિસથી મોનિટર થાય છે. એ માટેની આખી ઑપરેટિંગ સિસ્ટમ અલગ હોય છે. જે સ્પીડથી એ ફરે છે એટલી સ્પીડથી બહારનો કોઈ વ્યૂ એમાં નથી ઝીલાતો. એમા માત્ર આવતી-જતી ફ્લાઈટની મુવમેન્ટ રહે છે. ઘણા એરપોર્ટમાં રડાર સિસ્ટમ ટાવરથી દૂર સેટ કરેલી હોય છે. એની પાછળનું કારણ એર મુવમેન્ટનું નિરીક્ષણ કરવાનું હોય છે. ટોપ ફ્લોર પર ડ્યૂટી સ્ટાફ હોય છે. એના નીચેના ફ્લોર પર વેઈટિંગ એરિયાથી લઈને કેન્ટિન સુધીની સુવિધા માટેના રેસ્ટરૂમ હોય છે. ATC ટાવર એ રીતે ડિઝાઈન કરેલો હોય છે, જેમાં ૩૬૦ ડિગ્રી સુધીનું બધુ જ દેખાઈ શકે. એટલા માટે જ એનો આકાર વર્તુળ હોય છે, જેમાં ફરતે પારદર્શક કાચ ફીટ કરી દેવામાં આવે છે. અહીં જે ડેસ્ક હોય એને કંટ્રોલર ડેસ્ક કહે છે. એની પાસે એરપોર્ટનો અંદર-બહારનો, ટોયલેટથી લઈને ટ્રોલી વ્હિકલના પાર્કિંગ સુધીનો નક્શો હોય છે. હવે જ્યારે AI અને GPS ટેકનોલોજી ન હતી ત્યારે શું થતું?

-ત્યારે ચોકર નામની એક પ્લેટ હોય છે, જેમાં મેન્યુલી ડેટા મેઈનટેન થતો. એમાં ફલાઈટનું નામ, ટેકઓફ ટાઈમ અને કઈ કંપનીની ફ્લાઈટ છે એ સ્પષ્ટ થતું. હવે આ કામ કોમ્પ્યુટરથી થાય છે.

કંટ્રોલ ડેસ્ક પર એક શેડ્યુલર હોય અને એક કંટ્રોલર હોય છે. પ્રાયમરી રડાર PR માંથી માત્ર કોઈ વિમાન આવે છે એ જ એલર્ટ મળતું. સ્પીડ અને ઊંચાઈ ખબર ન પડતી. એના પર સર્વેલન્સ રડાર હોય છે જે પાઈલટ સાથે હાઈફ્રિક્ધસીમાં વાત કરે છે. દરેક વિમાનમાં લાગેલું હોય છે એક ટ્રાંસપોન્ડર. જે ટ્રાંસમિટ અને રીપોન્ડ બન્ને કરે છે. હવે આ ટેકનોલોજીમાં અપડેટ એ આવી છે કે, પાઈલટના હેડફોન સુધીના ચીપસેટ ડાયરેક્ટ રિસપોન્ડ મેળવી શકે છે. એટલે હેડફોનનું માઈક જ ડાયરેક્ટ કંટ્રોલ રૂમ સુધી સંદેશા પહોંચાડે છે. કોકપિટમાં સ્પીડ, પ્લેનકોડ, સાઈઝ, ઊંચાઈ જેવા પ્રાયમરી ફંક્શન હોય છે. જે આજના આધુનિક ફ્લાઈંગ જીપીએસ ટેકનોલોજીમાં આવે છે. હવે ATC ટાવરમાં બેઠેલા સ્ટાફ પાસે રડાર મોનિટરિંગ હોય છે. જેમાં ગેલેક્સી જેવા સર્કલ એને સ્ક્રિન પર દેખાય છે. જેમાં વિમાન અને એનો કોડ હોય છે. જે સ્પીડ, ઊંચાઈ અને ડાયરેક્શન દર્શાવે છે. હવે રેડિયો ફ્રિક્વન્સી નામ બધાએ સાંભળ્યું હશે, પણ આ કોઈ રેડિયો વેવ નથી, જે આપણને ઘરમાં સાંભળવા મળે છે. હાઈફ્રિક્વન્સી પર સેટ થયેલા સેટઅપ અને હવે એમાં લાઈવ જીપીએસ ટ્રેકર્સ વિમાનની એક્યુરેસી બતાવે છે. જ્યારે કોઈ વિમાન લેન્ડ થાય છે ત્યારે ATC એને હાંસિયામાં મૂકી દે છે, કારણ કે પછીની ડ્યૂટી ગ્રાઉન્ડ સ્ટાફની હોય છે. એ વિમાનના આગમન પછીની કામગીરી સંભાળી લે છે.

હવે વાત કરીએ વિમાનમાં રહેલા કેટલાક મીટર્સની. સૌથી પહેલા સમજીએ ફ્યૂલ ઈન્ડિકેશન. જાણીને નવાઈ લાગશે કે, મોટાભાગની પેસેન્જર ફ્લાઈટમાં ફ્યૂલ ટેન્ક બન્ને સાઈડમાં રહેલી પાંખમાં હોય છે. એ ફ્લેટ સરફેસ નીચે જે પંખા જેવી વસ્તુ દેખાય છે એ એરકટર હોય છે એટલે સામેથી આવતા પવનને કાપે અને ફોર્સને ટકાવી રાખે. એક ફ્લાઈટમાં કેટલું ઈંધણ ભરાય છે ખ્યાલ છે? ૬૦ હજાર બાઈકસ જેટલું પેટ્રોલ ખાઈ જાય એટલું. હા, આ સાચી વાત છે. પાંખની નીચે એક ઈન્ડિકેટર હોય છે, જેની એક ડિવાઈસ એપ્લિકેશન કોકપીટમાં હોય છે. જે પાઈલટની બરાબર સામેની બાજુ હોય છે. એમાં એક ગોળી પણ વાગે તો પાઈલટને તે એલર્ટ કરે છે.

હવે એક જ વાર ટેકઓફ ને લેન્ડિંગમાં આ કરોડો રૂપિયાનું ઈંધણ હવામાં ઉડાવી દે છે, કારણ કે, ફ્લાઈટમાં બન્ને એન્જિન તો બંધ ન કરી શકાયને? આ પછી આવે છે ઓટોપાયલટ ટેકનોલોજી, જેમાં વિમાનમાં રહેલી ઓટોમેશન સિસ્ટમ સ્પીડ, એરપ્રેશર અને ઊંચાઈ પરથી વિમાનને કંટ્રોલ કરવા મહેનત કરે છે, જેની ડાયરેક્ટ ઈન્ડિકેશન-જાણ ATCને જાય છે એટલે ATCને એ પણ સમજાય જો પ્લેનમાં કંઈક ગડબડ થાય તો…

આઉટ ઓફ ધ બોક્સ
સફળતાની ઊંચાઈ અને સમજણની ઊંડાઈ વચ્ચે બેલેન્સ કરવામાં આવે તો અહમનો અસુર કદી નજીક ફરકતો નથી. જીવન હોય કે વિમાન, સંતુલન જાળવીએ તો જ જીવનસફરની મજા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…