ફોકસ : ગુજરાતના અનમોલ રત્ન એવાં એશિયાટિક સિંહની વસતિ ગણતરી પૂર્ણ…

ભાટી એન.
ગુર્જર વસુંધરાનું સ્વર્ણિમ ઘરેણું કિયું…!?. ગુજરાતનું પ્રતીક કિયું…?. જેની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ છે, ને વનનો રાજા… શેર… સિંહ, સાવજ. એંશિયાઈ સિંહની વસતિ ગણતરી 2020નાં પણ થઈ હતી. સિંહની વસ્તી ગણતરી તા. 10/05/2025 થી તા. 13/05/2025 સુધી ચાર દિવસ 35000 હજાર ચોરસ કિલોમીટરમાં પાંચ વર્ષે વનતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેની લીલી જંડી વનમંત્રી મુળુભાઈ બેરા અને અધિકારીઓએ આપી હતી.
આ વસતિ ગણતરીમાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલા પણ જોડાયેલા. અને પરંપરાગત ગણતરી 10 મે થી 13 મે 2025 દરમ્યાન થઈ હતી. સિંહની આ ગણતરી જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ 11 જિલ્લાઓમાં થઈ હતી.
એમાં જામનગર જિલ્લામાં પહેલીવાર વસતિ ગણતરી થઈ હતી. જોકે ગીરનું જંગલ તો 1412 કિ. મી. છે, પણ સિંહને આ જંગલ નાનું પડતા ઉપર મુજબનાં જિલ્લાઓમાં જઈ વસવાટ કરે છે…!. ગીર જંગલનું વડું મથક સાસણ (ગીર) છે, પ્રતિ પાંચ વર્ષે સિંહની ગણતરી થાય છે, સરકાર પણ સિંહ પ્રત્યે જાગૃત છે.
સિંહની વસતિ ગણતરીનો 1880થી શુભારંભ થયો હતો, ત્યારે કર્નલ વેટશને કરેલ. ત્યારે ફક્ત 12 સિંહ હતા…!!!. તે 2025ની સિંહની 16મી વસતિ ગણતરીમાં સિંહની સંખ્યા 800 થી 900 ને આંબી જશે તો નવાઈ નથી. હજુ ટોટલ આંકડો સરકારે બહાર પાડેલ નથી, સિંહની ગણતરી દેશ -વિદેશનાં સંશોધકો લેતા હોય છે તેની અસર પર્યાવરણ પર પડે છે…!.
આ ગણતરીમાં મોટર, બાઈક, જીપ, કેમેરા અને અત્યાધુનિક AI આધારિત સોફ્ટવેર સિમ્બાનો ઉપયોગ કરાશે. આ વસ્તી અંદાજિત કામગીરીમાં મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફસ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સનો ઉપયોગ કરવામાં આવેલ, અમુક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવેલ છે, જે તે સિંહ તેમજ તેના ગ્રૂપનુ લોકેશન મેળવવામાં મદદ કરે છે. જરૂર જણાય ત્યાં ફોટાનો ઉપયોગ કરી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકાય AI આધારિત સોફટવેર સિમ્બા (સોફટવેર વિથ માર્કિંગ બેઈઝડ આઈડેન્ટિફીકેશન ઓફ એશિયાટીક લાયન)નો ઉપયોગ કરવામાં આવેલ.
આ કોલમનાં લેખક ભાટી એન છેલ્લાં 40 વર્ષથી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતા આવે છે. તેઓએ સિંહની અદ્ભુત તસવીરો લીધી છે અને 1995માં થયેલ સિંહની વસતિ ગણતરીમાં તેમણે માનદ સેવા આપેલ. તેમની સાથે ભાવનગરનાં રાજવી શિવભદ્રસિંહજી ગોહિલને રમેશ રાવલ સાથે ચાર દિવસ સિંહની ગણતરી કરેલ તે તસવીર અત્રે પ્રસ્તુત છે. આથી ભાટી એન. સિંહ વિશે ઘણી જાણકારી આપતાં લખે છે કે સર્વ પ્રથમ સિંહનાં સગડ (પગ)ની ઓળખ પરથી થતી હતી, અગાઉનાં પગી એટલા તજજ્ઞ હતા કે સિંહનાં સગડ પરથી કહી દે કે આ સિંહ છે…!?. અને સગડ કાપતા… કાપતા… સિંહ સુધી જતા આવા પગી હવે નથી.
બાદમાં સિંહ પર કલર વાળા ફૂગ્ગા છાંટી કલર વાળા સિંહ સિવાયનાં સિંહ હોય તો કલર વાળો ફુગ્ગો છાંટતા આમ બધા સિંહ કલરવાળા થઈ જાય.!. ત્યારબાદ મારણ પદ્ધતિ આવી, જેમાં પાડાનું મારણ આપી સિંહને ત્યાંજ રોકી રાખતા પણ પ્રાણી પ્રેમીઓનો વિરોધ થતા તે પદ્ધતિ બાદ અત્યારે આ અત્યાધુનિક પદ્ધતિ અમલી છે.
ગીરમાં સિંહની વસતિ ગણતરી કંઈ ઓથોરિટીએ કંઈ સાલમાં કરી તેનું લિસ્ટ
વર્ષ…. સિંહની સંખ્યા.
1880 12 ….કર્નલ વેટશન.
1893 31 …જૂનાગઢ સ્ટેટ.
1905 100…જૂનાગઢ સ્ટેટ.
1913 20….મિ. વેલિન્જર
1920 50…સર પી. આર. કાડેલ
1936 287…જૂનાગઢ સ્ટેટ
1950 227…,મિ. વિન્ટર બ્લપાથ
1955 290…મિ. વિન્ટર બ્લપાથ
1963 285….વન વિભાગ
1968 177..વન વિભાગ
1974 180…વન વિભાગ
1979 205…વન વિભાગ
1984 239…વન વિભાગ
1990 284…વન વિભાગ
1995 304…વન વિભાગ
2001 329…વન વિભાગ
2005 359…વન વિભાગ
2010 411…વન વિભાગ
2015 523…વન વિભાગ
2020 674…વન વિભાગ
2025ની ગણતરીનાં આંકડા થોડા દિવસમાં સરકાર જાહેર કરશે તેમાં સિંહનો આંકડો 800 થી 900 સુધી જવાની શક્યતા છે…!?.
આ પણ વાંચો : ફોકસ : ગ્લોબલ વોર્મિંગને કારણે પ્રાણીઓમાં વધી રહ્યો છે ગુસ્સો